☕મોટાભાગના લોકોને ચા પસંદ હોય છે. મોટાંથી માંડીને નાના બાળકને પણ ચા વધારે ભાવતી હોય છે. દરેક લોકોની સવાર ચા પીવાથી જ થતી હોય છે. ખાસ કરીને શિયાળાની સવારમાં ચા સાથે નાસ્તો કરવાનું પ્રમાણ પણ વધી જાય છે.
☕ઘણાં લોકો એવા હોય છે કે સવારમાં દૂધ તો પીતા હોય તેમ છતાં તેમને થોડી ચા પીવા જોઈતી હોય છે. તેમને ચા વગર ચાલતું હોતું નથી. પરંતુ ચા જેટલી તમને ફ્રેશ કરે છે તેટલી જ શરીર માટે નુકસાન કારક પણ સાબિત થાય છે.
☕કેમ કે ઘણા લોકો જાણતાં નથી કે ચા સાથે કેટલાક પ્રકારનો નાસ્તો સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ચાનું વધારે સેવન કરવાથી શરીરમાં બીમારીઓનું જોખમ તો વધે છે, પણ તેની સાથે કેટલાક પ્રકારની વસ્તુ ખાશો તો અનેક પ્રકારના રોગ તમારા શરીરમાં થવા લાગશે. ચાનું સેવન કેવી રીતે કરવું અને તેની સાથે કેવો નાસ્તો કરવો જોઈએ તેની માહિતી રાખવી જરૂરી છે. તો જાણો તેની વિગત.
☕-ઠંડીની સીઝન હોય કે ચોમાસામાં ચા સાથે ભજીયાં મોટાભાગના લોકો ખાવાનું પસંદ કરતાં હોય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ચા સાથે ભજીયાં ખાવાથી શરીરમાં રહેલા કેટલાક પોષક તત્વો ઓછા થઈ જાય છે. જેના કારણે અમુક બીમારીઓ શરીરમાં થવા લાગતી હોય છે. તે સિવાય પણ આના કારણે પાચન સંબંધી કેટલીક તકલીફ થવા લાગતી હોય છે.
☕-ઘણા લોકોને તમે જોયા હશે કે ચા સાથે કઠોળ ખાતા હોય છે. તો તેવા પ્રકારનો પ્રોટીન યુક્ત આહાર ન ખાવો જોઈએ. કેટલાક લોકો ઓમલેટ, માછલી, પનીર, માંસ વગેરે જેવી પ્રોટીન વાળી વસ્તુ ચા સાથે ખાતા હોય છે. તો તેનાતી સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે.
☕-કોલેજ બોય્ઝ હોય કે ઑફિસ વર્ક કરતાં વ્યક્તિ જો ધૂમ્રપાનની આદત હોય તો તે ચાની ચૂસ્કી સાથે કરતાં હોય છે. ઘણા એવા માણસો હોય છે જેમને સિગરેટની સાથે ચા પીવાની આદત હોય છે. તેનાથી તમને કેન્સરની બીમારી થઈ શકે છે. જો તમે આ રીતે સેવન કરતાં હોવ તો થઈ ચેતી જજો. તંદુરસ્તી બગડવા લાગશે. ચા સાથે કોઈપણ પ્રકારનું ધૂમ્રપાન તમારા સ્વાસ્થ્યને ભયંકર રીતે ખરાબ કરી શકે છે.
☕-આપણામાંને કેટલાક લોકોને આદત હોય છે કે ચા સાથે લીલા શાકભાજી પણ ખાય. તો આ પ્રકારની ભૂલ ન કરવી જોઈએ. કેમ કે લીલા શાકભાજીમાં આર્યન અને ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં હોય છે. જો તમે ચા સાથે સેવન કરશો તો લોહીની ઉણપ તો સર્જાશે સાથે સાથે પાચનક્રિયાની સમસ્યા ઉભી થશે. કેમ કે ચામાં રહેલા ટેનિન તત્વો આર્યનને અવશોષિત કરે છે. અને જે તમને અનેક રોગોનું ઘર બનાવી દેશે.
☕-કેટલાક લોકો વિચિત્ર રીતે ચાનું સેવન કરતાં હોય છે. દહીં સાથે કોઈવખત ઉતાવળ હોય તો દહીંનું સેવન કરતાં હોય છે. તો તમને જાણીને નવાઈ લાગશે કે દહીં સાથે સેવન કરવાથી પાચનતંત્ર નબળું પડે છે. શરીરમાં એસિડની માત્રનો વધારો થાય છે.
☕-કેટલાક લોકો ચામાં મધ નાખીને પીતા હોય છે. તો આ ભૂલ ન કરવી જોઈએ. કેમ કે મધ ગરમ હોવાથી ચા સાથે જો પીવામાં આવે તો તમને ડાયેરિયા થઈ શકે છે. તે સિવાય તમારું બોડી ટેમ્પરેચર પણ નીચું જાય છે. જેથી શરીરને નુકસાન પહોંચે છે.
☕-બહાર ફરવા જઈએ અથવા કોઈ સંબંધીના ત્યાં જઈએ ત્યારે જમ્યા પછી થોડા સમયમાં ચા બનાવતા હોય છે. તો તમારે ન પીવી જોઈએ કેમ તે તેનાથી પાચનને તો નુકસાન પહોંચે છે જ સાથે સાથે ખોરાકમાંથી જે ન્યુટ્રીન્સ મળે છે, તે મળતા નથી. ઘણા વખત ડાયાબિટીસનું પ્રમાણ પણ આ કારણે વધી જતું હોય છે. તો જમ્યા પછી તમારે ક્યારેય ચા ન પીવી જોઈએ.
☕-દરેકની આદત હોય છે કે ચા સાથે સવારના નાસ્તામાં બિસ્કીટ ખાતા હોય છે. તે સૌથી મોટી તમારી ભૂલ છે. તમારી આ ટેવ જ ડાયાબિટીસ તરફ દોરી જાય છે. કેમ કે કોઈપણ બિસ્કીટમાં સુગરની માત્રા તો હોય છે. તેના કારણે ડાયાબિટીસ વધે, એટલું જ નહીં તેના કારણે તમારી રોગ પ્રતિકારક શક્તિમાં પણ ઘટાડો થવાથી અનેક રોગનો સામનો કરવો પડતો હોય છે.
☕-જો તમે લાંબા સમય સુધી આ પ્રકારે સેવન કરશો તો સ્કીનને લગતાં પણ કેટલાક પ્રોબ્લેમ થતાં હોય છે. જો રોજ સવારે ચા સાથે નાસ્તામાં બિસ્કીટ લેતાં હોવ તો આદત બદલી નાખવી જોઈએ.
☕-આપણી આસપાસ કેટલાક લોકો ચામાં ભાખરી ખાતાં હોય છે, પણ સાથે કંઈક નમકીન રોજ જોઈએ. આ પ્રકારનું કોમ્બિનેશન તમારા શરીરને હાનિ પહોંચાડી શકે છે. દૂધ સાથે પણ કોઈ પ્રકારનું નમકીન ન ખાવું જોઈએ. તેનાથી તમારા શરીરમાં ઘણા રોગ થઈ શકે છે.
☕-ઘણી વખત તમારા વાળ ખરવાં, ચહેરા પર કરચલી પડવી, સ્કીનની સમસ્યા, સફેદ દાગ જેવી ઘણી તકલીફ આ પ્રકારની વસ્તુ ચા સાથે સેવન કરવાથી થતું હોય છે. તેમાં પણ ખાસ કરીને ચા સાથે કોઈપણ નમકીન ન ખાવું જોઈએ.ચા તમારા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે. તેમાં પણ જો કેટલાક પ્રકારના નાસ્તા ચા સાથે લેશો તો સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચે છે.
જો ચા વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.