💁મોટા ભાગની યુવતીઓ પોતાના નખને ખૂબ જ લાંબા રાખવાનું પસંદ કરે છે. તેના પર વિવિધ નેઇલપેન્ટ લગાવીને પોતાના નખને ઓર સુંદર બનાવે છે. નખને સજાવવાનો આ શોખ કઈક અલગ જ છે. પરંતુ આ મહિલાઓ એ વાતને કદાચ નહીં જાણતી હોય કે પોતાના જ એ સુંદર નખ તેને જ મુશ્કેલીમાં મૂકી શકે છે.
💁 આજે છોકરીઓમાં જાણે એક ક્રેઝ જ બની ગયો છે કે નખ તો હંમેશા મોટા જ રાખવા. આવું વિચારવાવાળી યુવતીઓ પોતાના નખની પાછળ સમય અને પૈસા બંને પુષ્કળ પ્રમાણમાં ખર્ચતી હોય છે. પરંતુ આટલું કરવાં છતાં પણ આ લાંબા નખના કારણે આપણું આરોગ્ય જોખમાય છે તો આજે અમે તેવી લાંબા નખનો શોખ ધરાવતી યુવતીઓ માટે ખાસ વાંચવા અને તેના પર અમલ કરવા જેવી માહિતી લઈને આવ્યા છીએ તો આ આર્ટિકલને ખૂબ જ ધ્યાનથી સંપૂર્ણ વાંચો.
💁સામાન્ય રીતે આપણે જોઈએ કે મોટા-મોટા નખ રાખવા એ આપણા સ્વાસ્થ્યની સાથે જાણી જોઈને જોખમ વહોરવાની વાત છે. મોટા નખમાં ગંદકીના કારણે અનેક પ્રકારના જીવલેણ બેકટરિયા પેદા થઈને આપણને બીમાર બનાવે છે.ગર્ભાવસ્થા દરમ્યાન તો ખાસ ભૂલથી પણ ક્યારેય મોટા નખ ના રાખવા જોઈએ. તો દોસ્તો, હવે આપણે આ વાતની વિગતે ચર્ચા કરીએ.
💁શરીરમાં નખનું મહત્વ : દોસ્તો, આપણા શરીરમાં નખનું એક ખાસ મહત્વ રહેલું છે. તે આપણા હાથ-પગની આંગળીઓની સુંદરતામાં વધારો કરે છે. નખ આપણા શરીરમાં રહેલ કેરેટિનની હાજરી દર્શાવે છે. જ્યારે આપણા શરીરમાં કેરેટિનની ઉણપ જાણવા લાગે છે ત્યારે નખની સપાટી તેમજ તેના રંગમાં ફેરફાર જણાવા લાગે છે.
💁ગર્ભાવસ્થામાં જે મહિલાઓ લાંબા નખ રાખે છે. તે તેના માટે ખૂબ જ નુકશાન કરતાં છે. માત્ર તેના માટે જ નહીં પરંતુ આવનાર તેના નવજાત શિશુને પણ આ લાંબા નખ ભારે નુકશાનની પહોંચાડી શકવાની પૂરી સંભાવના રહે છે. ગર્ભાવસ્થા દરમ્યાન આ મહિલાઓને ડૉક્ટર હોર્મોનલ અને મલ્ટી વિટામીન્સની ટેબલેટ આપતા હોય છે અને તેના કારણે તેઓના નખ ખૂબ જ તેજ ગતિથી વધે છે. આ નખ વધારે પાતળા અને મોટા હોવાથી તે શરીર પર ગમે ત્યાં પોતાને અને બાળકને પણ વાગી શકે છે.
💁લાંબા નખમાં અનેક પ્રકારની ગંદકી ભરાય રહે છે. નખની આ ગંદકીના કારણે સંક્રમિત થઈ શકાય છે અને પિનવમર્સ પણ પેદા થવાના ચાંસ વધે છે. આવી તકલીફને મટાડવી ખૂબ જ વધારે સમય લાગે છે.
💁દસ્ત અને ઊલટી જેવી તકલીફ થઈ શકે છે. જ્યારે બહેનો લાંબા નખ રાખે છે ત્યારે તેને તે વધારે સુંદર બનાવવા માટે તેના પર નેઇલ પેઈન્ટ કરે છે આવામાં નખની નીચે પુષ્કળ પ્રમાણમાં ગંદકી છુપાયેલી રહી શકે છે. તેના કારણે ત્યાં બેક્ટેરિયા પેદા થાય છે અને તે પેટમાં જાય છે. આના કારણે અનેક બીમારીઓ થાય છે તો ક્યારેક ઝાડા કે ઊલટી જેવી તકલીફ પણ થાય છે.
💁લાંબા નખનો વિશેષ શિકાર નાના બાળકો બનતા હોય છે. નાના બાળકોના નખ ખૂબ જ ઝડપથી મોટા થાય છે સાથે તેઓ એવી એવી રમતો રમતા હોય છે કે તેના નખમાં અનેક પ્રકારનો મેલ જમા થાય છે. તો આવા નાના બાળકોના નખ થોડા થોડા સમયના અંતરે કાપવા ખૂબ જ જરૂરી છે.
💁નખની સફાઇ યોગ્ય રીતે કરવી જોઈએ. આપણે એવું માનીએ છીએ કે આપણે માત્ર સાબુથી હાથ ધોય નાખ્યા એટલે હાથ સાફ થઈ ગયા. પરંતુ એમ હાથ સાફ થતાં નથી. નખની નીચે જે બેકટરિયા રહેલા હોય તે એમ સરળતાથી દૂર થતાં નથી. તેથી એકદમ સરળ ઉપાય તો એ જ છે કે દરેકે સમયે સમયે નખને કાપતા રહેવા જોઈએ. તો ક્યારેય બેકટરિયા સંબંધી બીમારી થવાનો સંભવ રહેતો નથી.
જો આ નખ વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.