સામાન્ય રીતે દરેક મહિલા વાસણ સાફ એટલે કે ઘસવા માટે લિક્વીટ, સાબુ, અથવા પાઉડરનો ઉપયોગ કરતી હોય છે. અને તે સાબુ-પાઉડર આપણે બજારમાંથી ગમે તે કિંમતે ખરીદતા હોઇએ છીએ. પરંતુ તે સાબુ પાઉડર કિંમત પ્રમાણે ચાલતા હોતા નથી. તેમાં આપણા પૈસા તો બરબાદ થાય છે. સાથે સાથે વાસણ પણ જોઈએ એવા ઘસાતા હોતા નથી. તો આજે તમને બનાવવાની રીતે જણાવીશું.
ઘરે બનાવેલા લિક્વીડથી વાસણ પણ ચકચકાટ થઈ જશે. અને પૈસાનો પણ બચાવ થશે. વાસણ ઘસવામાં સમય પણ નહીં બગડે અને નવા નકોર થઈ જશે. તો ચાલો આજે તમને વાસણ ઘસવાનું લિક્વીડ ઘરે કેવી રીતે બનાવશો તેની ટિપ્સ જણાવીએ.
🍽️લિક્વીડ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈએ- તમારા ગંદા, તેલવાળા, દાઝી ગયેલા વાસણ થોડા જ સમયમાં એક દમ સાફ થઈ જશે. તેના માટે તમારે 5 લીંબુ, 80 ml વિનેગર, અડધો કપ મીઠું, બે કપ પાણી. વિનેગર તમને બજારમાં સરળતાથી મળી રહેશે. માપ દર્શાવ્યા પ્રમાણે જ રાખવું.
🍽️લિક્વીડ બનાવવાની રીત છે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો.. 🍽️
🍽️(1) – બધા લીંબુના એક સરખા ટુકડા કરો. અને દરેકના બી કાઢી લો. 🍽️(2) – એક કઢાઈમાં પાણી એક કપ પાણી લેવું. તેને ગેસ પર ગરમ થવા મૂકો. તેમાં તમે લીંબુના ટુકડા નાખો. (જો સાઇઝમાં થોડા લીંબુ મોટા હોય તો તે પ્રમાણે પાણીમાં વધારો કે ઘટાડો કરવો. આ રીતે પાણી અને લીંબુ બંને સાથે ગરમ કરવાથી લીંબુમાં રહેલું ઓઇલ અને તત્વ બરાબર એક બીજામાં ભળી જશે. સુગંધ પણ જળવાય રહેશે.
🍽️(3) – ધીમા તાપે ગરમ થવા દો. અને લીંબુની છાલ જ્યાં સુધી નરમ ન પડે ત્યાં સુધી પકવો. થોડા થોડા સમયે જોતા રહો કે છાલ મુલાયમ થઈ ગઈ છે. જેવી છાલ મુલાયમ થતી દેખાય કે ગેસ બંધ કરી દેવો.
🍽️(4) – થોડું પાણી રહે તે પછી ગેસ બંધ કરી દેવો. અને તે પાણી ઠંડુ થવા દેવું. આ મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સરમાં પીસી લેવું.
🍽️(5) – મિક્સરમાં પીસો ત્યારે તમારે એક કપ પાણી એડ કરવું. જેથી સરળતાથી ફરી મિશ્રણ મિક્સ થઈ જાય. લીંબુની થોડી ઘણી છાલ મિક્સરમાં પીસવા છતાં રહી જતી હોય છે. તો એક વાર ગરણી વડે ગાળી લેવું જોઈએ.
🍽️(6) – જે મિશ્રણ વાળું પાણી છે તેને ફરી ગેસ પર ધીમા તાપે ગરમ થવા મૂકો. તેમાં જે રીતે વિનેગરનું માપ જણાવ્યું છે તે રીતે એડ કરો. તેમાં અડધો કપ મીઠું પણ તે સમયે નાખવું. આ બંને વસ્તુ ઉમેર્યા પછી તેને ગેસ પર ગરમ થવા દેવું જોઈએ.
🍽️(7) – થોડી વાર પછી ગેસ બંધ કરી આ લિક્વીડ ઠંડુ થવા દેવું. ઠંડુ થાય એટલે તેને એક બોટલમાં ભરી લેવું. અને વાસણ સાફ કરવા માટે ઉપયોગ શરૂ કરી દો.
🍽️(8) – ઘરે બનાવેલા તમારા આ લિક્વીડમાં જરા પણ ફિણ વળશે નહીં, પરંતુ જો તમને એવું હોય કે લિક્વીડ હોય તો ફિણ વળવું જોઈએ. તેના માટે તમારે બજારમાંથી મળતું લિક્વીડ લાવી થોડું એડ કરવું. જેથી તમને લાગે કે ફિણ વળે છે. અને વાસણ સારા સાફ થશે. બાકી ફીણ વળે તે જરૂરી નથી.
🍽️(9) – આમ પણ આ લિક્વીડથી તમારા વાસણ એક દમ ચકચકાટ થઈ જશે. આ રીતે ઘરે તમારી જાતે લિક્વીડ બનાવી શકો છો. જેનાથી થોડી જ મિનિટોમાં તમારા વાસણ સુંદર થઈ જશે. તેની પર લાગેલી ગંદકી અને ચીકાશ થોડી જ વારમાં સાફ થઈ જશે.
🍽️(10) – જો તમે પહેલીવાર લિક્વીડ બનાવતા હશો તો થોડા લીંબુનો પહેલા ઉપયોગ કરી બનાવવું. એક વાર બરાબર બને પછી તમે ફરીથી બનાવશો તો વધારે લીંબુ લઈને બનાવી શકો છો. જેનાથી તમારા પૈસા પણ વધારે નહીં બગડે અને એક દમ ભેળ સેળ વગરનું લિક્વીડ તમે વાપરશો.
🍽️(11) – ઘણી વખત કેટલીક મહિલાઓને એલર્જી હોય છે. કોઈ બીજો સાબુ, પાઉડર કે લિક્વીડનો ઉપયોગ કરે તો હાથમાં ચામડી ઉખડવા માંડે અથવા ખંજવાળ આવવા લાગે વગેરે. પણ આ ઘરે બનાવેલા લિક્વીડથી તમને કોઈપણ જાતની આ પ્રકારની સમસ્યા થશે નહીં. અને એક એક મહિને લિક્વીડ ન બનાવવું હોય તો બાર મહિનાનું ભેગુ કરીને પણ બનાવી શકો છો. જેથી તમારા પૈસા પણ નહીં બગડે અને વાસણ હંમેશાં નવા જેવા લાગશે.
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટિપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.