💁♀️ ઘણી વ્યકિતને શરીરના અલગ-અલગ ભાગમાં સફેદ ડાઘ નીકળે છે. જેને સામાન્ય ભાષામાં આપણે કોઢ કહીએ છીએ. ત્વચાને લગતા રોગમાં સફેદ ડાઘ ખૂબ જ જટીલ સમસ્યા છે. ત્વચાના રંગની પાછળ મેલેનિન જવાબદાર હોય છે જે Melanocytes નામના સેલ બનાવે છે. ત્વચાના કોઇ ભાગમાં આ સેલ નષ્ટ થઇ જાય તો તે મેલેનિન બનાવવાનું બંધ કરે છે. ત્યારે ત્યાં સફેદ ડાઘ થાય છે. આ પ્રોબ્લેમ કોઇ પણ ઉંમરે થઇ શકે છે. તેને મટાડવા મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી.
💁♀️ કોઢના નામથી લોકો ડરતા હોય છે એમ વિચારીને કે તે ક્યારેય નહીં મટે. પરંતુ તે ધીમે-ધીમે મટાડી શકાય. કેટલાક ઘરેલુ ઉપાય છે જે આ રોગને નિયંત્રિત રાખે છે અને કુદરતી રંગને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે છે.
👉 હળદર :- સરસવના તેલમાં હળદરનો પાઉડર મિક્સ કરીને તેનો લેપ લગાવવાથી ઘણો ફાયદો થાય છે. તેના માટે તમારે 250 ml સરસવના તેલમાં પાંચ ચમચી જેટલો હળદરનો પાઉડર નાખીને સારી રીતે મિક્સ કરીને તે પેસ્ટને દિવસમાં બે વાર અસરગ્રસ્ત ત્વચા પર લગાવો. આ પ્રયોગ તમારે પૂરા એક વર્ષ સુધી સતત ચાલુ રાખવાથી ઘણો ફાયદો થશે.
👉 તાબું :- ત્વચામાં મેલેનિનના નિર્માણ માટે તાબું ખૂબ જ શ્રેષ્ઠ ઉપાય છે. આ માટે તમારે કોઇપણ પણ એક તાંબાના પાત્રમાં આખી રાત પાણી ભરીને રાખી અને સવારે આ પાણીને તમારે ખાલી પેટે જ પીવો. વર્ષો જૂની તકલીફ હશે તો પણ આ ઉપાય કારગર બનશે.
👉 લીમડો :- લીમડો એક સારો સંક્રમણ વિરોધી તત્વોથી ભરપૂર ઔષધી છે. આ લીમડાના પાનને છાસ સાથે વાટીને તેનો લેપ બનાવીને ત્વચા પર લગાવો. આ લેપ બનાવીને ત્વચા પર લગાવો. આ લેપ સંપૂર્ણ રીતે સુકાય જાય ત્યાર પછી તેને ધોઇ લો. આ સિવાય પણ તમે એક બીજો ઉપાય કે લીમડાનું તેલ પણ લગાવી શકો છો. લીમડાના જ્યુસનું સેવન પણ કરી શકો છો. આ ઉપરાંત તમે હળદર પાઉડર અને લીમડાના પાનનો લેપ પણ લગાવી શકો છો. આ તમામ ઉપાયો તમને ફાયદા પહોંચાડશે.
👉 નાળિયેર તેલ :- નાળિયેરનું તેલ ત્વચાને ફરી પછી વર્ણકતા પ્રદાન કરવામાં ઘણું ઉપયોગી છે. સાથે સ્કીન માટે બેસ્ટ છે. આ તેલમાં જીવાણું વિરોધી અને સંક્રમણ વિરોધી ગુણ પણ રહેલા છે. આના માટે બસ તમારે નાળિયેર તેલને પ્રભાવિત સ્કીન પર દિવસમાં 2-3 વાર હળવા હાથો વડે મસાજ કરો ફાયદો થશે.
👉 લાલ માટી :- આ લાલ માટીમાં પુષ્કળ પ્રમાણમાં તાંબુ રહેલુ જોવા મળે છે. જે મેલેનિનના નિર્મણ અને ત્વચાના રંગનું પુનઃનિર્માણ કરવામાં મદદ કરે છે. આ માટીને આદુના રસની સાથે મિક્સ કરીને પણ લગાવી શકાય.
👉 આદું :- રક્તસંચારને સારું બનાવવા અને મેલેનિનના નિર્માણમાં આદું ખૂબ જ લાભકારી બને છે. આદુંના રસને પાણીમાં મેળવીને પીવાથી જોઇતું પરિણામ મેળવી શકાય છે. માત્ર આદુના રસને પણ અસરગ્રસ્ત ત્વચા પર લગાવવાથી પણ ઘણો ફાયદો થાય છે.
👉 બાવચી બીજ :- આ રોગમાં બાવચી બીજ એક અસરકારક દવા માનવામાં આવે છે. 50 ગ્રામ બીજને 3 દિવસ સુધી પાણીમાં પલાળી રાખો. દરરોજ પાણીને બદલો ત્યાર બાદ બીજને વાટીને સૂકવી લો. સુકાય પછી તેને પીસી લો. આમ કરવાથી એક બારીક પાઉડર તૈયાર થશે. આ પાઉડરને તમે પાણીમાં પીસીને ડાઘ પર લગાવી શકો છો.
👉 સરસવ તેલ :- આ ઉપાય પણ ઘરે થાય તેવો જ છે. 8 લિટર પાણીમાં અડધો કિલો હળદર પાઉડર મિક્સ કરીને તેને ઉચી આંચ પર ઉકાળો, જ્યારે પાણી અડધું રહે ત્યારે તેને ઠંડુ કરો, હવે તેમાં 500 ગ્રામ સરસવનું તેલ નાખીને ફરી આચ પર ચડાવો. જ્યારે માત્ર તેલનું મિશ્રણ જ બાકી રહે ત્યારે તેને ગેસ પરથી ઉતારી લો. આ દવાને કાચની એક સાફ બોટલમાં ભરી લો. આ દવા તમારે દિવસમાં બે વાર સફેદ ડાઘ પર લગાવવાની છે. આશ્ચર્યજનક રીતે 4-5 મહિના સારવાર કરીને અનુકૂળ પરિણામ મેળવી શકાશે.
જો કોઢના ઘરેલુ ઈલાજ વિષેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.