👉આજકાલ સમયના અભાવના કારણે દરેક ગૃહિણી બજારમાં ખરીદેલી વસ્તુ ઘરે લાવીને ફ્રિઝમાં સ્ટોર કરતી હોય છે. દૂધ, દહીં, શાકભાજી, કઠોળ, ચીઝ, પનીર વગેરે જેવી વસ્તુ ફ્રિઝમાં રાખતી હોય છે. આટલી વસ્તુ દરેક મહિલા ફ્રિઝમાં રાખે તો બરાબર છે. પરંતુ અમુક સમયે કેટલીક મહિલાઓ રાંધેલો ખોરાક ફ્રિઝમાં રાખીને 2-3 દિવસ પછી તેનું સેવન કરતાં હોય છે.
👉જેના કારણે આપણું શરીર બીમારીઓનું ઘર બને છે. જે વાતથી આપણે અજાણ હોઇએ છીએ. કેટલાક કાચા શાકભાજી પણ આપણા રાંધેલા ખોરાકમાં બેક્ટેરિયા પેદા કરે છે. તેથી રાંધેલો ખોરાક ફ્રિઝમાં મૂકો ત્યારે બરાબર ઢાંકી અથવા કોઈ ઢાંકણવાળા ડબ્બામાં રાખીને મૂકવું જોઈએ. જેથી આપણા શરીર પર તેની અસર થાય નહીં. આજે તમને માહિતી આપીશું ફ્રિઝમાં રાખેલો ખોરાક કેટલા સમય સુધી ખાઈ શકાય અને ક્યાં સુધી તાજો રહે છે.
👉રોટલી આટલો સમય રહેશે તાજી– ઘણી મહિલા વધેલી રોટલી ફ્રિઝમાં મૂકી દેતી હોય છે. જેને પછી વઘારી અથવા તેલમાં તળીને ખાઈ શકાય. પરંતુ ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ રોટલી ફ્રિઝમાં રાખો ખુલ્લી મૂકવાને બદલે ડબ્બામાં ભરીને મૂકવી જોઈએ. તે સિવાય તેને થોડા થોડા સમયે ગરમ કરી પાછી મૂકવાથી બગડતી નથી. પણ આ રીતે રોટલીનું સેવન કરવાથી શરીરને હાનિ પહોંચે છે. તેનાથી ઘણી વખત પેટમાં દુખાવો પણ થતો હોય છે. એટલે બને ત્યાં સુધી રોજ ગરમ અને તાજી રોટલીનું સેવન કરવું.
🍎સમારીને રાખેલા ફળો- ઘણા લોકો ફળો કાપીને ફ્રિઝમાં મૂકી પછી ફરી ભૂખ લાગે ત્યારે ખાતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે જેટલા ફળો શરીર માટે ફાયદાકારક છે એટલા નુકસાનકારક સાબિત થઈ શકે છે. જ્યારે તમે વધારે સમય સમારેલા ફ્રૂટ્સ ફ્રિઝમાં રાખીને તેનું સેવન કરો છો તે શરીરને નુકસાન પહોંચાડે છે. પપૈયું વધુમાં વધુ ફ્રિઝમાં 6-7 કલાક સુધી સારું રહે છે. પછી વધુ સમય રાખી ન ખાવું જોઈએ.
🍎તેવી જ રીતે સફરજન આપણા શરીરને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે, પરંતુ જો લાંબા સમય સુધી ફ્રિઝમાં રાખી ખાવામાં આવે તો તેમાંથી કોઈપણ પ્રકારના વિટામિન્સ કે મિનરલ મળતાં હોતા નથી. કારણ કે વધારે સમય રાખવામાં આવે તો તે ખરાબ થવા લાગે છે અને તેમાં બેક્ટેરિયા ઉત્પન્ન થવા લાગે છે. જેનાથી તમે બીમાર પડી શકો છો.
🍲રાંધેલી દાળ- દરેક ગૃહિણીને આદત હોય છે કે દાળ-ભાત બનાવે ત્યારે થોડી પણ દાળ વધે તો તે ફ્રિઝમાં મૂકી બીજે દિવસે તેનું સેવન કરતી હોય છે. પરંતુ આ ભૂલ ન કરવી જોઈએ. કારણ કે દાળમાં જે પ્રોટીનની માત્રા હોય છે તે ખત્મ થવા લાગે છે. જો 3 દિવસ પછી તેનું સેવન કરવામાં આવે તો ગેસનો પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે બને તો દાળ તાજી જ ખાવી જોઈએ.
🍚ભાતને રાંધ્યા બાદ ફ્રિઝમાં મૂકતા પહેલાં- ઘણી વખત ઘરના સભ્યને ગણીને માપનો ભાત બનાવીએ, તેમ છતાં વધતો હોવાથી ફ્રિઝમાં મૂકી દેતાં હોઈએ છીએ. જેથી સાંજે કે બીજે દિવસે સવારે ફરીથી તેને ખાઈ શકાય. પરંતુ આ રાંધેલા ભાતને 2-3 દિવસની અંદર ખાઈ જવા જોઈએ.
🍚વધારે સમય રાખવામાં આવે તો પૌષ્ટિક તત્વો જે હોય છે તે ખત્મ થઈ જાય છે. જેની અસર આપણા પાચનતંત્ર પર પડે છે. અને જો તમે બીજા દિવસે ભાતનો ઉપયોગ કરો છો તો થોડા સમય પહેલા ફ્રિઝમાંથી બહાર કાઢી લેવા અને બરાબર ગરમ કરી ખાવા જોઈએ.
🍚આ રીતે ફ્રિઝમાં વધારે સમય ખોરાક રાખીને ખાવાથી આપણું શરીર ખરાબ થાય છે. ઘણી વખત વધારે પડતો ફ્રિઝમાં રાખેલો ખોરાક ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે અને આપણે વારંવાર બીમારનો શિકાર બનતા થઈ જઈએ છીએ. તે ઉપરાંત પાચનતંત્ર નબળું પડવા લાગે છે. એટલે બને તો રોજ તાજો રાંધેલો ખોરાક ખાવાની આદત પાડવી જોઈએ.
જો આ માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.