🥦શરીર સ્વસ્છ અને તંદુરસ્ત તથા નિરોગી રહે તે માટે આપણે રોજ લીલા શાકભાજી ખાવાનો આગ્રહ રાખીએ છીએ. જે ઘણા ખરાં અંશે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થતું હોય છે. પણ દરેક વ્યક્તિ જાણે છે કે ખેડુત શાકભાજીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતાં હોય છે. તેમાં ખાસ કરીને જે ફળો અને શાકભાજી સીઝન પહેલા આવી જતાં હોય છે. તેને દવા છાંટીને પકવવામાં આવતા હોય છે. તેથી બને તો સીઝનલ ફ્રુટ અને શાકભાજી જ ખાવા જોઈએ.
🥦આપણે જ્યારે પણ શાકભાજી ઘરે લાવીએ ત્યારે ખાલી પાણીમાં પલાળીને ધોઈ નાખતા હોઇએ છીએ. પરંતુ તમને આ વાતની જાણ થશે તો નવાઈ લાગશે કે ઘણા ખરાં શાક એવા હોય છે જેને 15 સેકંડ સુધી પણ પાણીમાં ધોવા છતાં તેમાંથી જંતુનાશક દવા દૂર થતી હોતી નથી. એક રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે. તો કેવી રીતે આ દવા દૂર કરવી તેની માહિતી આપીએ.
🥦અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે સીઝન હોય ત્યારે અને સીઝન વગર પણ ઘણાં શાક અને ફળો મળતા થઈ ગયા છે. જેને દવા નાખીને પકવામાં આવે છે. તેનું કારણ છે વધતી જતી વસ્તી. વસ્તીને પૂરતો ખોરાક મળી રહે તેના માટે દરેક વસ્તુ દવાનો છંટકાવ કરીને ઉગાડવામાં આવે છે. જે જંતુઓને તો દૂર કરે છે પણ વ્યક્તિના પેટમાં જઈ તેને નુકસાન પહોંચાડે છે.
🥦ઘણી વખત એટલી આડઅસર થાય છે કે માણસને હોર્મોનલ, સ્કીન પ્રોબ્લેમ, મગજ, કીડની, કેન્સર, ફેફસાં, હાર્ટ, ફુડ પોઈઝન વગેરે જેવી બીમારી થવા લાગે છે. તો આ દવાને કેવી રીતે સરળતાથી દૂર કરી શકાય તેની એક ટ્રિક છે તે જાણીએ.
🥦માર્કેટમાં દરેક વસ્તુ કેમિકલવાળી મળતી થઈ છે તેમાં ખાસ કરીને ફ્રુટ અને શાકભાજીના અલગ અલગ કેમિકલ છે. પહેલા Ripening agents, જેનાથી કેરી અને કેળા પકવામાં ઉપયોગમાં લેવાય છે. આ કેમિકલથી ફળ ઝડપથી પાકે છે અને સીઝન હોય તેના કરતાં પહેલા આ ફ્રૂટ લોકો સુધી પહોંચી જાય છે. આ ફ્રૂટ ખાતા પણ હોય છે.
🥦બીજું કેમિકલ Coating agents. આ કેમિકલ દ્વાક્ષ, સફરજન કે જે બીજા ફ્રૂટ હોય તેને વિદેશ મોકલવાના હોય તેના માટે ઉપયોગ કરવામાં આવે છે. કેમ કે જે પણ ફળ હોય તેને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે તો તે તાજાને તાજા લાગે.
🥦ત્રીજું કેમિકલ Pesticide. આ બહુ ખતરનાક છે. આ કેમિકલનો બે રીત ઉપયોગ થાય છે. એક વૃક્ષના નીચે નાખવું. જેથી જે પણ વૃક્ષના પાન, ફળ, જડ-મૂળ હોય તેમાં સારી રીતે પહોંચી જાય. અને બીજી રીત છે ફળ કે શાકભાજી હોય તેની પર દવાનો છંટકાવ કરવો.
🥦એટલા માટે જ ઘણા કહેતા હોય છે કે ક્યારેય સીઝન પહેલા અને પછી મળતાં શાકભાજી કે ફળ ન ખાવા જોઈએ. બને તો વિદેશથી આવતા ફ્રુટ પણ ન ખાવા જોઈએ. દેશી વસ્તુની માંગ વધે તેવો આગ્રહ રાખવો જોઈએ.
🥦કેવી રીતે દૂર કરશો દવા- તો ઘરે લાવીને જે પણ શાકભાજી હોય તેને એક વાસણમાં કાઢી લો. તેમાં પાણી રેડો. પછી તેમાં એક ચમચી જેટલો બેકિંગ સોડા નાખવો. હવે તેને 20 મિનિટ સુધી એમ જ રહેવા દો. પછી તેને સારી રીતે ધોઈ કપડાં વડે કોરા કરી દો. આ રીતે કરવાથી 99% દવા દૂર થઈ જશે.
🥦તે સિવાય બીજો ઉપાય છે જેમાં pesticideને દૂર કરવું હોય તો કોબીજ અને ડુંગળીના ઉપરના પડને કાઢી પછી તેમાં બેકિંગ સોડા નાખી પાણીમાં રાખી મૂકો. અથવા જો ફળ છોલ કાઢીને ખાવાના હોવ તો છાલને દૂર કરી તે બેકિંગ સોડામાં નાખો પછી સમારી ખાવા જોઈએ.
🥦 તમને કેરી ઘણી વખત સીઝન પહેલાં બજારમાં જોવા મળતી હોય છે. તો તેમાં વધારે pesticide નાખી પકવામાં આવતી હોય છે. તેથી સીઝન શરૂ થાય તે પહેલાં ન ખાવી જોઈએ. બીજું કે કેળાં આજકાલ ઘણા લોકો રોજ ખાતા હોય છે અને બજારમાં તેની માંગ પૂરી કરવા માટે તેની પર pesticide છાંટવામાં આવતું હોય છે. તેથી કેળાં બને તો ઓછા ખાવા. જો ઓર્ગેનિક કેળાં મળે તો તેનું સેવન કરવું જોઈએ તે દેખાવે લીલા રંગના હોય છે પણ તેમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી.
🥦બટાકા, મેથી, પાલક, શક્કરીયા, ડુંગળીમાં pesticide નો ઓછો ઉપયોગ કરવામાં આવે છે કેમ કે તે જમીનમાં ઉગે છે. તેથી બને તો ઓર્ગેનિક શાકભાજી અને ફળનું સેવન કરવું જોઈએ. જેથી આપણું શરીર સ્વસ્થ રહે. સાથે સીઝન વગરના ફળ કે શાકભાજી બજારમાં મળતાં હોય, પરંતુ ઘરમાં ક્યારે ન લાવવા જોઈએ. સીઝનમાં પણ જો કોઈ ફળ છાલ વગર ખાવું હોય તો તેને બેકિંગ સોડામાં નાખી, શાકભાજીની જેમ સાફ કરી ખાવું જોઈએ. જેથી તમારા શરીરને નુકસાન પહોંચાડી ન શકે.
જો આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.