🧃એવો સમય આવી ગયો છે કે લોકો પોતાના શરીરનું ધ્યાન નથી રાખી શકતાં. જીમમાં જવાનો, કસરત કરવાનો, વોકિંગ કરવાનો સમય ન હોવાના કારણે બજારમાં મળતી વસ્તુ જેમાં હેલ્ધીનું લેબલ લાગેલું હોય છે. તેવી વસ્તુનું સેવન કરીને ફિટ રહેવાનો પ્રયત્ન કરતાં હોય છે.
🧃હવે જે પણ અનર્જી કે હેલ્ધી ડ્રિંક બજારમાં મળતાં હોય છે, તે હકીકતમાં હેલ્ધી કે એનર્જી મળે તેવા હોય છે ખરાં…! આ ડ્રિંક લોકો ફિટ રહેવા માટે પીતાં હોય છે. પરંતુ તેની હકીકત કંઈક અલગ જ છે. તેમાં સુગર અને કેફિન જેવા તત્વોનું પ્રમાણ વધારે હોય છે. જેનાથી આપણા શરીરને નુકસાન પહોંચે છે.
🧃આ બનાવવા માટે કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેનાથી આપણો જીવ જોખમમાં મુકાય શકે છે. એવી જ એક સત્ય ઘટના વિશે આજે તમને જણાવશું જે સાંભળીને તમને નવાઈ લાગશે.
🧃-એનર્જી ડ્રિંક ખરીદો ત્યારે તેની પર લાગેલું લેબલ અચૂક વાંચવું જોઈએ. તેમાં પણ જે લોકો ખાસ આવા પદાર્થોનું સેવન કરતાં હોય તેમણે તો ખાસ કરીને સાવધાની રાખવી જોઈએ.
🧃આજે તમને એવા વ્યક્તિની વાત જણાવી રહ્યા છીએ, જે એનર્જી ડ્રિંક પીવાનો શોખીન હતા. પરંતુ તેમની સાથે એવું બન્યું કે કોઈ દુશ્મન પણ આ ડ્રિંક પીતું હોય તો તમે ના પાડી દેશો.
🧃-એક શિક્ષક હતો તેનું નામ ડેન રોયલ્સ છે. એક દિવસ તેની જીભ અચાનક ગળવા લાગી હતી. તેને નવાઈ લાગી તે ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરે ચેકઅપ કરી કહ્યું કે વધારે પડતાં કેફિનના સેવનની આ અસર થઈ છે. એકલી જીભ જ નહીં તેના દાંત પણ સાથે સાથે ખરાબ થવા લાગ્યા હતા.
🧃-તે દિવસના 4-5 કેન એનર્જી ડ્રિંક પી જતો હતો. સાથે ધૂમ્રપાન તો કરતો જ હતો. તમે વિચારો કે આ ડ્રિંક જીભ અને દાંતને બહુ ખરાબ રીતે નુકસાન પહોંચાડી શકે છે. જે શરીરના બે મજબૂત અંગો છે. તો અંદર શરીરને કેટલું ખરાબ કર્યું હશે.
🧃ડેને તેની જીભનો ફોટો ફેસબુક પર મુક્યો અને પોસ્ટ લખી. જે આખા વિશ્વમાં વાયરલ થઈ ગઈ. તે બીજાને સમજાવે છે કે બજારમાં મળતાં કેફિન પદાર્થોનું સેવન ન કરવું જોઈએ.
🧃-બીજો વ્યક્તિ પણ આ રીતે જ કેફિન પદાર્થોનું સેવન કરતો હતો, તેણે તો પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. આ વ્યક્તિનું નામ છે ડીન વેરેન એક પ્રોફેશનલ બોડી બિલ્ડર હતો. તેને વધારે ફાસ્ટફૂડ ખાવાની આદત હતી. અને આ ટેવના કારણે જ તે મૃત્યુ પામ્યો તેવું માનતો હતો. પણ સચ્ચાઈ કંઈક અલગ હતી.
🧃-ડિન એક કલાકમાં બે કેન એનર્જી ડ્રિંક પીતો હતો. અને તેના કારણે જ જીવ ગયો છે. ડિન રેગ્યુલર જિમ કરતો હતો. સાથે આ પદાર્થનું પણ સેવન કરતો હતો. જે તેના માટે સારું હતું, થોડા સમય બાદ તેના શરીરમાં કેટલાક પ્રકારના લક્ષણો જોવા મળ્યા હતા. અને તે હતા કેન્સરના.
🧃આ વસ્તુની જાણ થતાં કેફિન પદાર્થનું સેવન બંધ કરી દીધું. તે પહેલા જેવો સાજો થઈ ગયો હતો. પરંતુ તે જેવો સાજો થઈ ગયો કે ફરી એનર્જી ડ્રિંક લેવાનું શરૂ કરી દીધું હતું.
🧃-તો ફરી તેના શરીરમાં ડ્રિંકના કારણે કેન્સરના જીવાણું જન્મવા લાગ્યા અને તે આખરે મૃત્યુ પામ્યો. કહેવાય છે ને ભગવાન પણ એક જ તક આપે છે. એવી જ રીતે જો તેણે ફરી શરૂ ન કર્યું હોત તો જીવતો હોત. આજકાલ ઘણા યુવાનો એનર્જી ડ્રિંકનું સેવન કરતાં થઈ ગયા છે. તો આ લેખ વાંચીને તમારે ન પીવું જોઈએ.
જો આવી જાણવા જેવી આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.