🔥 ઘણી વખત એવું બને છે કે આપણે વિચાર્યું પણ ના હોય તેવી મુસીબત એમ અચાનક જ આવી પડે છે. તો એવું ના બને તે માટે આપણે જો થોડું અગાઉ જ ધ્યાન આપીએ તો આવનારી મુશ્કેલીમાંથી બચી શકાય છે. તો આજે અમે તમારા માટે એવી જ એક જાણવા જેવી વાત લઈને આવ્યા છીએ. તો આ આર્ટીકલને ખૂબ જ ધ્યાનથી વાંચો અને આવનારી કોઈ આકસ્મિક ઘટનાથી બચો.
🔥 હિન્દુ ધર્મ અનુસાર અગ્નિ દેવનું પાંચ તત્વોમાં સ્થાન ધરાવે છે એ એક દેવ જ છે. શાસ્ત્રો અનુસાર અગ્નિદેવ કોઈ પણ પૂજા વિધિમાં હોય તો જ તે કાર્ય સંપન્ન થાય છે. આટલી બાબતો આપણે જાણીએ જ છીએ તો એ વાતને પણ જાણવી એટલી જ જરૂરી છે, કે આપણા ઘર્મમાં રસોઈ ઘરમાં ગેસ કયા સ્થાન પર હોવો જોઈએ.
🔥 દોસ્તો, આ વાતને આપણે જાણવી જ જોઈએ કે જો વહેલી સવારે તમારા ઘરે કોઈ ગેસનું સિલિન્ડર લેવા માટે આવે તો એ સમયે તમારે તેને ગેસની બોટલ ના આપવી જોઈએ.
🔥 તમે જો ગેસનું સિલિન્ડર આપો છો તો તમારા જીવનમાં ધીરે ધીરે મુસીબતોનું આવવાનું શરૂ થવા લાગે છે માટે જો તમારે સિલિન્ડર આપવો જ પડે તેમ હોય તો સવારનો નાસ્તો અને ચા-પાણી બની જાય પછી આપો તો તેનો કોઈ જ બાદ નથી. ગેસની બોટલ જ અગ્નિ છે તો સવાર-સવારમાં આપણા ઘરનો અગ્નિ ક્યારેય બીજાને ના આપવો.
🔥 આપણા કિચનમાં જો ગેસ અંધકારમાં રહેતો હોય તો આવા સમયે તમારા ઘરમાં કોઈ વયોવૃદ્ધ બીમાર હોય તો તેની સાથી કોઈ અઘટિત પણ બની શકે છે. માટે રસોઈ ઘરમાં તો ચૂલો પ્રકાશિત એવી જગ્યા પર જ હોવો જોઈએ.
🔥 ગેસ પર ભૂલથી પણ ક્યારેય ખાલી વાસણ ના મૂકવા જોઈએ. જો તમે એવી ભૂલ કરશો તો એ વાતની તમારે ખૂબ જ મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. જો તમે ખાલી વાસણ ગેસ પર રાખવાની ભૂલ કરશો તો ઘરમાં દરિદ્રતા પણ આવી શકે છે. ઘરમાં સમૃદ્ધિ રાખવા માટે ગેસ પર કઈક ભરેલું જ વાસણ મુકાવું જોઈએ.
🔥 જો તમારા ઘરે દેશી ચૂલો વપરાય છે, તો ખાસ ધ્યાન રાખો કે એના પર ક્યારેય કોઈ ગંદુ પાણી કે કોઈ ગંદી ચીઝ તેના પર ના પડે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો ચૂલા પર કોઈ એવી વસ્તુ પડે તો અગ્નિદેવ તમારાથી નારાજ થઈ શકે છે.
🔥 આપણા ઘરે જો કોઈ હોમ-હવન કરાયો છે તો એની જે રાખ વધી છે તેને ગમે ત્યાં ના ફેકતા. બધી જ એકત્ર કરીને તેને કોઈ નદીના વહેતા જળમાં પધરાવવી જોઈએ. આવી રીતે અગ્નિદેવનું સન્માન કરવું જોઈએ.
જો આ ગેસના સિલિન્ડર વિષેની માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.