હાલના સમયમાં કોઈની પાસે સમય હોતો નથી. એ દરેક વાત મોટાભાગના લોકો જાણતાં જ હોય છે. તેમાં જે મહિલા જોબ કરતી હોય તેની પાસે તો વધારાનો સમય મળવો મુશ્કેલ બની જતો હોય છે. તેને જ્યારે પણ સમય મળે વસ્તુઓની ખરીદી કરીને ફ્રિઝમાં સ્ટોર કરી દેતી હોય છે. આજકાલ દરેક ઘરમાં ફ્રિઝ પણ એટલા મોટા થઈ ગયા છે કે નાનામાં નાની વસ્તુ પણ ગૃહિણી ફ્રિઝમાં રાખે છે.
પરંતુ તમને જાણ નહીં હોય કેટલીક વસ્તુ જો ફ્રિઝમાં રાખવામાં આવે તો તેનાથી કેન્સર, હાડકાં નબળાં પડવા, શરીરમાં પોષક તત્વોની ઉણપ વગેરે જેવી બીમારી થવાનું જોખમ વધી જતું હોય છે. ઘરેલુ મહિલાઓએ એવી કેટલીક વસ્તુનું લિસ્ટ છે જેને ફ્રિઝમાં સ્ટોર ન કરવી જોઈએ. સમય પહેલાં જ તેનો નિકાલ લાવી દેવો જોઈએ. તે લિસ્ટ પર કરીએ નજર.
સફરજન કે અન્ય ફળો- બજારમાંથી લાવીને મોટાભાગના લોકો ફ્રૂટ્સ ફ્રિઝમાં મૂકી દેતા હોય છે. તેવી ભૂલ ન કરવી જોઈએ. અને જો રાખવા જ હોય તો પેપરમાં વીંટાળીને મૂકવા જોઈએ. જેથી તે જલદી ખરાબ ન થાય. તેમાં પણ શિયાળાની સીઝનમાં જે જગ્યા પર શાકભાજી સ્ટોર કરતાં હોઈએ તે બોક્સમાં સફરજન કે બી વાળા ફળો સ્ટોર કરવાથી જલદી બગડશે નહીં.
કેળાં- આજકાલ કેળાંને પણ ફ્રિઝમાં સ્ટોર કરવામાં આવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે કેળામાં ડંઠલ ઈથાલીયન નામનો ગેસ હોય છે. જેનાથી ફળો પાકી જાય છે. જો તમે કેળાં કોઈ પણ ફળ સાથે મૂકશો તો તે ફળ ઝડપથી પાકવા લાગશે અને કેળા કાળાં પડી જશે. જો તમારે કેળાં લાંબો સમય સ્ટોર રાખવા હોય તો ડંઠલને પ્લાસ્ટિકથી વ્રેપ કરીને રાખો.
કેચઅપ- દરેક વ્યક્તિ સોસની બોટલ ફ્રિઝમાં રાખતા હોય છે. તેમાં પણ આજકાલ સોયા સોસ, ચિલી સોસ, માયોનીઝ વગેરે જેવા સોસ ફ્રિઝમાં રાખી દેતા હોય છે. તેનાથી તેનો ટેસ્ટ બગડે છે અને ખરાબ થઈ જાય છે. બહાર રાખવાથી તે બગડતો નથી અને તેનો ટેસ્ટ પણ જળવાય રહે છે. સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચે.
બટાકા- કેટલીક ગૃહિણી સમારેલું અડધું બટાકું ફ્રિઝમાં રાખે છે. તો તેવી ભૂલ કરતાં પહેલાં જાણી લોકો બટાકામાં સ્ટાર્ચ હોય છે. જે ફ્રિઝમાં રાખવામાં આવે તો સુગરમાં ફેરવાય જાય છે. સાથે તેનો સ્વાદ પણ બગડે છે. તે શરીર માટે હાનિકારક સાબિત થાય છે. તેમાંથી બટાકામાં કેટલાક ન્યુટ્રીન્સ હોય છે. જે ઠંડકમાં નષ્ટ થઈ જાય છે. તેથી ઘરમાં ઠંડક હોય તે જગ્યા પર મૂકી દેવા જોઇએ.
ટામેટાં- દરેક ગૃહિણી ટામેટાં તો ફ્રિઝમાં મૂકતી હોય છે. પણ તમને જણાવી દઈએ કે ટામેટાંમાંથી આપણને ઘણા વિટામિન્સ અને ન્યુટ્રિન્સ મળતાં હોય છે. જેને ફ્રિઝમાં રાખવાથી ખતમ થઈ જાય છે. તેને ખાવાથી પણ આપણને કોઈ ગુણ મળતો હોતો નથી. તેથી તાજાં ખાવા સારા રહેતાં હોય છે.
બ્રેડ- આજકાલ નાનાથી માંડીને મોટા સુધી બધાને પિત્ઝા, સેન્ડવીચ, દાબેલી, બર્ગર જેવી વસ્તુ ખાવાનું વધારે પસંદ હોય છે. તેમાં કેટલાક આ વસ્તુ ઘરે પણ બનાવતાં હોય છે. પણ વસ્તુ બનાવ્યા બાદ વધેલા બ્રેડ ફ્રિઝમાં મૂકવાની ભૂલ ન કરવી. કેમ કે તેનાથી બ્રેડ બગડી જશે અને સૂકાય પણ જશે. તે સિવય ઘરમાં લાવેલા બ્રેડ 2 દિવસમાં વાપરી લેવા જોઈએ. જેથી તમારા સ્વાસ્થ્યને નુકસાન ન થાય.
લીંબુ- દરેક વ્યક્તિ લીંબુને ફ્રિઝમાં રાખતી હોય છે. પરંતુ તેને લાંબો સમય ફ્રિઝમાં રાખવામાં આવે તો તેની છાલ પર દાગ પડવા લાગશે અને તેનો રસ સૂકાય જતો હોય છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે તેની છાલ કાળી પડી જતાં તેનો રસ કડવો પણ થઈ જાય છે. તો તેમાં રહેલું સીટ્રીક એસિડ જળવાય રહે તેના માટે બહારના વાતાવરણમાં રાખવા. જો વધારે લીંબુ સ્ટોર કરવા હોય તો એક ટાઈટ ડબ્બામાં પેપરમાં વીંટાળી રાખવા જોઈએ.
કાકડી, તરબૂચ- કાકડી, બીટ, તરબૂચ, ટેટી વગેરે જેવી સલાડમાં ખાવામાં આવતી વસ્તુને ક્યારેય ફ્રિઝમાં ન રાખવી જોઈએ. કેમ કે તેમા એન્ટી ઓક્સીડન્ટનું પ્રમાણ વધારે હોય છે. અને તેને લાંબો સમય ફ્રિઝમાં રાખવામાં આવે તો નષ્ટ પામે છે. માટે સલાડમાં તમારે ઠંડા જોઈતા હોય તો કલાક કે અડધો કલાક પહેલાં ફ્રિઝમાં મૂકી ખાવા જોઈએ.
જો ફ્રિજ વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.