આ દુનિયામાં કાંઈપણ કાયમ સાથે રહેતું નથી. અને રહેવાનું પણ નથી. વહેલા કે મોડા સમય આવે ત્યારે દરેક વસ્તુનો અંત આવી જ જતો હોય છે. મનુષ્યનું પણ એવું જ છે. મનુષ્યજીવન પણ તેમાં અપવાદ રૂપ નથી. જે પણ વ્યક્તિએ તેના સ્વજનો ગુમાવ્યા છે તેમને જ સાચું દર્દ ખબર હોય છે.
આપણી આસપાસ એવા ઘણા લોકો હશે કે આપણા સાથે પણ આ રીતની ઘટના ઘટી હશે. આપણા દાદા-દાદી, મમ્મી-પપ્પા, કાકા-કાકી, ભાઈ-બહેન કે નજીકનો મિત્ર કોઈ કારણસર મૃત્યુ પામ્યા હોય એવું બન્યું હશે. તે સમયે આપણને પારાવાર દુખ થતું હોય છે. જેને કલ્પી પણ નથી શકાતું.
પરંતુ શું તમે જાણો છો કે જે સ્વજનનું મૃત્યુ થાય તે પછી તેની ઘરમાં રહેલી વસ્તુનું મોટાભાગના લોકો શું કરતાં હોય છે. અથવા શું કરવું જોઈએ. તેની પાછળ પણ કેટલા તર્ક રહેલા છે. ધર્મ અને કર્મમાં જણાવ્યું છે. તે પ્રમાણે તમારી સમક્ષ માહિતી પ્રસ્તુત કરીએ છીએ.
-આપણે ઘણી વખત મૃત્યુ પામેલા લોકોની જે કોઈ ચીજવસ્તુ ઘરમાં પડી હોય તેને આપણી પાસે રહેવા દઈએ છીએ. તેનાથી તમને ખ્યાલ નહીં હોય, પરંતુ માનસિક રીતે નબળાઈ લાવી શકે છે. કેમ કે તે સ્વજનની વસ્તુ જોઈ તમને તેના જ વિચારો આવતા રહેશે, તેને ભૂલી નહીં શકો. કેટલીક વાર તમને આ કારણે ઘણી મુશ્કેલીનો પણ સામનો કરવો પડતો હોય છે. તો જ્યોતિષ શાસ્ત્રો અનુસાર કહેવાય છે કે મૃત્યુ પામેલ વ્યક્તિની કોઈ પણ ચીજવસ્તુ પાસે રાખવી જોઈએ નહીં.
-મૃત્યુ પામ્યા બાદ વ્યક્તિ કોઈ બીજા શરીરમાં પ્રવેશ કરે છે. એટલે કે બીજી યોનિમાં પ્રવેશ થતો હોય છે. તેમની આત્મા બીજે ક્યાંય ભટકતી હોતી નથી. પરંતુ જો તેમના કપડાં અને બીજી કોઈ પણ વસ્તુ તમારી પાસે રાખશો તો આત્મા તેમાં રોકાય રહેતી હોય છે. મતલબ કે, ઘણી વાર તમે સાંભળ્યું હશે કે, કોઈ આત્મા કોઈ વસ્તુ પાછળ આસક્ત હોય છે. ભલે દરેક વખતે આવું નથી બનતું પણ ક્યારેક બનતું હોય છે. તો તેના માટે તમારે કોઈપણ વસ્તુ પોતાની પાસે ન રાખતા દાનમાં આપી દેવી જોઈએ.
-ઘણી વખત એવું પણ બનતું હોય છે કે કોઈ મહિલા સ્વજન મૃત્યુ પામે તો તેમની ડ્રેસ, સાડી કે કોઈ પણ કપડાં હોય તે તિજોરીમાં સાચવીને રાખી મૂકતા હોય છે. અને ઘરની જ વ્યક્તિ પહેરતી હોય છે. પરંતુ તેવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. તેમના કપડાં કોઈપણ ગરીબ વ્યક્તિને દાનમાં આપી દેવા જોઈએ. જેથી તે ખુશી ખુશી પહેરી શકે અને આપણા સ્વજનને પણ આત્માથી છુટકારો મળે.
-મહિલા સ્વજનની જેમ પુરુષો પણ આ રીતે કરતા હોય છે તો તમારે તે કપડાંનું પણ કોઈ વાર આંગણે આવેલા વ્યક્તિને પ્રેમથી આપી દેવા જોઈએ. સાથે થોડું અનાજ પણ આપવું. જેથી તમારા મનમાં કોઈ પણ પ્રકારનો સંકોચ હોય તો તે દૂર થઈ જાય છે.
-આપણા સ્વજનની આવી ઘણી વસ્તુ હોય છે. જેમની સાથે યાદો જોડાયેલી હોય છે. જેમ કે તે સૂતા હોય તે ખાટલો વારંવાર આપણને તે વ્યક્તિની યાદ અપાવતો હોય છે. તો તમારે તે વસ્તુને આસપાસ ગરીબ દેખાય તેને દાનમાં આપી દેવી જોઈએ. જેથી તમારી નજરથી દૂર જાય અને તમે વારંવાર જોઈ દુખી પણ ન થાવ.
-જે લોકો જોઈન્ટ પરિવારમાં રહેતા હોય તેમાં અમુક લોકોની જમવાની જગ્યા ફિક્સ હોય છે. તો મૃત્યુ પામેલ વ્યક્તિની જગ્યા પણ ફ્કિસ હોય તો તમારે પોતે તે જગ્યા પર બેસી જવું જોઈએ. અને ખુશી ખુશી બોલવું કે બા કે દાદા અહીં બેસતા હતા ચાલો આજથી આપણે બેસીશું. પરંતુ તમારે બેસતી વખતે કોઈપણ પ્રકારનો વહેમ મનમાં ન રાખવો. આપણા સ્વજનો હંમેશાં આપણું સારું ઇચ્છતા હોય છે. ક્યારેય ખોટું ઈચ્છતા નથી.
-મૃતકની શાંતિ માટે પૂજા-પાઠ કરાવો ત્યારે ગરીબને પણ જોડી કપડાં આપવા જોઈએ. જેથી તેમની આત્મા ભટકે નહીં અને મુક્તિ મળે. આ રીતે આપણા ઘરમાં પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેમની ચીજ વસ્તુને થોડા દિવસમાં દાનમાં આપી દેવી જોઈએ. વધારે સમય ઘરમાં ન રાખવી જોઈએ.
ઉપર જણાવેલી તમામ માહિતી ઈન્ટરનેટ અનુસાર છે. કોઈ ધર્મને વધુ સારો છે અથવા કોઈ ધર્મ ખરાબ છે તેવું કહેવાની અમારી ભાવના નથી. કેમ કે, દરેક ધર્મની મૃત્યુ પછીની અલગ અલગ માન્યતા છે. જો તમને આ વાત જો તમને યોગ્ય લાગે તો અનુસરી શકો છો અથવા તમારો મત અમારી વાત સાથે અસહમત પણ હોઈ શકે છે.
આશા છે કે, આ માહિતી તમને જરૂર ગમી હશે – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.