💁આપણી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. આ સંસ્કૃતિમાં ઘણી એવી વાતો છે કે જે આપણે સ્વીકારવી જ જોઈએ. કેમ કે તેનો સીધો જ સંબંધ આપણા ધર્મોની સાથે હોય છે. આપણી સંસ્કૃતિમાં ધર્મનું સ્થાન ઘણું ઊચું છે. તે અનુસાર આજે આપણે આ આર્ટિકલમાં વાત કરવા જય રહ્યા છીએ કે એવા પાંચ સ્થળો છે કે જ્યાં બુટ -ચપ્પલ પહેરીને ભૂલથી પણ ના થવું જોઈએ. પરંતુ આજે મોટા ભાગની મહિલાઓ એ ભૂલ કરી રહી છે. તો ચાલો જોઈએ કે તે સ્થળો કયા છે.
💁આપણા શાસ્ત્રોમાં અમુક સ્થળોને ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ જો આપણે તે સ્થળે બુટ-ચપ્પલ પહેરીને જઈએ તો તે આપણી ખૂબ જ મોટી અને ગંભીર ભૂલ કહી શકાય. જો આપણાથી એ ભૂલ થઈ છે તો તેનું ઘણું મોટું પરિણામ આપણે ભોગવવું પડી શકે છે. અમે તમને આજના આર્ટિકલમાં એ પાંચ જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સ્થળે આપણાથી ક્યારેય ભૂલથી પણ બુટ- ચપ્પલ પહેરીને ના જવું જોઈએ.
💁મંદિર પાસે : મંદિર એટલે કે ઈશ્વરનું ઘર. હિન્દુ ધર્મમાં સૌથી વિશેષ પવિત્ર જો કોઈ સ્થળ હોય તો તે છે મંદિર. આપણે સૌ સપનામાં પણ આ મંદિરના વિશે કોઈ ગેર વિચાર ના લાવી શકીએ. તો આ એક એવી જગ્યા છે કે ત્યાં ભૂલથી પણ બુટ-ચપ્પલ ના પહેરવા જોઈએ. અહી આપણે માત્ર કોઈ મોટા મંદિરની જ વાત નથી કરી રહ્યા પરંતુ આપણા પોતાના ઘરમાં જે નાનકડું આપણું પોતાનું મંદિર છે તેની પણ વાત છે. કે તેની નજીક પણ બુટ-ચપ્પલ ના લઈ જવા જોઈએ.
💁રસોઈ ઘર : જે રસોડામાં અન્ન અને અગ્નિ એક સાથે વાસ કરે છે તે સ્થળ એટલું પવિત્ર છે કે ત્યાં ક્યારેય બુટ-ચપ્પલ પહેરીને જવું ના જોઈએ. હિન્દુ ધર્મમાં અગ્નિ અને અન્ન બંનેને દેવ તુલ્ય ગણવામાં આવે છે. પહેલાના સમયમાં તો આપણી માતાઓ સવારે સ્નાન કરીને જ ચૂલાને સ્પર્શ કરતી હતી. પરંતુ આજે ઘણું ખરું વેસ્ટર્ન કલ્ચર આપણામાં પ્રવેશી ચૂક્યું છે. મહિલાઓ પોતાના કિચનમાં ચપ્પલ પહેરીને રસોઈ બનાવતી જોવા મળે છે. તો બહેનોને ખાસ સૂચન કરીએ કે તે આવી ભૂલ ના કરે.
💁રસોઈનો ભંડાર ઘર : ભંડાર ઘર એટલે કે સ્ટોરરૂમ. જે સ્થાને આપણે આપણા રસોઈ ઘરની તમામ સામગ્રી રાખીએ છીએ તે એક એવી પવિત્ર જગ્યા છે કે ત્યાં પણ બુટ-ચપ્પલ પહેરીને જો જવામાં આવે તો અન્નદેવનું અપમાન કર્યા તુલ્ય ભૂલ કરી કહેવાય. તેથી ભંડાર ઘરમાં પણ ક્યારેય ચપ્પલ પહેરીને જવું ના જોઈએ.
💁તિજોરીની પાસે : દોસ્તો, આપણી તિજોરીમાં આપણે દાગીના અને રોકડ રાખીએ છીએ. અને તે જ માતા લક્ષ્મીનું સાક્ષાત સ્વરૂપ છે. જે સ્થાને માતા લક્ષ્મી રહે છે તે પણ મંદિર સમાન જ છે તો તેની નજીક ક્યારેય પણ ચપ્પલ ના મૂકવા જોઈએ. તિજોરીમાંથી પૈસા લેતા કે મુક્તા સમયે પગમાં ચપ્પલ ના પહેરવા તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નહીં તો માતા લક્ષ્મી આપણાથી નારાજ થઈ શકે છે. તો માતા લક્ષ્મીને રાજી રાખવા એટલું ખાસ ધ્યાન રાખવું.
💁પવિત્ર નદીઓ : દોસ્તો, ભારત દેશમાં એવી ઘણી નદીઓ વહે છે જે સાક્ષાત દેવી છે તેમાં સ્નાન કરવાથી આપણા તમામ પાપ દૂર થાય છે. જ્યારે પણ તમે આવી કોઈ નદીઓમાં સ્નાન કરવા જાઓ તો ખાસ યાદ રાખો કે તમારા બુટ-ચપ્પલ કિનારાથી દૂર રાખો સાથે જો તમારી પાસે ચર્મની કોઈ બનાવટ હોય જેવી કે પર્સ, વોલેટ તો તેને પણ આ પવિત્ર નદીના પ્રવાહથી દૂર જ રાખો. નદીની પવિત્રતાને જાળવો.
જો આ બુટ- ચંપલ કઈ જગ્યાએ ન પહેરવા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.