🧦હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે અને લોકો ઠંડીથી બચવા માટે અનેક ઉપાય કરે છે. અનેક પ્રકારના ગરમ કપડાં તેઓ પહેરી ઠંડીથી બચે છે. તેમાં ઘણી વાર તેનાથી કોઈ એવી પણ ભૂલ થાય છે કે જે બીમારીનું કારણ પણ બની શકે છે. તો આજે અમે તમને ગરમ મોજા રાત્રે પહેરવાથી જે નુકશાન થાય છે તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
🧦શિયાળામાં મોટા ભાગે મહિલાઓ રાત્રિના સમયે પગમાં મોજા પહેરવાનું પસંદ કરે છે કેમ કે તેનાથી તે ઠંડી સામે રક્ષણ મેળવી શકે છે તેમજ જો પગમાં ચીરા પડતાં હોય તો પણ તે રાતના મોજા પહેરે છે આ તો થાય તેના ફાયદા પરંતુ સામે તેના કેટલાક નુકશાન પણ છે. તે નુકશાન ઘણા જ ગંભીર છે.
🧦રાતના સમયે જો ગરમ મોજા પહેરીને સુવામાં આવે તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. જો રાતના મોજા પહેરવામાં આવે તો બ્લડના સર્ક્યુલેશનમાં તકલીફ ઊભી કરી શકે છે. જેના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ ઊભી થાય છે. રાતના મોજા પહેરવા આપણી હેલ્થ માટે બિલકુલ યોગ્ય નથી.
🧦સ્કિનની બીમારી : જે લોકોને દિવસ દરમ્યાન મોજા પહેરવા પડતાં હોય તો તેઓના પગને બહારની ખૂલી હવા મળતી નથી. મોજા પહેરવાથી પગમાં પસીનો, ધૂળ, માટી વગેરે મોજામાં લાગે છે આવામાં જો રાતમાં પણ તે વ્યક્તિ મોજા પહેરીને જ સુવે તો તેના પગમાં તકલીફ થવાનો પૂરો ખતરો વધે છે.
🧦બ્લડ સર્ક્યુલેશનમાં તકલીફ : જે લોકો રાત્રિના ટાઈટ મોજા પહેરીને સુવાનું રાખે છે તેઓને પોતાની બોડીમાં બ્લડ સર્ક્યુલેશન થવામાં તકલીફ થવા લાગે છે. બને ત્યાં સુધી રાતના સૂતા વખતે આપણે એકદમ લુઝ કપડાં પહેરવા જોઈએ એવામાં જો આપણે પગમાં પણ ટાઈટ મોજા પહેરીએ એ આપણી હેલ્થ માટે બરાબર નથી.
🧦શરીરનું તાપમાન વધી શકે છે : જો આપણે રાતના મોજા પહેરીને સૂઈએ તો તેનાથી શરીરનું તાપમાન વધી શકે છે. મોજામાંથી એર પસાર ના થવાના કારણે ઓવર હીટિંગ થવાના કારણે ધણી વખત એકાએક જ બેચેની જેવી તકલીફ પણ થવા લાગે છે.
🧦હાર્ટ પર પણ થઈ શકે છે તેની અસર : રાત્રિના જે લોકોને ટાઈટ મોજા પહેરીને સુવાની આદત છે તેઓને હાર્ટની તકલીફ થવાની પૂરી સંભાવના રહે છે કેમ કે ટાઈટ મોજા પહેરવાથી હાર્ટ સુધી બ્લડને પહોંચવામાં ઘણી જ તકલીફ પડે છે. અને તેનાથી સ્વાસની પણ તકલીફ ઊભી થઈ શકે છે.
🧦ઊંઘમાં પણ તકલીફ ઊભી થઈ શકે : ખૂબ જ ટાઈટ મોજા પહેરવાના કારણે આપણે જે સારી એવી ઊંઘ લેતા હોઈએ તેમાં ખલેલ પહોંચે છે. અને રાત્રિના મોજાના કારણે આપણી ઊંઘ બરાબર થતી નથી. જે આપણી હેલ્થ માટે જરા પણ યોગ્ય નથી.
🧦જો તમે રાત્રે ગરમ મોજા પહેરીને સૂતા હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું : જો તમને રાત્રિના મોજા પહેરવાની આદત જ છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખો. મોજા એકદમ ઢીલા જ પહેરવા, તે ચોખ્ખા અને સાફ હોવા જોઈએ. રાતના મોજા પહેરતા પહેલા પગને માલિશ અવશ્ય કરવી જોઈએ. જો તમને નાઇલોનના મોજા પહેરવાથી તકલીફ થતી હોય તો કોટનના મોજા પહેરવા જોઈએ. બાળકોને બને ત્યાં સુધી મોજા રાતના સમયે પહેરાવવા જ ના જોઈએ.
જો આ શિયાળામાં મોજ પહેરવા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.