👉મિત્રો,અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે અને દિવસેને દિવસે ઠંડીનું પ્રમાણ વધવા લાગ્યું છે.જે લોકોને વહેલી સવારે સ્નાન કરવાની આદત હોય છે તેઓને ફરજિયાત પણે પાણી ગરમ કરવું પડે છે.એવામાં પાણીને ગરમ કરવા લોકો સળિયાવાળા હીટરનો ઉપયોગ કરતાં હોય છે તેનાથી ઝડપથી પાણી ગરમ થાય છે. પરંતુ નિયમિત આ હીટરના ઉપયોગથી તેની ફરતે સફેદ પડ જામી જાય છે જેના લીધે પાણી ગરમ થવામાં વધુ સમય લાગે છે.
👉આજે અમે તમને જણાવશું વોટર હીટરના સળિયાની ફરતે જામી ગયેલા સફેદ રંગના જાડા પડને અને કાટને કઈ રીતે સરળતાથી દૂર કરી શકાય.
🍋 મીઠું, લીંબુનો રસ અને ચૂનો :- વોટર હીટરના સળિયા પર આ ત્રણ વસ્તુ ઘસવાથી ઝડપથી સફેદ પડની પ્રોબ્લેમ દૂર થાય છે. લીંબુ અને ચુનાથી સળિયા પર જામેલો કાંટ સરળતાથી દૂર થઈ જાય છે અને મીઠાના પ્રયોગથી સળિયા એકદમ ક્લીન થઈ જાય છે. હવે જાણીશું આ પ્રયોગ કઈ રીતે કરવો.
👉 આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ સળિયા પર લીંબુનો રસ લગાવો. ત્યાર બાદ એક બાઉલ લઈ તેમાં ચુનાનો પાવડર અને મીઠું સમાન માત્રામાં નાખવું. હવે તેમાં 1 ચમચી પાણી નાખી ઘટ્ટ મિશ્રણ બનાવી લઈ સળિયા પર આ પેસ્ટને લગાવો. 5-7 મિનિટ રહેવા દઈ બ્રશ વડે સળિયાને સાફ કરી લેવા. આ પ્રયોગ કરવાથી ઝડપથી સળિયા પર જામેલો કાટ દૂર થઈ જશે અને સળિયા પર લાગેલું સફેદ પડ પણ જલ્દીથી નીકળી જશે.
💧 હાઈડ્રોજન પેરોકસાઇડ :- આપણે ઘરની ફર્શ સાફ કરવા માટે હાઈડ્રોજન પેરોકસાઇડનો ઉપયોગ કરતાં હોય છીએ પણ તેનો બીજો પણ ઉપયોગ છે. જો તેને હીટરના સળિયા પર લગાવવામાં આવે તો સળિયા એકદમ ક્લીન થઈ જાય છે.
👉 આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ 3 લિટર પાણીમાં 2 ચમચી હાઈડ્રોજન પેરોકસાઇડ નાખો અને સરખી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણને એક પાત્રમાં લઈને થોડી વાર ગરમ કરવું. મિશ્રણ ઉકળી ગયા બાદ પાત્રને ગેસ પરથી ઉતારી લેવું. આ મિશ્રણને એક મોટા પાત્રમાં નાખીને હીટરના સળિયા તેમાં 5 મિનિટ ડૂબાડી રાખવા. ત્યાર બાદ બહાર કાઢીને તેને થોડી વાર સુકાવા દેવું અને પછી કાચ-કાગળ વડે સળિયા ઘસીને સાફ કરવા.આ પ્રયોગ કરવાથી સળિયામાં જામેલો જિદ્દી કાટ દૂર થઈ જશે અને સળિયા એકદમ ક્લીન થઈ જશે.
🪥 બોરેક્સ પાવડર :- જિદ્દીથી જિદ્દી દાગ બોરેક્સ પાવડરના ઉપયોગથી દૂર થઈ શકે છે. તેનાથી સળિયા એકદમ ક્લીન થઈ જાય છે અને સળિયા પર જામેલો કાટ પણ દૂર થાય છે.હવે જાણીશું આ પ્રયોગ કરવાની રીત.
👉 આ પ્રયોગ કરવા માટે સૌપ્રથમ એક બાઉલમાં 2 ચમચી બોરેક્સ પાવડર અને તેમાં અડધી ચમચી પાણી નાખી એક ઘટ્ટ મિશ્રણ બનાવવું અને હીટરના સળિયામાં સરખી રીતે લગાવવું. હવે તેને 10 મિનિટ સુધી સુકાવા દેવું. સુકાય ગયા બાદ બ્રશથી સાફ કરી લેવું.આ પ્રયોગ કરવાથી હીટરના સળિયા એકદમ ક્લીન થઈ જશે.
👉ઉપર જણાવેલ પ્રયોગ અનુશાર તમે હીટરના સળિયાને સાફ કરવા માટે લીંબુ,મીઠું અને ચૂનો,બોરેક્સ પાવડર અને હાઈડ્રોજન પેરોકસાઇડનો પ્રયોગ કરવાથી હીટરના સળિયા એકદમ ક્લીન થઈ જાય છે.ઉપરાંત તમે બેકિંગ સોડા,એરોસોલ અથવા વિનેગર દ્વારા પણ સળિયા સાફ કરી શકો છો.
જો આ પોસ્ટ ઓફિસની યોજના વિષેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.