👉દરેક વ્યક્તિ પોતાના શરીરને એકદમ તંદુરસ્ત રાખવા માંગે છે. આજના સમયમાં એવી-એવી બીમારીઓ થાય છે કે તેની કલ્પના પણ ના કરી હોય. તે બીમારીઓ કોઈ મિનિટોમાં નથી આવી જતી, પરંતુ તેના લક્ષણો ઘણા જ સમયથી હોય છે. પરંતુ તેને જાણવા ખૂબ જ જરૂરી છે. આપણે દર મહિને ડૉક્ટરની પાસે રેગ્યુલર બોડી ચેકઅપ નથી કરાવતા પરંતુ આવનાર દર્દને પહેલા જ કેટલાક ટેસ્ટ દ્વારા ઓળખી શકાય છે. તો આજે અમે તમને એવી કેટલીક ટેસ્ટ વિશે મહિતી આપવા જઈ રહ્યા છીએ.
👉તમારું શરીર સાચે જ તંદુરસ્ત છે કે કોઈ બીમારી તમારી નજીક આવી રહી છે. તેની આ 1 મિનિટની ટેસ્ટ દ્વારા જાણી શકાય છે આજે અમે તમને 6 એવી ટેસ્ટ વિશે વાત કરીશું જે આપણી હેલ્થ કેવી છે તે બતાવશે અને તમે બીમારી પહેલા જ ડૉક્ટરની યોગ્ય ટ્રીટમેન્ટ લઈ શકશો. આ એવી ટિપ્સ છે કે જેના દ્વારા આપણે કાયમ માટે હેલ્ધી જીવન જીવી શકીએ છીએ. તો ચાલો વન બાય વન એ ટેસ્ટને જોઈએ.
🧪ટેસ્ટ નં- 1 : જો તમારે તમારા હાર્ટ સંબંધી કોઈ સમસ્યા છે કે કેમ તેની ટેસ્ટ દેવી છે તો તેના માટે જો તમે 4 માળની બિલ્ડિંગ 1 મિનિટમાં ચડી શકો તો તમે એકદમ હેલ્ધી છો તેવું સાબિત થાય છે. આ વાત યુરોપીય સાઇન્ટિફિક સોસાયટી ઓફ કાર્ડીયોલોજી અનુસાર સાબિત કરવામાં આવેલી છે.
🧪ટેસ્ટ નં- 2 : તમારે તમારી ઉંમર સંબંધિત ટેસ્ટ આપવી છે તો આ એક બ્રાઝિલના ચિકિત્સક છે ક્લાઉડીયો ગિલ અરૂજા આ ટેસ્ટ તેઓની તૈયાર કરાયેલી છે. આ ટેસ્ટમાં તમારે તમારા પગને ક્રોસમાં કરવાના છે અને જમીન પર નીચે બેસવાનું છે ફરી પાછા ઊભા થવાનું છે તે દરમ્યાન તમારા હાથને એકદમ સીધા જ રાખવાના છે કોઈ પણ પ્રકારનો આધાર લેવાનો નથી. જો તમે આ ટેસ્ટમાં પાસ થયા તો તમારી ઉંમર ખૂબ જ લાંબી છે એ વાત એકદમ પાકી છે.
🧪ટેસ્ટ નં- 3 : આ ટેસ્ટ છે તે થાઈરોઈડની છે જેમાં તમારે તમારા એક હાથને સામેની બાજુ કરીને હથેળીને જમીનની તરફ કરો. હવે હાથ પર એક પેપર પર મૂકો. જો તે હલે કે ધ્રુજે તો તેમ સાબિત થાય કે તમને થાઈરોઇડ સંબંધી કોઈ તકલીફ છે કે તેના લક્ષણો તમારા શરીરમાં છે સામાન્ય રીતે આપણને હાથનું કંપન્ન દેખાતું નથી પરંતુ તેના પર જો પેપર મૂકવામાં આવે તો તે જોઈ શકાય છે. આવી રીતે જો હાથ થોડા કંપે તે સામાન્ય છે. પરંતુ તેનું વધારે કંપન તે અસ્થમા કે લો બ્લડપ્રેશર નું કારણ પણ હોય શકે છે.
🧪ટેસ્ટ નં- 4 : આંખની તંદુરસ્તી માટેની ટેસ્ટ છે. આ ટેસ્ટમાં તમારે તમારી એક આંખ બંધ કરીને દૂરથી જ કોઈ બાઈક કે કારના ટાયરને જોવાનું છે. આમ તમારે વારાફરતી બંને આંખો દ્વારા કરવાનું છે અને ચેક કરવાનું છે કે કઈ આંખની રોશની ઓછી છે અને જો જરૂર જણાય તો આંખના સ્પેશિયલને પણ બતાવી જુઓ.
🧪ટેસ્ટ નં- 5 : સાઈટીકા ટેસ્ટ છે. આ ટેસ્ટમાં તમે તમારા શરીરના દૂખાવા પર થી જ જાણી શકશો કે કોઈ બીમારી છે કે નહિ. તે માટે તમારે એક ચેર( ખુરશી ) પર બેસવાનું છે. ત્યારબાદ તમારે તમારા પગને 90 અંશે લઈ આવવાનો છે અને તે દરમ્યાન જો ક્યાંય પણ કોઈ દર્દ જણાય તો સમજવું કે સાઇટીકા જેવી બીમારી છે.
🧪ટેસ્ટ નં- 6 : મેમરી ટેસ્ટ છે. આ ટેસ્ટમાં તમારે જેની ટેસ્ટ છે તેમને એક કાગળ આપવાનું છે અને સૂચન કરવાનું છે કે તેમાં તમે જે ક્રમમા કહો તે ક્રમે ચિત્ર બનાવે તમારે કોઈ પાંચ વસ્તુઓ ના નામ કહેવાના છે અને છેલ્લે જોવાનું છે કે ક્રમ જળવાયો કે તેમાં ભૂલ થઈ તો આ ટેસ્ટ તમારી મેમરીની પરીક્ષા કરે છે.
જો આ ઘરે જ ટેસ્ટ કરવા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.