🍲 બધાના ઘરમાં રોજ મહિલાઓ અલગ-અલગ સમયે ભોજન બનાવતી હોય છે. તેમાં ક્યારેક ભૂલથી મહિલાઓ દ્વારા વધારે મીઠું અથવા મરચું નખાઈ ગયું હોય છે.ત્યારે મહિલાઓ ગુંચવણમાં ફસાઈ જાય છે. કારણ કે, મીઠું કે મરચું રસોઈમાંથી બહાર કાઢવું અસંભવ હોય છે.તેથી આ આર્ટીકલમાં તમને એવી જાણકારી આપશુ જેનાથી રસોઈમાં થતી પ્રોબ્લેમ્સ સોલ્વ કરી શકાય.
👩🍳 કોઈપણ મહિલાથી ક્યારેક તો ભોજનમાં વધારે માત્રામાં વસ્તુ પડી જતી હોય છે જેના લીધે રસોઈનો સ્વાદ બગડી જાય છે અને ઘરના સભ્યોને પણ આ રસોઈ ભાવતી નથી.તેથી મહિલાઓને ફરી વાર રસોઈ બનાવવી પડતી હોય છે.તો આજે અમે આ આર્ટીકલમાં મહિલાઓની પરેશાની દૂર થઈ જાય એવી ટિપ્સ આપશુ જેથી વધુ પડેલ મીઠું અથવા મરચાંથી ખરાબ થયેલ રસોઈ પણ તમે સ્વાદિષ્ટ બનાવી શકો છો.
👉 રસોઈમાં વધારે નમક પડી ગયું હોય તો અપનાવો આ ટિપ્સ :-
🍋 જો તમારાથી રસોઈ બનાવતી વખતે તેમાં વધારે નમકનો ઉપયોગ થઈ ગયો હોય તો તેમાં લીંબુનો રસ નાખવો.લીંબુમાં રહેલ તત્વો એકસ્ટ્રા નમકને ઓછું કરે છે અને સ્વાદને બરકરાર રાખે છે.
👉 રસોઈમાં વધારે મસાલાનો ઉપયોગ થયો હોય તો કરો આ ટિપ્સને ફોલો :-
🥚 રસોઈ બનાવતી વખતે ભૂલથી વધારે મસાલાનો પ્રયોગ થઈ ગયો હોય તો તેમાં તમે ઈંડાનો અંદરનો ભાગ એડ કરી શકો છો.તેથી ઈંડામાં રહેલ તત્વો રસોઈમાં વધારે માત્રામાં રહેલ સ્પાઈસ ઓછું કરે છે.ઉપરાંત ગ્રેવીને પણ વધારે છે. પરંતુ ધ્યાન રહે કે, ઇંડાને ફોડીને નાખવાનું નથી બલ્કે ઇંડાને બાફી અને ત્યારબાદ તેમા રહેલો વચ્ચેનો ભાગ રસોઈમાં એડ કરવાનો છે. કારણ કે, કાચા ઈંડાથી રસોઈમાં રહેલી ગ્રેવીનો સ્વાદ ખરાબ થઈ જાય છે.
👉 રસોઈમાં ભૂલથી વધુ ચટણીનો ઉપયોગ થયો હોય તો કરો આ ઉપાય :-
🍶 જો ભૂલથી રસોઈમાં ચટણી વધારે થઈ ગઈ હોય અને વધુ તીખું થઈ ગયું હોય તો રસોઈમાં દૂધ અથવા દહીનો ઉપયોગ કરી શકો છો. રસોઈમાં દહી નાખવાથી ગ્રેવી સારી થાય છે અને તેમાં રહેલી તીખાશ દૂર થાય છે અને રસોઈ સ્વાદિષ્ટ બની જાય છે.
👉 રસોઈમાં ભૂલથી વધારે ગરમ મસાલાનો ઉપયોગ થયો હોય તો કરો આ ઉપાય :-
🍯 જ્યારે રસોઈ બનાવતી વખતે ભૂલથી વધારે ગરમ મસાલાનો ઉપયોગ થયો હોય તો તે રસોઈ કોઈને ભાવતી નથી તેથી આ રસોઈને ફરી સ્વાદિષ્ટ કરવા માટે તેમાં મધનો ઉપયોગ કરી શકો છો. તેથી ફરી બધુ માપસર થઈ જાય છે. પરંતુ ધ્યાન રહે કે,વધારે મધનો ઉપયોગ કરવાથી ગળ્યું થઈ જાય છે.તેથી વધારે માત્રામાં મધ ન નાખવું.
👉 રસોઈમાં ભૂલથી મીઠું અને ચટણી વધારે થઈ જય તો કરો આ ટિપ્સને ફોલો :-
🥜 ક્યારેક રસોઈ બનાવતી વખતે તેમાં મીઠું અને ચટણી બંને વધારે થઈ જાય તો તમે ગ્રેવીમાં અલગ-અલગ નટ્સનો પ્રયોગ કરી શકો છો.તેમાં શીંગનો ભૂકો કરી અને ગ્રેવીનો સ્વાદ પણ વધારી શકો છો અને બટરનો પણ પ્રયોગ કરી શકો છો.જેથી રસોઈ સ્વાદિષ્ટ બની જાય છે.
🥔 ઉપરાંત તમે આ પ્રોબ્લેમ્સમાં બીજો પ્રયોગ પણ કરી શકો છો તેમાં રસોઈમાં બટેટા છોલીને તેમાં નાખવા અને સર્વ કરતાં પહેલા તેમાંથી કાઢી લેવા. બટેટા રસોઈમાંથી વધારે માત્રામાં પડેલું મીઠું અથવા ચટણીને શોષી લે છે.ઉપરાંત તમે સૂપમાં પણ આવી જ રીતે ઉપાય કરી શકો છો.તો હવે આ ટિપ્સનો ઉપયોગ કરીને રસોઈની ભૂલો દૂર થાય છે અને તમારી રસોઈ ખરાબ નહીં થાય.
જો આ ઘરેલુ નુસખા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.