💁♀️ આજની ભાગદોડ વાળી જીંદગીમાં લોકો કામ કરવા અને પૈસા કમાવવા પાછળ દોડી રહ્યા છે, જેમાં તે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા નથી. સાથે સાથે વાળ પણ લોકોના ઓછા થવા લાગ્યા છે, ઉંમર કરતાં પહેલા સફેદ અને ટાલ પડવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. લાંબા કાળા વાળ સુંદરતા વધારે અને વ્યક્તિત્વને વધુ સારી રીતે નિખારવાનું કામ કરે છે. દરેક છોકરી લાંબા, કાળા, જાડા અને ઘાટા વાળ ઇચ્છતી હોય છે.
💁♀️ મહિલાઓ પોતાના વાળનો ગ્રોથ વધારવા માટે કેમિક્લયુક્ત ઓઈલનો ઉપયોગ કરે છે, પરંતુ તેમને ખ્યાલ નથી હોતો કે વાળને કેટલું નુકસાન કરી શકે છે. તેનાથી તમારા વાળનો ગ્રોથ થવાને બદલે ખરવા લાગે છે. ધીમેધીમે સફેદ પણ થવા લાગે છે. તેથી બહારની કેમિક્લયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કર્યા વગર પણ તમે ઘરેલુ ઉપચારથી વાળને મજબૂત, શાઈની, ઘાટ્ટા બનાવી શકો છો. તો ચાલો જોઈએ કેટલાક ઘરેલુ ઉપચાર….
🍋 લીંબુનો રસ- લીંબુનો રસ વિટામિન સીથી ભરપૂર હોય છે. એટલું જ નહીં એન્ટી ઓક્સીડન્ટથી પણ ભરપૂર હોય છે. જે વાળને ખરતાં અટકાવાનું કામ કરે છે. જેથી વાળનો ગ્રોથ ઝડપથી થાય છે. લીંબુનો રસ વાળમાં થયેલા ખોડાને દૂર કરવાનું કામ કરે છે.
🍋 કેવી રીતે ઉપયોગ કરવો- અઠવાડિયામાં જ્યારે પણ વાળને ધુઓ ત્યારે લીંબુના રસથી ધોવા. લીંબુનો રસ માથામાં લગાવી 30થી 45 મિનિટ સુધી રહેવા દેવો. પછી તેને શેમ્પુની મદદથી ધોઈ નાખવું.
🥕 ગાજર- શિયાળાની સીઝનમાં ગાજર સરળતાથી મળી રહેતા હોય છે. તો ગાજરને સૌથી પહેલા બાફી નાખવા, પછી તેને જે પાણીમાં બાફ્યા હોય તે પાણીમાં જ ગ્રાઇન્ડ કરી નાખવા. હવે તેની પેસ્ટને માથાની ચામડી પર લગાવો. 30 મિનિટ સુધી આ રીતે રહેવા દો અને પછી માથું થોડા હુંફાળા પાણી વડે સાફ કરી નાખો.
👉 આમળા- દરેક મહિલા આમળાનું તેલ માથામાં નાખતી હોય છે. કેમ કે વાળનો ગ્રોથ કરવા માટે આમળા ખૂબ જરૂરી છે. તેને ભારતીય કરૌદાના નામથી ઓળખવામાં આવે છે. તેમાં લીંબુની જેમ વિટામિન-સી અને અન્ય પોષક તત્વો સારા પ્રમાણમાં રહેલા હોય છે. તે સિવાય આમળા તમારા વાળને હેર પિગમેન્ટેશનથી બચાવામાં મદદ કરે છે.
👉 ઉપયોગ આ રીતે કરવો- વાળનો ગ્રોથ કરવા બે ચમચી આમળાનો રસ અથવા તમે પાઉડર પણ લઈ શકો છો. તેને લીંબુના રસ સાથે મિક્સ કરી વાળમાં લગાવો. અઠવાડિયામાં એક વખત આ પ્રયોગ જરૂર કરવો. આ પેકને વાળમાં 20 મિનિટ સુધી લગાવી રાખો. પછી ગરમ પાણી વડે સાફ કરી ફરી શેમ્પૂ વડે ધોઈ નાખો.
🥚 ઇંડા- મોટાભાગના લોકો વાળમાં ગ્રોથ થાય એટલા માટે ઇંડું નાખતા હોય છે. કેમ કે તેમાં પ્રોટીનની માત્રા વધારે રહેલી હોય છે. તે સિવાય ઇંડા આયર્ન, ફોસ્ફરસ, સેલેનિયમથી ભરપૂર હોય છે. માટે વાળનો ગ્રોથ ઝડપથી થતો હોય છે.
🥚 માથામાં લગાવવાની રીત- જેતુનના તેલની એક ચમચી લેવી તેમાં બે ઇંડાનો અંદરનો પીળો ભાગ એડ કરવો, લગભગ 20 મિનિટ સુધી આ પેસ્ટ લગાવી રાખવી. પછી સાદા પાણીથી ધોવું અને ત્યાર બાદ શેમ્પુનો ઉપયોગ કરવો.
🧅 ડુંગળીનો રસ- ડુંગળીનો રસ વાળને મજબૂત અને ઘટ્ટ કરવા માટે મદદ કરે છે. ડુંગળીના રસમાં કેરોટિન અને પ્રોટીન રહેલા છે, માટે વાળ માટે ઘણો ફાયદાકારક છે.
🧅 કેવી રીતે ઉપયોગ કરવો- સૌ પ્રથમ ડુંગળીને સમારી નાખવી. પછી તેને ક્રશ કરવી. હવે તે રસને માથામાં લગાવવો, 15 મિનિટ સુધી રહેવા દો અને પછી શેમ્પુ વડે માથું ધોઈ નાખો.
👉 એરંડાનું તેલ- તેને કેસ્ટર ઓઈલ પણ કહે છે. તેમાં વિટામિન ઇ અને ઓમેગા 9 ફેટી એસિડનું પ્રમાણ હોય છે. જે વાળને સોફ્ટ કરે છે. સાથે સ્કેલ્પને સંક્રમણથી બચાવે પણ છે.
👉 આ રીતે કરો ઉપયોગ- રોજ થોડું હુંફાળું ગરમ કરી આ તેલ લગાવો. થોડી માલિશ કરવી પછી 45 મિનિટ સુધી માથામાં આ તેલ રહેવા દેવું. વાળ એકદમ સિલ્કી બની જશે. જે પણ શેમ્પુ વાપરતા હોવ તેનાથી માથું ધોઈ નાખવું.
જો વાળ લાંબા કરવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.