💆♀️ કોઈ પણ વ્યક્તિને પોતાના વાળ ખૂબ પ્રિય હોય છે. ઉપરાંત તેને સુંદર કરવા તેઓ અનેક ઉપાયો કરતાં હોય છે. પરંતુ ઘણી વાર માથામાં અમુક સમસ્યા થઈ જતી હોય છે. જેમાં સૌથી વધુ પરેશાન કરતી સમસ્યા હોય તો એ છે ખોડાની સમસ્યા. જેમાં વધારે ખંજવાળ આવવા લાગે છે. ઉપરાંત તેને દૂર કરવા અનેક હેર પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ લોકો કરતાં હોય છે છતાં તે દૂર થતી નથી. મિત્રો તમને જાણવી દઈએ કે, હેર પ્રોડક્ટ્સમાં કેમિકલ્સનો પ્રયોગ થયેલો હોય છે જે વાળને વધુ નુકશાન કરે છે.
💆♀️ માથામાં ખોડાની સમસ્યા હોય એટલે તેના કણો ચહેરા પર પડે છે અને તેના કારણે ખીલની સમસ્યા પણ થઈ શકે છે. જેથી આજે અમે તમારી આ ખોડાની સમસ્યાનું નિવારણ લઈને આવ્યા છીએ. આ આર્ટીકલમાં આપણે જાણીશું ખોડાની સમસ્યાને કઈ રીતે ઘરે બેઠા દૂર કરી શકાય છે એ પણ કેમિકલ્સના ઉપયોગ વગર.
💆♀️ ખોડાની સમસ્યા દૂર કરશે આ કારગર ઉપાયો :-
👉 લસણના ઉપાય દ્વારા :- આપણા આયુર્વેદમાં લસણને ખૂબ ગુણકારી ઔષધિ તરીકે ઓળખવામાં આવે છે. જેના ઉપાયથી શરીરની અનેક સમસ્યાઓને જડમૂળથી દૂર કરી શકાય. એવી જ રીતે લસણના ઉપાયથી તમે ખોડાની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકો છો. જેમાં તમારે સૌપ્રથમ 5-6 કળી લસણ લઈ અને તેને પીસી લેવું. ત્યાર બાદ તેને માથામાં નાખી અને મસાજ કરવી જેનાથી ખોડો ધીમે ધીમે દૂર થવા લાગશે.
👉 મુલતાની માટીના ઉપાય દ્વારા :– તમે સૌ કોઈએ મુલતાની માટીનો ઉપયોગ ચહેરાની સુંદરતા વધારવા અને તેની સમસ્યાને દૂર કરવા કર્યો હશે. પરંતુ મુલતાની માટીનો અન્ય સમસ્યામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. જો તેને મથામાં એપ્લાઈ કરવામાં આવે તો ખોડાની સમસ્યા ગાયબ થઈ જાય છે. જેના માટે તમારે એક વાટકામાં છાશ નાખી અને તેમાં મુલતાની માટી એડ કરવી અને 30 મિનિટ સુધી તેને પલળવા દેવું. ત્યાર બાદ હલાવી અને માથામાં એપ્લાઈ કરવું અને 1 કલાક બાદ માથું હર્બલ શેમ્પૂ વડે ધોઈ નાખવું. જેનાથી તમારા વાળ પણ સુંદર થશે અને ખોડાની સમસ્યા એકદમ ગાયબ થઈ જશે.
👉 એલોવેરાના ઉપાય દ્વારા :- આપણા આયુર્વેદમાં એલોવેરાને અમૂલ્ય ઔષધિ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે, એલોવેરા આપણાં ચહેરા અને વાળને સુંદર કરવા ઉપરાંત શરીરમાં અન્ય ઘણા ફાયદાઓ કરે છે. ખોડાની સમસ્યા દૂર કરવા સૌપ્રથમ એક બાઉલમાં એલોવેરા જેલ લેવું અને તેમાં 1 ચમચી લીંબુ મિક્સ કરી અને તેને વાળમાં એપ્લાઈ કરવાથી ખોડો દૂર થવા લાગે છે અને તમારા વાળ એકદમ સિલ્કી અને વધારે ગ્રોથ ધરાવતા થઈ જશે.
👉 લીમડાના ઉપાય દ્વારા :- વાળની સમસ્યા દૂર કરવા તમે લીમડાનો પણ ઉપયોગ કરી શકો છો. આયુર્વેદમાં લીમડાના અનેક ગુણકારી ફાયદાઓ જણાવ્યા છે. જો તેનો ઉપયોગ વાળમાં કરવામાં આવે તો વાળની અનેક પ્રોબ્લેમ્સ દૂર થાય છે અને તે વાળને સુંદર પણ બનાવે છે. આ ઉપાય કરવા માટે તમારે લીમડાના પાનને સુકવિ દેવા. ત્યાર બાદ તેનો ભૂકો કરી અને એક પાત્રમાં નાખવો. ત્યાર બાદ તેમાં જેતૂનનું તેલ ઉમેરી સરખી રીતે મિક્સ કરી દેવું અને આ મિશ્રણને વાળમાં લગાવી અને મસાજ કરવી. 1 કલાક બાદ હર્બલ શેમ્પૂ વડે માથું ધોઈ નાખવું. લીમડામાં રહેલા એન્ટિફંગલ અને એન્ટિ બેક્ટેરિયલ ગુણોથી વાળની સમસ્યા દૂર થાય છે.
👉 ટી ટ્રી ઓઇલ દ્વારા (ચાના છોડનું તેલ) :- 2 ચમચી ટી ટ્રી ઓઇલ અને 2 ચમચી નારિયેળ ઓઇલને મિસ કરી અને માથામાં લગાવવાથી ખોડાની સમસ્યા દૂર થાય છે. કારણ કે, ટી ટ્રી ઓઇલની અંદર એન્ટિ ફન્ગલ ગુણો રહેલા હોય છે જે ખોડો દૂર કરે છે.
👉 બેકિંગ સોડાના ઉપાય દ્વારા :- 1 કપ પાણીની અંદર 1 ચમચી ખાવાનો સોડા મિક્સ કરી અને માથામાં લગાવી લેવું અને 1 કલાક બાદ માથું હર્બલ શેમ્પૂ વડે ધોઈ નાખવું જેનાથી પણ ખોડો દૂર થાય છે.
👉 તલના તેલનો ઉપાય કરવાથી :- જો તમારે ખોડાની સમસ્યા દૂર કરવી હોય, વાળને સિલ્કી અને મુલાયમ કરવા હોય તો તમે તલના તેલનો ઉપાય અપનાવી શકો છો. જેમાં તમારે નોર્મલ હેર ઓઇલ માથામાં લગાવો એવી જ રીતે તલના તેલને લગાવવું. જેનાથી તમારા વાળ એકદમ સુંદર અને સિલ્કી થઈ જશે.
👉 સંતરાના ઉપાય દ્વારા :- વાળની સમસ્યા દૂર કરવા માટે સંતરા ખૂબ કારગર સાબિત થાય છે. જેમાં તમારે 1 ચમચી સંતરાની છાલનો પાવડર લેવો અને 2 ચમચી લીંબુનો રસ મિક્સ કરવો. તેને માથામાં લગાવી લેવું. હવે તેને 1 કલાક સુધી રહેવા દેવું અને ત્યાર બાદ માથું ધોઈ નાખવું જેનાથી ખોડો દૂર થઈ જશે.
👉 દહીંના ઉપાય દ્વારા :- દહીંની અંદર સારી એવી માત્રામાં ગુણકારી તત્વો રહેલા હોય છે. જો વાળમાં દહી લગાવી અને 2 કલાક સુધી રહેવા દો અને ત્યાર બાદ માથું ધોઈ નાખો તો તમારા માથામાંથી ખોડો ગાયબ થઈ જશે.
👉 આ રીતે તમે ઉપાયો અપનાવી અને જટિલ ખોડાની સમસ્યાને ઘરે બેઠા જ દૂર કરી શકો છો એ પણ કોઈ ખર્ચ કર્યા વગર. ઉપરાંત આ ઉપાયોમાં ઉપયોગ થતી સામગ્રી પણ કુદરતી હોવાને કારણે વાળને પણ નુકસાન થશે નહિ. \
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.