👉 આજના સમયમાં લોકો પોતાના શાસ્ત્રો, સંસ્કૃતિ, પરંપરાને ભુલી રહ્યા છે. આપણા શાસ્ત્રોમાં અમુક કામોને રાતના સમયે વર્જિત ગણવામાં આવ્યા છે. દરેક કાર્ય કરવામાં માટેનો ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો છે. જો તે ચોક્કસ કાર્ય તેના યોગ્ય સમયે કરવામાં ન આવે તો તેનુ ખૂબ જ મોટુ પરિણામ પણ આવી શકે છે. તો આવો જાણીએ કે, ક્યા કામો રાત્રે ન કરવા જોઇએ…
👉 – સંધ્યા સમયે ના સુવુઃ સંધ્યાકાળ દરમિયાન સુવાથી આપણામાં નેગેટિવ ઉર્જાનો સંચાર થાય છે. જો સંધ્યા સમયે સુવાની આદત નિયમિત બની જાય તો શરીરમાં મેદસ્વીતા વધે છે. જો કોઇ બીમાર કે મહિલા પ્રેગ્નેન્ટ છે તે પછી નાના બાળકો આ સંધ્યા સમયે સુતા હોય તો તેનો કોઇ બાદ નથી.
👉 – ઘરની સ્ત્રીનું અપમાન ન કરોઃ ઘણા પુરુષો અને સ્ત્રીઓ પોતાના ઘરની વહુ કે દીકરીનું વારંવાર અપમાન કરતા હોય છે. તો આવી ભૂલ ક્યારેય ન કરો. આમ કરવાથી મા લક્ષ્મીનું અપમાન થાય છે. જો ઘરની સ્ત્રી ખુશ હશે તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમનો ઘરમાં હંમેશા વાસ રહે છે. તેથી ઘરની સ્ત્રીને માન આપો અને તેને ખુશ રાખો.
👉 – અમુક દિવસોમાં અંગત પળો ના માણોઃ દાંપત્ય જીવન જીવનારા રાત્રી દરમિયાન અંગત પળો માણતા હોય છે, પરંતુ પૂનમ, અમાસ, અગિયારસ કે નવરાત્રી, જન્માષ્ટમી વગેરે જેવા દિવસો- તહેવારોમાં પતિ પત્નીએ એકબીજા દૂર રહેવુ જોઇએ.
👉 –ઘરનું વાતાવરણઃ સંધ્યાકાળ એટલે દિવાબત્તીનો સમય માનવામાં આવે છે. આ સમયે ઘરનું વાતાવરણ ભક્તિમય હોવુ જોઇએ. ઘરમાં ભગવાનની પૂજા-આરતી કરવી જોઇએ. આમ કરવાથી ઘરમાં હકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને ઇશ્વરની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
👉 – આ વારે શેવિંગ ના કરોઃ પુરુષોએ ગુરુવારના દિવસે ક્યારેય શેવિંગ ના કરવું જોઇએ. આ વાર બૃહસ્પતિનો છે જે દેવતાઓના ગુરુ છે. જો આ દિવસે શેવિંગ કરવામાં આવે તો નસીબ સાથ છોડી દે છે. શેવિંગ કરવા માટે શનિ, મંગળ અને ગુરુવારને વર્જિત માનવામાં આવે છે. વર્જિત વારના દિવસે શેવિંગ કરવાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થાય છે.
👉 – સંધ્યા બાદ નખ ના કાપોઃ સંધ્યાકાળ કે રાત્રીના સમય નખ ના કાપવા જોઇએ. ઘણા લોકોને ટેવ હોય કે તે રાત્રીના સમયે નખ કાપે છે જે યોગ્ય નથી. બને ત્યાં સુધી મંગળવાર કે શનિવારે પણ નખ ના કાપવા જોઇએ. આમ કરવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે.
👉 – તુલસીના છોડના નિયમોઃ મોટાભાગના હિન્દુ ઘરોમાં તુલસીનો છોડ હોય છે. તેના પણ કેટલાક નિયમો છે. રાત્રીના સમયે તુલસીના પાનને તોડવા કે સ્પર્શ કરવા ના જોઇએ. રાત્રી તુલસીના છોડને પાણી ના આપવું જોઇએ.
👉 – સંધ્યાકાળ બાદ ઘરમાં કચરો ના વાળવો: સંધ્યાકાળ બાદ ઘરમાં કચરો ક્યારેય ન વાળવો. જો આ સમયે ઝાડુ લગાવવામાં આવે તો માનવામાં આવે છે કે લક્ષ્મી જતી રહેશે. તેથી સવારે વહેલા જ ઘરમાં કચરો વાળી લેવો અને સાંજે સંધ્યાકાળ પહેલા આ કાર્ય કરી શકાય છે.
👉 – કોઇપણ પ્રકારનો નશો ના કરોઃ ઘણા લોકોને દિવસ રાત નશો કરવાની ખરાબ લત પડી ગઇ હોય છે. આવા લોકોની કોઇ દિવસ પ્રગતિ થતી નથી. પરંતુ તેમનું જીવન અંધકારમય બને છે. તેથી હંમેશા સમય મળે ત્યારે ભગવાનનું ધ્યાન ધરવું જોઇએ અને પોતાના વ્યસ્ત જીવનમાં થોડો સમય ભગવાન માટે અવશ્યથી કાઢવો.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.