👉 દોસ્તો, આજના ઝડપી યુગમાં લોકોને તમામ કામ ખૂબ જ ઝડપથી કરવું હોય છે, તેને માટે આજના સમયમાં એવી ઘણી ટેકનિકો પણ આપણને મળી રહે છે. જેમ કે આપણે કોઈ તૂટેલી વસ્તુને મિનિટમાં જ રીપેર કરવી છે તો તેને માટે આપણે ફેવિક્વિક નો યુઝ કરતાં હોઈએ છીએ. પરંતુ ફેવિક્વિક પોતાના સ્વભાવ અનુસાર સેકંડમાં જ ચીપકી જાય છે. તો ઘણી વાર તે આપણા હાથ કે અન્ય વસ્તુ પર પણ લાગી જાય છે. તે સમયે આપણે તેને દૂર કરવા માટે ખૂબ જ પરેશાની ઉઠાવવી પડતી હોય છે.
👉 ઘણીવાર આપણે કોઈ ચીજને ચોંટાડતા હોઈએ તો આપણા હાથ કે આંગળીઓ પર આ ફેવિક્વિક લાગી જતી હોય અને તે આપણી સ્કીનને પણ ખરાબ કરે છે. તે સરળતાથી જતી નથી અને આપણે તેને દૂર કરવા ઘણા ઉપાયો કરતાં હોઈએ છીએ.
👉 તો હવે તેના માટે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી કેમ કે આજે આ આર્ટિકલમાં અને તમારા માટે એવા ઘણા ઉપાયો લઈને આવ્યા છીએ કે જે તમારી ચિંતાને દૂર કરશે અને સરળતાથી બિનજરૂરી જગ્યા પરથી ફેવિક્વિક ને દૂર કરશે. તો એ જાણકારી મેળવવા માટે તમારે આ લેખને સંપૂર્ણ વાંચવો પડશે. આ આર્ટીકલ તમને ખૂબ જ ઉપયોગી થશે.
👉 હુંફાળું ગરમ પાણી અને ડિટરજન્ટ : તમારે થોડું હુંફાળું પાણી લઈને તેમાં થોડો ડિટરજન્ટ પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરીને તેમાં 2 થી 3 મિનિટ ફેવિક્વિક લાગેલો ભાગ પલાળો તે પછી તેને કોઈ બ્રશ કે કોટન ઘસીને સાફ કરીલો. આ ઉપાય દ્વારા તમે મિનિટોમાં ફેવિક્વિકને હાથ પરથી દૂર કરી શકશો. આ ઉપાય કરતાં સ્કિનને કોઈ જ નુકશાન નહીં થાય.
👉 વિનેગર અને મીઠાનો ઉપયોગ : વિનેગર તમે કોઈને કોઈ રીતે વાપરતા જ હોવ છો. તો અહી તમારે ફેવિક્વિકને સરળતાથી અને કોઈ પણ પ્રકારના સાઈડ ઇફેક્ટ દ્વારા દૂર કરવા માટે પણ ઉપયોગી બને છે. વીનેગરમાં તમારે મીઠું મિક્સ કરીને તેને જે ભાગ પર ફેવિક્વિક લાગી છે તેના પર થોડી જ વાર ઘસો એકદમ સરળતાથી તે દૂર થશે. આ સિવાય જો તમારા ઘરે વિનેગર નથી તો મીઠા વડે પણ તમે તેને દૂર કરી શકો છો.
👉 નેઇલ પેઈન્ટ રિમૂવર : આ ઉપાય એવો છે કે જે દરેક લોકો એકદમ સરળતાથી કરી શકે છે. કેમ કે આજના તમામ ઘરોમાં આ નેઇલ પેઈન્ટ રિમૂવર તો હોય જ છે. ફેવિક્વિક ને દૂર કરવા માટે તમારે એક ચમચી જેટલું નેઇલ પેઈન્ટ રિમૂવર લેવાનું છે તેમાં રૂને બરાબર પલાળીને પછી હાથમાં જે જગ્યા પર ફેવિક્વિક લાગી છે તેના પર ઘસો એક જ મિનિટમાં તે પલળીને પોચી થઈ જશે અને તેને તમે હાથથી જ દૂર કરી શકશો.
👉 લીંબુ કે માર્જરીન : ફેવિક્વિકને હાથ પરથી સરળતાથી દૂર કરવા માટે લીંબુ એક બેસ્ટ ઉપાય છે. લીંબુ એ એસિડ છે આમ છતાં તે તમારી સ્કિનને કોઈ નુકશાન પણ કરતું નથી અને સરળતાથી ફેવિક્વિકને દૂર કરે છે. લીંબુનો રસ થોડી વાર ઘસતા જ તે દૂર થાય છે. એવી જ રીતે માર્જરીન ને પણ તમે ફેવિક્વિક લાગેલા ભાગ પર ઘસો તે પણ લીંબુની જેમ જ થોડી જ મિનિટોમાં દૂર કરશે.
👉 આ એવા ઉપાયો છે કે તેનાથી સ્કીન પર લાગેલી ફેવિક્વિક તો દૂર થાય જ છે અને તેની કોઈ આડ અસર પણ થતી નથી. આ ઉપાયો તમને ચોક્કસ ઉપયોગી બનશે.
જો આ ફેવિક્વિકને સ્કીન પરથી દૂર કરવા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.