💁♀️ ખરાબ લાઈફ સ્ટાઈલ અને કેમિકલવાળા ખોરાકનું સેવન કરવાના લીધે શરીર પર ખરાબ અસર ઉદભવે છે અને પરિણામે અનેક બીમારીઓ થાય છે. પરંતુ ઘણા લોકોને રાત્રે નિંદર આવતી નથી અને તેઓ કંટાળીને દવાઓનો સહારો લેતા હોય છે. પરંતુ આ દવાઓ ખૂબ નુકશાન કરે છે. આ સમસ્યાને દૂર કરવા અમે તમારા માટે એક ઉપાય લઈને આવ્યા છીએ. જેને અપનાવાથી તમને ઘાટી નિંદર આવી જશે.
💁♀️ આજના સમયમાં ટેકનોલોજી બહુ વધી ગઈ છે અને આ બધી ટેકનોલોજીના સાઈડ ઇફેક્ટ પણ થાય છે. જેમાં ઊંઘ ન આવવી એ મોટું કારણ છે .આજે વિશ્વમાં 30% લોકો છે જેને રાત્રે ઊંઘ નથી આવતી. લોકો આ સમસ્યાને સામાન્ય ગણીને નકારતા હોય છે. પરંતુ આ સમસ્યાથી તમારા મગજ અને શરીર પર ગંભીર નુકશાન થઈ શકે છે.
😵 રોજ રાત્રે બરાબર ઊંઘ ન આવવાથી શરીરમાં સુસ્તી લાગે છે અને બીમાર શરીર હોય તેવું લાગે છે. દિવસ દરમિયાન રહેતા કામકાજમાં પણ ધ્યાન રહેતું નથી. ઉપરાંત સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને જે લોકો રોજ ઊંઘની દવાઓ લેતા હોય છે. તેવા લોકોને હદયની અને મગજની સમસ્યા વધુ થઈ શકે છે.
🤕 ઘણા લોકોને ઊંઘ ન આવવાથી માથાનો દુખાવો થતો હોય છે. ઉપરાંત તેઓને વધુ તણાવ થાય છે. પરિણામે વાળ સફેદ થઈ જવા અને વાળ ખરી જવા જેવી સમસ્યા થતી હોય છે. તેઓ દવા લેવા પર મજબૂર થઈ જાય છે અને આદત પડી જાય છે.
👉 આ સમસ્યાને નિવારવા માટે તમારે આખા દિવસનું ટાઈમ ટેબલ બનાવી લેવું જોઈએ. અર્થાત જેમાં તમારે સવારે સમયસર ઊઠવું અને નાસ્તો કરવો. પછી આખા દિવસ દરમિયાન જેટલું કામ હોય તે બધુ દિવસના અંતમાં પૂરું થાય એવી રીતે કરવું, પછી રાત્રે સમયસર ભોજન કરવું અને રાત્રે ટીવી અથવા મોબાઈલનો ઉપયોગ કર્યા વગર સુઈ જાવું. આવું કરવાથી તમને તમારી તકલીફમાં ઘણો ફરક અનુભવાશે.
👉 જો તમે રાત્રે ભોજન બાદ ચાલવાનું રાખો તો ખૂબ સારું મનાય છે. જેમાં 500-1000 ડગલાં રોજ ચાલો તો તમારું શરીર તંદુરસ્ત રહેશે અને પાચનશક્તિ પણ સારી થઈ જશે. પરિણામે તમને કબજિયાત જેવા રોગ પણ નનાહી થાય.
👉 ઘણી વાર તમારું પેટ સાફ ન હોય અથવા તમારી પાચનશક્તિ નબળી હોવાને કારણે પણ ઊંઘ બરાબર આવતી નથી. જેના માટે ત્રિફળા ચૂર્ણ અકસીર ઈલાજ છે. તેનું સેવન રોજ સવારે ભૂખ્યા પેટે કરવાથી તમારું પેટ એકદમ સાફ રહેશે અને તમને ઊંઘ પણ આવશે.
👉 જે લોકો રાત્રે ભરપેટ ભોજન કરે છે તેઓને પણ ઊંઘ ન આવવાની સમસ્યા હોય છે. તેથી હંમેશા ભરપેટ ભોજન ન ખાવું જોઈએ. ભરપેટ ભોજન કરવાથી શરીરમાં પાચનક્રિયા લાંબા સમય સુધી ચાલે છે. પરિણામે મગજ ત્યાં સુધી એક્ટિવ રહે છે, જેનાથી ઊંઘ આવતી નથી.
👩⚕️ આ બધા ઉપાયો કર્યા બાદ જો તમને સારી ઊંઘ ન આવતી હોય તો તમારે જરૂર ડૉક્ટર પાસે જઈને સાચો ઈલાજ કરાવવો જોઈએ અને ડૉક્ટરના કહેવા અનુસાર આગળ વધવું જોઈએ.
જો ઊંઘ લાવવાના ઘરેલુ ઉપાય વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.