🪰 જ્યારે પણ વરસાદની ઋતુ આવે એટલે ઠેર-ઠેર પાણી ભરાઈ જવાને કારણે માખી-મચ્છરનો ઉપદ્રવ વધારે થાય છે. જેથી તે ઘરમાં પણ આવી જાય છે. તમે ઘરમાં કોઈ પણ ફર્શ ક્લીનરનો ઉપયોગ કરતાં હોય છતાં માખીઓ તમારા ઘારમાં ઘૂસી આવે છે. જેનાથી ઘણી પરેશાની થાય છે.
🪰 માખીઓ ઘરમાં આવવાથી પરેશાની તો થાય જ છે પરંતુ માખીઓ ગંદા પાણી અને ગંદી જગ્યા પર બેસી આપણા ઘરમાં આવે છે અને ખોરાક પર બેસી તેને દૂષિત કરે છે. જેના દ્વારા અનેક રોગો થાય છે. જેમાં માખી એક રોગ વાહક તરીકે કાર્ય કરે છે. આવી સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો આપણે સૌપ્રથમ માખીઓને ઘરમાંથી દૂર કરવી જોઈએ. તેથી આ આર્ટીકલમાં આપણે માખીઓને ઘરમાંથી દૂર કઈ રીતે કરી શકાય તેના વિશે જાણશું.
🪰 માખીઓને ઘરમાંથી દૂર કરવાના ઉપાયો :-
👉 તજ અને લવીંગ પાવડર :- તજ અને લવીંગની સ્મેલ વધારે તેજ હોય છે. જેનાથી માખીને આવી સ્મેલ પસંદ હોતી નથી એટલે જે જગ્યાએ ઘરમાં માખીઓ વધારે બેસે છે ત્યાં તજ અને લવિંગનો પાવડર છટકાવ કરવામાં આવે તો માખીઓ ત્યાંથી દૂર થઈ જાય છે.
👉 સંતરાની છાલના પ્રયોગથી :- આપણે બધા સંતરા ખાઈ અને તેની છાલ ફેકી દેતા હોય છીએ. પરંતુ આ છાલ આપણને કામ આવી શકે છે. તેથી તેને ફેકવાને બદલે જો તમે તેને સૂકવી અને પાવડર બનાવી લ્યો અને જ્યાં વધુ માખી ઘરમાં આવતી હોય તે જગ્યાએ આ પાવડરને કાગળમાં લઈ અને સળગાવી ધુમાડો કરવામાં આવે તો માખીઓ ત્યાંથી દૂર થઈ જાય છે.
👉 વાઇટ વાઇન :- આ વસ્તુનો પ્રયોગ તમે ઇન્સેકટ્સ સ્પ્રે તરીકે પણ કરી શકો છો. જેના માટે તમારે સૌપ્રથમ એક પાત્ર લેવાનું અને તેમાં લિટર પાણી એડ કરો ત્યાર બાદ તેમાં 20 મિલી વાઇટ વાઇન એડ કરવી. હવે આ પાત્રને ગેસ પર થોડી વાર ગરમ કરવું ગરમ કર્યા બાદ જે મિશ્રણ બને તેને સ્પ્રેની બોટેલમાં નાખી અને ઘરમાં છંટકાવ કરવો, જેનાથી માખી ઘરમાંથી દૂર થઈ જશે.
👉 ડિટરજેન્ટ અને વિનેગર :- ઇન્સેકટ્સને દૂર કરવા માટે ડિટરજેન્ટ અને વીનેગરના મિશ્રણને માખીઓથી પ્રભાવિત જગ્યા પર સ્પ્રે કરવાથી માખીઓ એક ઝટકામાં દૂર થઈ જશે અને ફરી આવશે પણ નહિ. આ પ્રયોગ કરવા માટે સૌપ્રથમ તમારે 1 લિટર પાણી લેવાનું રહેશે. ત્યારબાદ તેમાં 3 ચમચી ડિટરજેન્ટ અને 1 કપ વિનેગર એડ કરો હવે પાણીને સરખી રીતે હલાવી લેવું. આ મિશ્રણને સ્પ્રેની બોટેલમાં નાખી અને છંટકાવ કરો. ઉપરાંત ફ્લોર સાફ કરવા માટે પણ આ મિશ્રણનો ઉપયોગ કરી શકો છો.
👉 મરચાંનો પ્રયોગ :- મરચાંની સ્મેલ ખૂબ તીખી હોય છે. તેથી જો તમે મરચાંનો સ્પ્રે બનાવી અને છંટકાવ કરો તો માખીઓ ત્યાં ફરકશે પણ નહીં. આ ઉપાય ખૂબ કારગર છે. આ પ્રયોગ કરવા માટે તમારે સૌપ્રથમ 2-3 મરચાં લેવા અને તેને સૂકવી દેવા. સાવ સુકાય ગયા બાદ તેને ખાંડી અથવા મિક્સરમાં ક્રશ કરીને પાવડર બનાવી લેવો. હવે એક પાત્ર લેવું તેમાં આ પાવડર અને 4 કપ પાણી મિક્સ કરવું. બધુ સરખી રીતે હલાવી અને એક સ્પ્રેની બોટેલમાં નાખી તેને સ્પ્રે કરવાથી માખીઓ તમારા ઘરમાં નહી આવે.
👉 કપૂર :- કપૂરની સ્મેલ આપણા સ્વાથ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ કપૂરની સ્મેલ માખીને જરા પણ પસંદ નથી. તેથી ઘરમાંથી માખી દૂર કરવા માટે તમારે કપૂરનું મિશ્રણ બનાવવું જોશે. તેના માટે તમારે સૌપ્રથમ 10 કપૂરની ગોટી લઈ અને તેનો પાવડર બનાવી લેવો. હવે આ પાવડરને 4 કપ પાણીમાં એડ કરી સરખી રીતે હલાવી લેવું ત્યાર બાદ આ મિશ્રણને તમે સ્પ્રેની બોટલમાં નાખી અને ઘરની ફર્શ અને જ્યાં માખી વધારે આવતી હોય ત્યાં છંટકાવ કરવો.
👉 નિલગિરી ઓઇલ અને એપલ સાઇડર વિનેગર :- આ પ્રયોગથી જંતુનાશક સ્પ્રે તૈયાર થઈ જશે. આ પ્રયોગ કરવા માટે તમારે સૌપ્રથમ એક પાત્રમાં અડધો કપ એપલ સાઈડ વિનેગર અને 2 ચમચી નીલગિરિનું ઓઇલ મિક્સ કરી અને સ્પ્રેની બોટેલમાં ભરી દેવું. હવે આ મિશ્રણને સ્પ્રે વડે છંટકાવ કરવાથી તમારા ઘરમાં માખીઓની સમસ્યા તદન દૂર થઈ જશે.
👉 લવિંગના ઓઇલનો પ્રયોગ :- માખીઓને ઘરમાંથી દૂર કરવા માટે તમારે તેજ અને તીખી સ્મેલ ધરાવતું ઓઇલ બનાવવું પડે છે. તેથી લવિંગની સ્મેલ તેજ અને તીખી હોય છે. લવિંગનો પ્રયોગ કરવા માટે તમારે સૌપ્રથમ 4-5 લવીંગ લઈ અને તેને ખાંડી પાવડર તૈયાર કરી લેવો. હવે તેમાં 1 ચમચી ખાવાનું ઓઇલ મિક્સ કરીને ગરમ કરી લેવું. ગરમ થઈ ગયા બાદ તેને સ્પ્રેની બોટેલમાં ભરી અને ફર્શ પર છંટકાવ કરવો.
👉 આદુંનો પ્રયોગ :- આ પ્રયોગ કરવા માટે તમારે સૌપ્રથમ 1 આદું ક્રશ કરી કરી લેવું. ત્યાર બાદ 3 કપ પાણીમાં પીસેલું આદું એડ કરી દો. હવે તે પાણીમાં સરખી રીતે ભળી જાય એવી રીતે હલાવો, ત્યાર બાદ આ પાણીને તમે સ્પ્રેની બોટેલમાં નાખી તેનો છંટકાવ કરો તો માખીઓ આદુંની તેજ સ્મેલથી ભાગી જશે.
👉 તુલસીના પર્ણનો પ્રયોગ :- તુલસીના પર્ણ માખીઓને ઘરમાંથી દૂર કરવા સક્ષમ હોય છે. તેનો પ્રયોગ કરવો એકદમ સરળ છે. જેના માટે તમારે 15-20 તુલસીના પર્ણ લેવાના રહશે અને તેને મિક્સરમાં નાખી પેસ્ટ તૈયાર કરી લેવું ત્યાર બાદ તેને 2 કપ પાણીમાં એડ કરી સરખી રીતે મિક્સ કરી દો. હવે આ મિશ્રણને સ્પ્રેની બોટેલમાં ભરી અને છંટકાવ કરવાથી માખીઓ ઘરમાં આવતી નથી.
જો માખીઓ ભગાડવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.