🧂 દરેક ઘરમાં મીઠાનો ઉપયોગ રસોઈમાં સ્વાદ વધારવા માટે થાય છે. શરીર માટે પણ મીઠું એટલું જ જરૂરી છે. તેની કમીથી કેટલીક બીમારી થતી હોય છે. પરંતુ તેનું સેવન સપ્રમાણમાં કરવું જરૂરી છે. મીઠું ખોરાકનો સ્વાદ વધારવાની સાથે વ્યક્તિનું નસીબ પણ ચમકાવે છે. ઘરમાં ખુશીઓ અને સમુદ્ધિ લાવે છે.
🧂 જેમ ખોરાકમાં મીઠું ન હોય તો આખો સ્વાદ ફિકો લાગે તેમ મીઠાનો ઉપયોગ કરીને તમારા જીવનને ખુશીઓથી ભરી શકો છો. કેટલાક લોકો વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ કરતાં હોય છે, તો મીઠાનો એક ઉપાય કરીને ઘરમાં રહેલી કેટલીક મુશ્કેલીઓ દૂર કરી શકો છો. ઘરની એક જગ્યા પર મીઠું રાખવાથી પૈસાને લગતી સમસ્યા તો દૂર થશે સાથે બીજી તકલીફો પણ દૂર થતી જણાશે. તો ચાલો જાણીએ એક મીઠાના ફાયદા વિશે….
🧂 ઘરમાં ધન રહે તેના માટે– કેટલીક વખત ઘરમાં પૈસાની અછત સર્જાતી હોય છે. તે દૂર કરવા માટે એક કાચનો ગ્લાસ લેવો તેમાં પાણી ભરવું. હવે તે પાણીમાં મીઠું મિક્સ કરીને ઘરના નૈઋત્યના ખૂણામાં મૂકવું. તેની પાછળ લાલ રંગનો બલ્બ પણ લગાવો. પાણી જ્યારે સુકાય જાય ફરી ગ્લાસ પાણીથી ભરી દેવો અને મીઠું નાખવું. ગ્લાસ ફરીથી ભરો ત્યારે સાફ કરીને મૂકવો.
🧂 ઘરમાંથી ગરીબી દૂર કરવા- ગરીબી દૂર કરવા માટે તમે રોજ પાણીમાં મીઠું નાખીને ઘરમાં પોતું કરો. આ પ્રયોગ ગુરુવારના દિવસે ન કરવો. બાકી અઠવાડિયામાં ગમે ત્યારે કરી શકો છો. નકારાત્મક ઉર્જા દૂર થવા લાગશે.
🧂 શનિ દેવના દૂષ પ્રભાવથી બચવા- ઘણા લોકો દાળ અને શાકમાં મીઠું ઓછું હોય તો ઉપરથી એડ કરતાં હોય છે. આ પ્રકારની ભૂલ ક્યારેય ન કરવી. તે સમયે કાળું મીઠું અને મરચું પણ ઓછું હોય તો કાળા મરી એડ કરવા. તેનાથી તમને લાભ થશે. શનિદેવનો દુષ્પ્રભાવ શરૂ નહીં થાય.
🧂 મંગળ નબળો અને કુંડળીમાં ચંદ્ર- જો તમારી કુંડળીમાં ચંદ્ર નબળો છે તો ભોજનમાં સમુદ્રી અથવા સામાન્ય મીઠાનો ઉપયોગ ન કરવો. તેના બદલે સિંધાલુણનું સેવન કરવું. જેનાથી તમારી રક્તચાપની સમસ્યાથી પણ બચાશે.
🧂 મનની બેચેની માટે- કેટલાક લોકો વધારે પડતાં વિચારો કરતાં હોય છે. જેના કારણે મન અશાંત બને છે સાથે કોઈપણ જાતની ચિંતા વધતી જતી હોય છે. તેનાથી સ્વાસ્થ્ય પર તકલીફ પડે છે. તેના માટે તમારે મીઠાવાળા પાણીથી સ્નાન કરવું, શરીર શુદ્ધ થઈ જશે સાથે બેચેની પણ દૂર થશે.
🧂 ઘરકંકાસથી બચવા- કોઈ સમય એવો હોય છે જ્યારે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં હોય છે. કોઈ વાતને લઈ મનભેદ રહેતો હોય છે. અને તે મોટા સ્વરૂપમાં ન બદલાય તે માટે સિંધાલુણ મીઠું અથવા આખા મીઠાનો ટુકડો બેડરૂમના કોઈ એક ખૂણામાં મૂકી દો. તેનાથી માનસિક શાંતિ મળશે, લગ્ન જીવન પણ સુખરૂપ રહેશે. એક મહિના પછી મીઠાનો ટુકડો બદલી નાખવો.
🧂 વાસ્તુદોષ દૂર- ઘણી વખત વાસ્તુદોષના કારણે પણ માણસ સમૃદ્ધિ હાંસલ કરી શકતો નથી. તે સિવાય મનમાં ઉદાસી, ભય, ચિંતા રહ્યા કરતી હોય છે. તો તમારે બંને હાથમાં મીઠું ભરીને રાખવું. થોડી વાર પછી વોશ બેસીનમાં નાખી પાણી રેડવું. આ મીઠું તમારે ગમે ત્યાં ન ફેંકવું જોઈએ.
🧂 વધારે ધનની આવક માટે- ઘરમાં ધનની આવક રહે તેના માટે મીઠાને કાચના વાસણ કે ગ્લાસમાં રાખી તેમાં 4-5 લવિંગ મૂકો. તેનાથી ઘરની આવક શુદ્ધ થશે સાથે આવક પણ ચાલુ રહેશે. ધનન કમી ક્યારેય નહીં વર્તાય.
🧂 બીમારીમાંથી મુક્તિ મેળવવા- કોઈપણ બીમારીને દૂર રહેવા માટે મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ. સૂતી વખતે માથું પૂર્વ દિશામાં રાખવું. સૂતી વખતે એક વાડકામાં થોડું સિંધાલૂણ ભરી મૂકી દેવું. તેનાથી શરીર સ્વસ્થ રહેશે. ભોજનમાં પણ બને તો સિંધાલુણ અને કાળા મીઠાનો ઉપયોગ કરવો.
🧂 કોઈ માણસ લાંબા સમય સુધી બીમાર હોય તો તેના માથા પર મીઠાનું વાસણ ભરી મૂકવું. અઠવાડિયા પછી તેને બદલી નાખવું. ધીમે ધીમે વ્યક્તિ સ્વસ્થ થવા લાગશે.
🧂 બાથરૂમ અને ટોયલેટમાં- કાચના વાસણમાં સમુદ્રી મીઠું ભરી બાથરૂમમાં મૂકી દેવું. તેનાથી બાથરૂમની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. મીઠાથી ગમે તેવી ગંદકી દૂર થાય છે. તેમાં એક પ્રકારનું રસાયણ રહેલું છે માટે. હવે ટોયલેટમાં કરકરું મીઠું એક વાસણમાં ભરી મૂકી દેવું. 15 દિવસ પછી બદલી નાખવું. પહેલાના મીઠાને ટોયલેટમાં નાખી દેવું. જો તમારું ટોયલેટ ઉત્તર-પૂર્વ દિશામાં હોય તો દરવાજા પર રોઅરિંગ લાયનનો ફોટો લગાવવો.
🧂 નજર લાગી હોય ત્યારે- ઘણી વખત નાના બાળકને નજર લાગતી હોય છે. અમુક સમયે મોટાને પણ લાગે છે. તે દરમિયાન થોડું મીઠું હાથમાં લઈ સાત વખત ઉતારી પાણીમાં જવા દેવું. તેનાથી નજર દોષ દૂર થશે. તેમાં વ્યક્તિગત બાધા માટે તમારે પીસેલું મીઠું લેવું અને સાંજે પોતાના માથા પરથી ત્રણ વખત ઉતારી દરવાજાની બહાર જવા દેવું. આ પ્રયોગ ત્રણ દિવસ કરવો. તેમ છતાં આરામ ન મળે તો માથા પરથી ઉતારીને ટોયલેટમાં નાખી દેવું જરૂર લાભ થશે.
જો આ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.