👉આપણે કોઈ મુસીબતમાં ફસાઈએ અને તે સમયે જ એને નિવારવાના ઉપાયો શોધવા બેસીએ તો તો ઘણું જ મોડું થઈ શકે છે. માટે જો આપણે અગાવ જ એવી જાણકારી રાખતા હોઈએ તો તે આપણને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તેનાથી કોઈનો જીવ જો જોખમમાં હોય તો પણ તેને ઉગારી શકાય છે.
👉દોસ્તો, આજે આપણે કોઈને જો શોક લાગે તો તેના માટે શું કરવું જોઈએ. આપણી આજુબાજુમાં કદાચ કોઈને અચાનક જ ઇલેક્ટ્રિક શોક લાગે તો તેવી પરિસ્થિતિમાં આપણે તાત્કાલિક કયા પગલાં લેવા જોઈએ. આ સમયે જો આપણે યોગ્ય નિર્ણય ના લઈ શકીએ તો કોઈનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. તો ચાલો આજે ઇલેક્ટ્રિક શોકમાં તત્કાળ કરી શકાય તેવી તમામ માહિતીને જોઈએ.
👉આજના સમયમાં સામાન્ય માણસ પણ ઇલેક્ટ્રિક વસ્તુ જેવી કે પંખા, ટીવી, ફ્રીઝ, મિક્સર, બ્લેન્ડર જેવી વસ્તુ વાપરતા હોય છે. આ ચીજોના ઉપયોગ વખતે ઘણીવાર ખૂબ જ ધ્યાન રાખવા છતાં કોઈ સામાન્ય ભૂલ થવાથી શોક લાગતો હોય છે. આ જે કરંટ હોય છે તે સામાન્ય જ હોય છે તેમ છતાં જો થોડી બેદરકારી રાખવામાં આવે તો તેનું ઘણું મોટું પરિણામ પણ આપણે ભોગવવું પડે છે. જો તમે આ ચાર બાબતનો ખ્યાલ રાખો તો મોટી મુસીબત ટળશે.
⚡ઇલેક્ટ્રિક કરંટ લાગે તે સમયે ખાસ કાળજી રાખવા જેવી આ ચાર બાબતો :
⚡(1) જ્યારે તમે કોઈ ઇલેક્ટ્રિકલક કામ કરી રહ્યા છો તેવા સમયે તમારે જે મેઈન પાવર સપ્લાય હોય છે તેને ઓફ કરવી જોઈએ અને તે કામ દરમ્યાન પગમાં રબરની ચપ્પલ અવશ્ય પહેરેલી રાખવી જોઈએ. તે કામ કરતાં પહેલા એક વાર ટેસ્ટર દ્વારા તેનો પાવર અવશ્ય ચેક કરવો જોઈએ.
⚡(2) જ્યારે અચાનક જ કોઈ વ્યક્તિને ઇલેક્ટ્રિક શોક લાગ્યો છે તેવા સમયે તમારે જો જરૂર જણાય કે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, તો આવી પરિસ્થિતિમા તમારે ડોક્ટરની સલાહ અનુસાર કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન શરૂ કરી દેવું જોઈએ જેનાથી તેને શ્વાસોશ્વાસમાં થતી તકલીફ દૂર થશે.
⚡(3) જ્યારે તમારા પોતાના ઘરે જ કે પછી તમારી આજુબાજુમાં કોઈને ઇલેક્ટ્રિક શોક લાગ્યો છે તો તેવી પરિસ્થિતિમાં તમે પણ ભાન ભૂલીને કઈ પણ વિચાર્યા વગર જ તેને અડવાની એટલે કે તેને બચાવવાની ભૂલ ના કરતાં તેને ચોક્કસ બચાવવાની જ છે પરંતુ જો તમે તેને સિધ્ધા જ અડશો તો તમે પણ કરંટમાં ચોંટી શકો છો માટે પહેલા મેઇન સ્વિચ પાડો અથવા તો લાકડાની લાકડીની મદદ લઈને તેને બચાવવાની કોશિશ કરો.
⚡(4) કરંટ લાગેલી વ્યક્તિ જો બેહોશ બની ચૂકી છે તો તેને ફરી હોશમાં લાવવા માટે સૌ પ્રથમ તેને નીચે સુવડાવી દો બાદ તેના માટે તેના હાથને માથાની નીચે રાખો અને બીજો હાથ આગળ રાખો, જ્યારે એક પગ સીધો અને બીજો પગ વળેલો રાખો. આ પોઝીશનમાં આવીને વ્યક્તિ થોડા જ સમયમાં હોશમાં આવવા લાગશે.
જો આ કરંટ લાગવા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.