👉મિત્રો આજે અમે તમને એવી જાણકારી આપીશું જેનો પ્રયોગ કરવાથી કોઈપણ વ્યક્તિના પાપ ધોવાય જાય છે અને સારા લોકમાં તેની આત્માનો વાસ થાય છે. આ આર્ટીકલમાં દર્શાવેલ ઉપાયને કરવાથી મૃત વ્યક્તિની આત્માને શાંતિ મળે છે અને સ્વર્ગ લોકમાં સ્થાન મળે છે.
👉આપણે બધા જાણીએ છીએ કે મૃત્યુને કોઈ રોકી નથી શકાતું. તે કોઇની પહેચાન નથી રાખતી જેમાં માણસ અમીર હોય કે ગરીબ તે તેમાં ભેદભાવ રાખતું નથી. શાસ્ત્રો મુજબ મૃત્યુ બાદ આપણો જીવ આપણા કર્મો અનુસાર 2 જગ્યાએ જાય છે. તેમાં જો તમારા કર્મો સારા હોય તો આત્માને સ્વર્ગલોકમાં વાસ મળે અને જો તમારા કર્મો ખરાબ હોય તો તમને સજા સ્વરૂપે નર્ક લોકમાં વાસ મળે છે.
👉આ દુનિયામાં રહેતા બધા લોકો ખરાબ કર્મો કરતાં ડરે છે. કેમ કે ભગવાન તેમની આત્માને સજા સ્વરૂપે નર્કલોકમાં મોકલે છે. પરંતુ જો લોકોને સ્વર્ગનું કહેવામાં આવે તો તરત જ લોકોનું હદય પ્રસન્ન થઈ જાય છે. ઉપરાંત જે આત્માને સ્વર્ગમાં વાસ મળે છે તે આત્માને ભટકવું નથી પડતું અને તેની આત્માને મોક્ષ મળે છે.
👉પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે, મૃત્યુ સમયે આ 5 વસ્તુ કરવામાં આવે તો મૃત વ્યક્તિને પીડા ઓછી થાય છે અને જ્યારે તેનો જીવ શરીરમાંથી નીકળે ત્યારે જો આ વસ્તુ કરવામાં આવે તો તેના જીવને સદગતિ પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ શું છે આ 5 વસ્તુ .
👉જેમાં સૌપ્રથમ આવે છે રામાયણ. જે કોઈપણ વ્યક્તિના મૃત્યુ સમયે રામાયણના શ્લોકો બોલવામાં આવે અને રામ ભગવાનની જીવન કથા વાંચવામાં આવે તો જીવને સદગતિ પ્રાપ્ત થાય છે અને શાસ્ત્રો અનુસાર જો મૃત્યુ સમયે રામ ભગવાનનું નામ લેવામાં આવે તો આત્માને સ્વર્ગ લોકમાં વાસ મળે છે અને મૃત્યુ સમયે થતી પીડામાં રાહત મળે છે.
👉બીજી વસ્તુ એ છે કે, જ્યારે વ્યક્તિની મૃત્યુનો સમય હોય ત્યારે ગીતાજીના પાઠ કરવામાં આવે તો આત્માને શાંતિ મળે છે અને મૃત્યુની કષ્ટિમાંથી રાહત મળે છે. આત્માને સદગતિ પ્રાપ્ત થાય છે. ગીતામાં પણ લખેલું છે કે, મૃત્યુ સમયે ભગવાનનું નામ લેવાથી તેમના પાપો દૂર થાય છે અને તેની આત્માને ભટકવું પડતું નથી.
👉મહાનગ્રંથો અને ગીતામાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે વ્યક્તિની મૃત્યુ નજીક હોય અને તેના છેલ્લા શ્વાસ ચાલતા હોય ત્યારે તે વ્યક્તિ જેના વિશે વિચારે અથવા સ્મરણ કરે તો તેની આત્મા ત્યાં જ જાય છે. પછી જો તે વ્યક્તિ ખરાબ શક્તિની વિશે વિચારે તો તેને ત્યાં વાસ મળે છે અને જો ભગવાન વિશે વિચારે તો તેને ભગવાનની શરણમાં વાસ મળે છે.
👉ભારતમાં ગંગામાતાનો અપાર મહિમા છે. તેના પાણીનો લોકો સારા-નરસા બધા કાર્યોમાં તેનો ઉપયોગ કરે છે. તેથી જો કોઈ પણ વ્યક્તિ મૃત્યુના દરવાજે ઊભું હોય અને તેના છેલ્લા શ્વાસ ચાલતા હોય તો તેના મોમાં ગંગાજળ નાખવું અર્થાત જ્યારે તેના શરીરમાં ગંગાજળ પ્રવેશે ત્યારે તેનું શરીર અને તેની આત્મા પવિત્ર થઈ જાય છે. જેથી તેની આત્માને ખરાબ કાર્યોનો દંડ ભોગવવો પડતો નથી અને તેની આત્માને સદગતિ પ્રાપ્ત થાય છે.
👉આપણા પુરાણોમાં ઉલ્લેખ છે કે, ગંગાજળ સમકક્ષ તુલસીને ભગવાન સમાન માનીને તુલસીની આપણે પૂજા કરી છે. એટલા માટે જે કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક હોય તેના માથા પાસે તુલસીનું પાન રાખવામાં આવે તો આ શરીરમાં રહેલી આત્માને કષ્ટો સહન કરવા પડતાં નથી. તુલસી પવિત્ર હોવાથી શરીરમાં રહેલી આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
જો આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.