💰દુનિયાનો દરેક વ્યક્તિ એવું ઇચ્છે કે તેનું જીવન સુખ અને શાંતિથી પસાર થાય. તે પોતાની અને ઘરના દરેક સભ્યોની જરૂરિયાત સારી રીતે પૂરી કરી શકે. અને જરૂરિયાત પૂરી કરવા માટે દરેક માણસ પૈસા કમાતો હોય છે. હાલના સમયમાં પૈસાનું ખૂબ મહત્ત્વ છે. જો કોઈ વ્યક્તિ પાસે પૈસા હોય તો તેની તમામ જરૂરિયાતો પૂરી કરી શકે છે. દુનિયાનો દરેક વ્યક્તિ ધનની લાલસા રાખતો હોય છે.
💰તેના માટે ઘરનો મુખ્ય દરવાજો ખૂબ જ મહત્વનો હોય છે. ત્યાંથી ઘરમાં પોઝિટિવ અને નેગેટિવ ઉર્જાનો પ્રવેશ થતો હોય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘણાં ઉપાયો જે કરીને તમે નકારાત્મક ઉર્જા અને પૈસાદાર બની શકશો. ઘરનું વાતાવરણ કયા પ્રકારનું હશે તે મુખ્ય દરવાજા પરથી અંદાજો આવી જતો હોય છે. મુખ્ય દરવાજો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શુભ રહે છે. સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો પણ સામનો ઓછો કરવો પડતો હોય છે. પરંતુ તેના માટે આપણે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડતું હોય છે. તેના ઉપાયો આજે જણાવીશું.
💰-આપણે ઘરમાં સુખ શાંતિ બની રહે તેના માટે ઘણાં ઉપાયો કરતા હોઈએ છીએ. મોટાભાગની સ્ત્રી સવારે નાહી ધોઈને ઘરના મુખ્ય દરવાજે એટલે કે ઉંબરાનું પૂજન કરતી હોય છે. જેથી માતા લક્ષ્મીની કૃપા બની રહે.
💰-પહેલાની સ્ત્રી સવારે ઉઠે એટલે તરત જમણા હાથના દર્શન કરતી અને ભગવાનનું નામ લઈ કામની શરૂઆત કરતી હતી. જ્યારે અત્યારે લાઈફ સ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે. ભગવાનનું નામ લેવાને બદલે મોબાઈલ પહેલા જોતા થઈ ગયા છે.
💰-તેનાથી ઘરમાં આવતી મુસીબતોથી બચી શકો છો. એવા કેટલાક ઉપાયો વાસ્તુશાસ્ત્રમાં પણ આપ્યા છે જેને આજે જાણીશું.
💰- દરેક સ્ત્રી સવારમાં ઉઠીને પહેલા ઘરમાં પૂજા પાઠ કરે અને પછી જ રસોઈનું કામ કરતી હોય છે. અત્યારે ઘરની મહિલા પણ નોકરી કરતી થઈ ગઈ છે. તો પહેલા ભગવાનની પૂજા કરવાના બદલે રસોઈ કરતી હોય છે.
💰-પણ રજાના દિવસે આરામ હોય ત્યારે તેમણે સૌથી પહેલા ઘરનો મુખ્ય દ્વાર ખોલીને પહેલા ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ અથવા હળદરવાળું પાણી કરી છાંટવું જોઈએ. પછી ઘરમાં પાછા ફરી જવું. ગંગાજળના છંટકાવથી ઘરનો મુખ્ય દરવાજો પવિત્ર થઈ જશે અને નેગેટિવ ઉર્જા ઘરમાં પ્રવેશ નહીં કરી શકે.
💰-ગંગાજળની જેમ ઘરના મુખ્ય દરવાજા પર દરેક માણસ કંઈને કંઈ લગાવતા હોય છે. અત્યારે તો જાણે ટ્રેન્ડ બની ગયો છે. અવનવી વસ્તુ દરવાજા પર લગાવવાનો. તેમાં ખાસ કરીને તમારે સ્વસ્તિક, ગણપતિ, શુભ, લાભ વગેરે જેવી વસ્તુ દરવાજા પર લગાવવી જોઈએ. જેથી ભગવાનના આર્શીવાદ આપણને મળતા રહે અને નકારાત્મક ઉર્જાથી આપણે બચી શકીએ. ઘણા લોકો લક્ષ્મીજી અને કુબેરજીને પર દ્વારા પર લગાવતા હોય છે.
💰- તેજ પ્રમાણે આસોપાલવના પાનનું તોરણ બનાવીને મુખ્ય દરવાજા પર લગાવવું જોઈએ. આસોપાલવના પાન ન હોય તો કેરીના પાનનું પણ તોરણ તમે લગાવી શકો છો. જેનાથી તમારા ઘરમાં આવતી મુસીબતોથી બચી શકો છો.
💰-તે સિવાય ઘરના મુખ્ય દરવાજાની સાઈડમાં તુલસીનો છોડ અવશ્ય રાખવો જોઈએ. જે તમારા ઘરમાં આવતી બીમારીને રોકશે. વૃક્ષો આમ પણ આમ પણ આપણા જીવનમાં ખુશીઓ લાવતા હોય છે. વૃક્ષો આપણને ઓક્સિજન પૂરું પાડે છે. એટલે તેના માટે પણ ખાસ જરૂરી છે.
💰-કેટલાક લોકો એવા પણ હશે જે ગરીબીનો સામનો કરી રહ્યા છે. તેમણે જો ધન લાભ મેળવવો હોય તો ઘરના દરવાજાની જમણી બાજુ પર રોજ સવારે એક વાસણમાં પાણી ભરીને મૂકવું જોઈએ. તેમાં સાથે રોજ તાજા ફૂલ પણ મૂકવા. સાંજ પડે રોજ તમારે એ પાણી ઘરની બહાર ઢોળી દેવું. તમારા ઘરમાં ધીમેધીમે માતા લક્ષ્મીનો વાસ થશે. ગરીબી દૂર થતી જણાશે.
💰-ઘરના મુખ્ય દરવાજાનો કલર પણ ઘરમાં અસરકારક બની રહે છે. જો તમે ઘરનો મુખ્ય દરવાજો કાળા કે બ્લ્યૂ કલરનો રાખશો તો તકલીફ થવા લાગશે. એટલે બને ત્યાં સુધી તમારે ઘરના મેઈન દરવાજો આ બંને કલરનો ક્યારેય ન રાખવો જોઈએ.
💰-મોટાભાગના લોકો આ પ્રમાણે જ કલર રાખતા હોય છે પરંતુ તેના માટે દરવાજોનો કલર બદલો શક્ય ન હોય તો લાલ અથવા પીળા રંગની પેઇન્ટિંગ લગાવી દેવી. અને જો નવા ઘરમાં મુખ્ય દરવાજો બનાવતા હોવ તો લાલ અને પીળો રંગ થોડો આવતો હોય તે પ્રમાણે રાખવો. જેથી ભગવાનની કૃપા બની રહે.
💰- તે સિવાય તમારે ઘરના મુખ્ય દરવાજા પર હળદરથી સ્વસ્તિક બનાવવું. કેટલાક પ્રકારના દોષ અને નકારાત્મક ઉર્જા દૂર રહેશે. સાથે ઘરની સફાઈ પણ રાખવી જોઈએ. જેથી માતા લક્ષ્મીનો વાસ થાય.
💰-ઘણી મહિલાઓ રોજ ઘરના આંગણે રંગોળી કરતી હોય છે. તે સૌભાગ્યને આમંત્રણ આપે છે. આ રીતે રોજ સવારે વહેલા ઉઠીને તમારે ઘરના મુખ્ય દરવાજાને અવશ્ય ખોલી નાખવો જોઈએ.
જો રોજ સવારે આ કામ કરવા વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.