🙂 આજે મોંઘવારી એટલી હદે વધી છે કે ઘરમાં જો માત્ર એક જ સભ્ય કમાય તો ઘર ચલાવવું ખૂબ જ કઠિન થાય તેવું છે. આજે આપણે જેટલું કમાઈએ છીએ તેટલું તો ખર્ચ જ થઈ જતો હોય છે. તો બચતની તો વાત જ કયા રહી. આ પ્રશ્ન લગભગ 70 % લોકોનો છે. તેઓને હંમેશા પોતાની ઇન્કમમાંથી કઈક બચાવવું છે પરંતુ તે કોઈને કોઈ રીતે ખર્ચાય જતું હોય છે. બચત કરવા માટે લોકો ઘણા જ પ્રયત્ન કરે છે પરંતુ તેઓ તેમાંથી બચાવી શકતા નથી.
🙂 જો તમારે પણ જીવનમાં આવો કોઈ પ્રશ્ન હોય કે લક્ષ્મી તમારા ઘરે ટકતી જ ના હોય તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી, કેમ કે આજે અમે જે લેખ લઈને આવ્યા છીએ તેમા એવા બે અદભૂત ઉપાયો છે કે તમારા ઘરે ધનની સાથે સાથે તમને યશ પણ અપાવશે. તો આ આર્ટિકલને સંપૂર્ણ વાંચો અને તેનો પૂરો લાભ ઉઠાવો.
🙂 યશ અને કીર્તિ મેળવવાનો સૌથી પહેલો ઉપાય : પૃથ્વીના સમસ્ત જીવોની જીવા દોરી જેના હાથમાં છે. તે સૂર્યદેવનો વાર એટલે કે રવિવાર. જો તમે તમારા જીવનમાં ખૂબ જ સફળ થવા માંગો છો. ધનવાન બનવાની સાથે કીર્તિવાન પણ થવાની જો તમને ઈચ્છા હોય તો તે સૂર્યદેવની કૃપાથી તમે કરી શકો છો. આના માટે તમારે રવિવારના દિવસે સુર્યનારાયણની ઉપાસના કરવી ખૂબ જ જરૂરી છે.
🙂 રવિવારે ખાસ સુર્ય દેવને પૂજો તેને જળ ચડાવો, તેને કંકુના છાંટણા નાખો. આવી રીતે દર રવિવારે તમારે સુર્ય પૂજા કરવી. આમ સૂર્યની કૃપા મેળવીને તમે પણ યશ મેળવી શકો છો. જો બની શકે તો નિત્ય સુર્યદેવને જળ ચડાવાય તો સૌથી શ્રેષ્ઠ છે. આમ તમારા તમામ દૂ:ખ દૂર થશે એન તમારું ભાગ્ય ખૂલી જશે.
🙂 યશ, કીર્તિ અને ધનવાન થવાનો બીજો ઉપાય : જે લોકોને ધન ઘરમાં ટકતું ના હોય. પૈસા ઘરમાં આવતાની સાથે જ ઘરમાંથી જો તે જતાં રહેતા હોય તો તેના માટે એક ખૂબ જ આસાન એવો પ્રયોગ છે જેના કરવાથી તમને ખૂબ જ સારું એવું પરિણામ મળી શકે છે. આ ઉપાય કરવાથી તમે ખૂબ જ ધન અને માન વગેરે મેળવી શકો છો. દોસ્તો, આ ઉપાય પણ તમારે સૂર્યદેવનો જ વાર એટલે કે રવિવારના દિવસે જ કરવાનો રહેશે.
🙂 રવિવારના દિવસે તમારે સુર્ય પૂજા તો સવારે કરવી જ પરંતુ એની સાથે સાથે રાત્રે આ બીજો પણ ઉપાય કરવાનો છે. જેમાં તમારે એક ગ્લાસમાં દૂધ લેવાનું છે. આ દૂધના ગ્લાસને તમારે સૂતી વખતે તમારી પથારીની નજીક ઢાંકીને રાખવો. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આ દૂધ ઢોળાય તે સારો સંકેત નથી. તેથી તમારી પથારીની એકદમ નજીક ના રાખો જેથી તે ઢોલાય નહીં. આ ગ્લાસને ઢાંકીને રાખવો.
🙂સવારે તમારે તમારા નિત્ય કર્મથી પરવારીને ત્યારબાદ આ દૂધ ભરેલા ગ્લાસને તમારા ઘરની નજીક કે પછી કોઈ અન્ય જગ્યા પર કે જ્યાં ગાંડો બાવળ હોય ત્યાં જઈને તેના થડમાં આ દૂધને રેડી દો. આટલું કરવાથી પણ તમને તેનો ઘણો જ ફાયદો થશે. દોસ્તો, ઉપર દર્શાવેલ બંને ઉપાય તમારે રવિવારના દિવસે જ કરવાના છે. અને તો જ તમે ધારેલું પરિણામ મેળવી શકશો.
જો આ વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.