🤔આપણા દરેકના ઘરોના કિચનમાં નાના-મોટા અનેક પ્રકારના વાસણો અને અન્ય સામાન હોય છે અને તેનો રસોઈમાં રેગ્યુલર ઉપયોગ પણ બહેનો કરતી હોય છે. હવે જ્યારે બહેનો એ દરેક સાધનોનો ઉપયોગ કરતી હોય છે ત્યારે તેને નથી ખ્યાલ હોતો કે આના ઉપયોગથી તે પોતાના જ સ્વજનોને બીમાર પણ પાડી શકે છે. તો બહેનો ખાસ આ આર્ટિકલને પૂરેપૂરો વાંચે અને પોતાના પરિવારને કેન્સર જેવી બીમારીથી બચાવે.
🤔ઘણા લોકોને પોતાના ઘરમાં બસ નવી અને ચમચમાતી જ વસ્તુઓ પસંદ હોય છે. પોતાના રસોઈ ઘરમાં પણ તેઓ વિવિધ સમગ્રીઓને લાવીને તેનો ઉપયોગ કરતાં જ હોય છે પરંતુ તેના પહેલા તમારે એ વાતને પણ જાણવી ખૂબ જ જરૂરી છે કે તેના ઉપયોગના કારણે શું તમને કોઈ નુકશાન તો નથી થતું ને.
🤔દોસ્તો, આજે આપણે રસોઈ ઘરની કેટલીક તમારી હેલ્થને નુકશાન પોહચાડતી એવી વસ્તુઓ વિશે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ તો તેના માટે તમારે આર્ટિકલને સંપૂર્ણ વાંચવો ખૂબ જ જરૂરી છે.
🤔 પ્લાસ્ટિકની બોટલો : આજના સમયમાં લોકોના કિચનમાં પ્લાસ્ટિકની બોટલોએ વિશેષ સ્થાન લઈ લીધું છે. પરંતુ આ પ્લાસ્ટિક બોટલના વિશેષ ઉપયોગના કારણે આપણી હેલ્થ જોખમાય છે. પ્લાસ્ટિક બોટલના કારણે આપણા હોર્મોન્સને નુકશાન પહોંચે છે.
🤔 પ્લાસ્ટિક બોટલ કે બાઉલમાં ખોરાક ગરમ ભરવાના લીધે તેમાંથી ટોક્સિસ બહાર આવે છે જે આપણા માટે કેન્સર જેવી બીમારીનું કારણ બની શકે છે. આમ જ આપણું શરીર ધીરેધીરે સ્થૂળ થવા લાગે છે. અને તમે જાણો જ છો કે સ્થૂળતા જ અનેક બિમારીઓનું ઘર છે. તો આજથી જ તમારા રસોઈ ઘરમાંથી પ્લાસ્ટિક બોટલને દૂર કરો.
🤔 નોન સ્ટિક કુકવેર : આજે દરેક કિચનમાં નોન સ્ટીકનો ક્રેઝ જાણે આવી ગયો હોય તેવું લાગે છે. પરંતુ આપણે એ વાતને જાણવી ખૂબ જ જરૂરી છે કે આ નોન સ્ટિક આપણા માટે કેટલું યોગ્ય છે. દોસ્તો તમને ખ્યાલ છે કે જ્યારે ગેસ પર આ નોન સ્ટીકને ચડાવવામાં આવે છે ત્યારે પીએફસીના કોટિંગને ભારે ખલેલ પહોંચે છે જેનાથી લીવર તેમજ હાઇજેસ્ટિવ જેવી તકલીફોની સાથે સાથે કેન્સર થવાનો પણ પૂરો સંભવ રહેલ છે.
🤔એલ્યુમિનિયમ વરખ (ફોઈલ) : આપણા શરીર માટે એલ્યુમિનિયમ જરૂરી છે પરંતુ તેની માત્ર મેક્સિમમ 50 મિલિગ્રામ જેટલી હોવી જોઈએ, પરંતુ એક રિસર્ચ અનુસાર એવું જાણવા મળ્યું છે કે આ ફોઈલમાં ભરેલ ખોરાકમાં લગભગ 2.5 મિલિગ્રામ એલ્યુમિનિયમનું પ્રમાણ હોય છે જેના કારણે આપણા શરીરમાં ઝીંકના અવશોષણમાં સમસ્યા ઉદભવે છે. અને તેના કારણે જ આપણા શરીરમાં કેન્સર થવાના ચાન્સીસ ઘણા વધી જાય છે.
🤔રિફાઇન તેલ :આપણી મોટા ભાગની રસોઈ તેલ વિના તો બનતી જ નથી તો રસોઈમાં વપરાતા આ તેલની બનાવટ કેવી હોય છે. તે જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે. આપણે જે રિફાઇન તેલનો રસોઈમાં ઉપયોગ કરીએ છીએ તે તેલને એકદમ શુધ્ધ બનાવવા માટે તેના પર ઘણી જ પ્રક્રિયા કરવામાં આવે છે તેના માટે ઘણા એસિડનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
🤔તેલની અમુક પ્રકારની સ્મેલને દૂર કરવા માટે હેકસાનોલ નામક રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આ પ્રોસેસ્ડ રિફાઇન તેલને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે તે ટ્રાન્સ ફેટને ઓક્સિડાઈઝ અને ચરબીને મુક્ત કરે છે. આ બધુ જ આપણી હેલ્થ માટે ખૂબ જ નુકશાન કરતાં છે. જેનાથી હાર્ટની બીમારી તેમજ કેન્સર થાય છે.
જો આ માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.