આપણાં શરીરમાં ઘણા એવા અંગો રહેલા છે. જે શરીરમાં સારા ના રહે તો, માણસનું મોત પણ થઈ શકે છે. તે અંગોની સંભાળ રાખવી આપણી જવાબદારી રહે છે. તેવા જ એક અંગ વિષે આજે અમે માહિતી આપીશું કે, તેની સંભાળ રાખવા શું શું કરવું અને શું ના કરવું તો ચાલો આગળ જાણીએ તેના વિષે. પહેલા જાણીએ ક્યાં કાય અંગ સૌથી મહત્વના હોય છે. સૌથી પહેલું આપણું હ્રદય, બીજું છે. મગજ. પછી કિડની, ચોથું છે લીવર. આજે આપણે લીવર વિષે વાત કરવાની છે તેને કેવી રીતે શુદ્ધ રાખી શકીએ.
સૌથી પહેલા જાણીએ કે, લીવર આપણાં શરીર માટે શું કામ કરે છે. દોસ્તો લીવર આપણાં શરીર માટે એક મહત્વનુ અંગ છે કારણ કે, આપણે જે પણ વસ્તુને ભોજનમાં સેવન કરીએ છીએ તે, પાચન થઈને તૂટે છે. પછી તેના પોષકતત્વો આપણાં લિવરમાં જાય છે ત્યાં તે વસ્તુને તોડવાનું કામ કરે છે એટ્લે કે, આપણો ખોરાક ત્યાં જઈને અલગ થાય છે. જેથી આપણાં શરીરને પોષણ આપવાનું કામ થાય છે. ભોજનના પોષકતત્વો લિવરમાં જમા થાય છે. તેથી જે પણ અંગને પોષણની જરૂર પડે છે ત્યારે લીવર તેને પોષકતત્વો મોકલે છે. વધારે પોષકતત્વો હોય છે. તે લીવર પોતાની પાસે જમા રાખે છે.
જ્યારે કોઈ અંગને પોષકતત્વની જરૂર પડે છે. ત્યારે લીવર પોતાના જમા કરેલા તત્વો માથી થોડા તત્વો ત્યાં મોકલે છે. જ્યારે લિવરમાં કોઈ સમસ્યા ઊભી થાય છે. ત્યારે માણસ અંદરથી કમજોર થવા લાગે છે. તેવું નથી કે ખાલી ભોજન ત્યાથી અલગ થાય છે. પણ આપણાં શરીરમાં ફરતું લોહી પણ લિવરમાં જઈને શુદ્ધ થાય છે.
ત્યાર બાદ લીવર અલગ અલગ અંગને પહોચાડે છે. લિવરમાં જ્યારે લોહી આવે ત્યારે પહેલા તે શુદ્ધ કરે અને બધાજ વિશેલા તત્વોને બહાર કાઢે છે. જે વિશેલા તત્વો આપણાં શરીર માટે નુકસાનદાઈ હોય છે. તેથી આપણે હવે પહેલા જાણીએ કે, લીવર આપણાં શરીર માટે એક મહત્વનુ અંગ છે. તેને સારું રાખવા આપણે ખુબજ ધ્યાન રાખવું જરૂરી છે.
લિવરમાં થતી બીમારીને ક્યારે નકારવી ના જોઈએ તે સમજી લો. કારણ કે, આપણું આખું શરીર લીવર પરથી ચાલતું હોય છે. તો ચાલો જાણીએ રાત્રિના સમયમાં આપણું લીવર શું કામ કરતું હોય છે. દોસ્તો રાત્રિના 11 થી 2.30 વાગ્યા સુધીમાં આપણાં શરીરમાં લીવર અલગ સ્થાન પર કામ કરતું હોય છે. આ રાત્રિના સમયમાં લીવર આપણાં લોહીના ખરાબ તત્વોને મારવાનું કામ કરતું હોય છે. તેથી આપણાં લિવરમાં વધારે લોહી જમા થવા લાગે છે. દિવસમાં આપણે જે પણ ઝેરીતત્વો લીધેલા છે તેને મારવાનું કામ રાત્રિના આ સમય દરમિયાન લીવર કરતું હોય છે. જો તમે રાત્રે વહેલા સુવાની ટેવ રાખો છો તો લિવરને વધારે સમય મળે છે તે ઝેરી તત્વોને મારવાનો.
જો તમે થોડા મોડા સૂવો એટ્લે કે, 12 વાગ્યા પછી તો તમારા લિવરને થોડો ઓછો સમય મળે છે ઝેરી તત્વોને મારવાનો અને તેનાથી પણ વધારે લેટ થાય છે સુવાનું તો, લિવરને સૌથી ઓછો સમય મળે છે ઝેરીતત્વોને મારવાનો. એટલા માટે રાત્રે સૂવાનો સમય વહેલો કરો જેથી લીવર તેનું કામ કરી શકે.
જો સુવામાં લેટ થતું જશે તો લીવર સબંધિત બીમારીઓ જલ્દીથી પેટમાં જન્મ લેશે. જેવી કે, લીવર કેન્સર, લીવર સિરોસિસ, કમળો વગેરે. ગંભીર સમસ્યા ઊભી થવા લાગશે. તેથી રાત્રે બને તો વહેલી તકે સુવાનું કરો જેથી લીવર આ ઝેરી તત્વોને સંપૂર્ણ રીતે ખતમ કરી શકે. રાત્રે તમે લેટ સૂવો તેની ઊંઘ દિવસમાં અમુક સમય તમે સૂઈ લો એટ્લે પૂરી થઈ જશે પણ પેલું કાર્ય તો રાત્રે જ થશે દિવસમાં લીવર તેનું કાર્ય કરી શકે નહીં.
શરીરને હમેંશા નીરોગી રાખવા માટે રાત્રિ જલ્દીથી સુવાનું કરો. જેથી તમારી સેહત સારી રહે. તમારા પરિવારમાં કોઈને લેટ સુધી જાગવાની આદત છે તો, તેમને પણ આ વસ્તુ વિષે કહો અથવા આ આર્ટીકલ વાંચવા મોકલો એટ્લે તેને પણ ખબર પડે કે, રાત્રે લેટ સુવાથી શરીર માટે કેટલું હાનિકારક છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.