👉જે દુનિયામાં આવે છે તેનું મૃત્યુ નક્કી છે. દુનિયામાં જન્મ લેનારો દરેક વ્યક્તિ ક્યારેકને ક્યારેક મૃત્યુ તો પામે છે જ. દુનિયાનો કોઈ માણસ એવો નથી કે જેનું મૃત્યુ ન થાય. હવે જ્યારે કોઈ માણસનું મૃત્યુ થાય ત્યારે અંતિમ યાત્રા કાઢવામાં આવે છે. એટલે નનામી કે અર્થી જેને કહીએ છીએ, તેના દ્વારા સ્મશાનમાં લઈ જવામાં આવે છે.
👉તે સમયના કેટલાક નિયમો બનાવ્યા છે. તે નિયમોનું વર્ણન આપણા શાસ્ત્રોમાં પણ કર્યું છે. મોટાભાગના લોકો જ્યારે રસ્તા પર કે આજુબાજુમાંથી અંતિમયાત્રા પસાર થાય તો પગે લાગતા હોય છે. તે સિવાય પણ એવી કેટલીક એવી માન્યતા છે. જેને ક્યારેય ભૂલવી ન જોઈએ. તો ચાલો એ ચાર વાતોની માહિતી જાણીએ.
👉1-જ્યારે પણ આપણી પાસેથી અંતિમયાત્રા પસાર થાય ત્યારે થોડી વાર ઊભા રહી જવું જોઈએ. કેમ કે આપણે અજાણ્યા વ્યક્તિની અંતિમયાત્રામાં હાજરી તો આપી શકવાના નથી. આથી આપણે મૃતકના સન્માન ખાતર ઊભા રહીને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે જેનું મૃત્યુ થયું છે તેની આત્માને શાંતિ મળે.
👉2- જ્યારે પણ મૃતકને સ્મશાન સુધી લઈ જાય ત્યારે મોટાભાગના લોકો કાંધ આપતાં હોય છે. જેમાં માન્યતા છે કે મૃતકને કાંધ આપવાથી પાપનો નાશ થાય છે. ગમે તેટલા જૂના પાપ કર્યા હોય એક વ્યક્તિને કાંધ આપવાથી નાશ થાય છે. તેથી જે કોઈ અંતિમયાત્રામાં સામેલ હશે તે વ્યક્તિ અચૂક કાંધ આપશે. તેના પાપનો નાશ થાય છે સાથે પુણ્યમાં વધારો થતો હોય છે. તેથી દરેક વ્યક્તિએ મૃતકને કાંધ આપવી જોઈએ.
👉3-કોઈપણ વ્યક્તિની અંતિમયાત્રા પસાર થાય તમારી નજર તેની પર પડે તો એક વખત શ્રદ્ધાંજલિ જરૂર આપવી જોઈએ. હવે ફૂલ ચડાવવાથી શ્રદ્ધાંજલિ અપાય એવું નથી. અંતિમયાત્રા જોઈએ કે તરત ચૂપ થઈ જવું. જો તમે કાર કે બાઈક ડ્રાઈવ કરી રહ્યા હોવ તો હોર્ન પણ ન વગાડવો જોઈએ. જો તમે આ પ્રકારનું વર્તન કરશો તો મનમાં તેની પ્રત્યે માન અને સમ્માનની ભાવના જાગશે.
👉4-જો તમે ભગવાન શિવની કૃપા મેળવવા માગતા હોવ તો જ્યારે પણ અંતિમયાત્રા જુઓ ત્યારે રામ નામનો જાપ અવશ્ય કરો. આ વાત રામચરિત્રમાનસમાં લખી છે કે જો તમે રામ નામનો જાપ કરશો તો શિવજી પ્રસન્ન થશે. તે ઉપરાંત શિવપુરાણમાં લખ્યું છે કે જે માણસનું મૃત્યુ થાય તેનો આત્મા પરમાત્મામાં વિલીન થઈ જાય છે. તો દરેક રામ નામનો જાપ જરૂર કરવો જોઈએ.
જો આ જાણવા જેવી માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.