🚌 આપણા જીવનમાં રંગોનું ખૂબ જ મહત્વ છે. જ્યારે આપણે રસ્તા પર નિકળીએ છીએ ત્યારે અનેક રંગોના વાહનોની અવર-જવર નજરે ચડે છે. તેમાંની એક છે સ્કૂલ બસ. સ્કૂલ ગમે તે હોય પરંતુ સ્કૂલની બસનો રંગ તો પીળો જ હોય છે. આ બસોને જોઇને ક્યારેક તો તમારા મનમાં એક વિચાર આવ્યો જ હશે કે સ્કૂલ બસ હંમેશા પીળા જ રંગની શા માટે હોય છે? તો આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી જાણીશું કે સ્કૂલ બસ પીળી જ શા માટે હોય છે.
🚌 બાળકોને શાળાએ લઇ જવા અને લાવવા માટે વાહનનો સૌથી પહેલા ઉપયોગ ઉત્તમ અમેરિકામાં થયો હતો. તે સમયે ત્યાં ઘોડા ગાડીનો ઉપયોગ કરાતો હતો. 20મી સદીની શરુઆતમાં મોટર વપરાવા લાગી અને ત્યારથી તે ગાડીઓને નારંગી કે પીળો રંગ કરાતો હતો. કે જેનાથી બીજી ગાડીઓ કરતાં તે અલગ તરી આવે. આ સાથે બીજા કેટલાક સિક્રેટ પણ છે.
🚌 સ્કૂલની બસનો પીળો જ રંગ હોવો જોઇએ. આજે ભારત, અમેરિકા, કેનેડા જેવા દેશોમાં સ્કૂલ બસનો રંગ પીળો જ જોવા મળે છે અને તે તેની ઓળખ બની ચૂકી છે. સુપ્રીમ કોર્ટે પણ પોતાની ગાઇડ લાઇનમાં જણાવેલું છે કે, સ્કૂલ બસનો રંગ પીળો જ હોવો જોઇએ.
🚌 અમેરિકાનો કાયદો તો કહે છે કે ફ્લેશિંગ લાઇટ અને ડિવાઇસની સાથે-સાથે આ શાળાની બસનો કલર પણ પીળો જ રાખવો. 1949માં ડોં. ફ્રેન્ક ડબલ્યુએ સ્કૂલના નિયમો સ્થાપવા માટે સંમેલનનું આયોજન કરેલું છે. તેમાં 1939થી જે રંગની શરુઆત કરવામાં આવી હતી. તેને કાયદેસર રીતે સ્વીકૃતિ અપાઇ. ત્યાર બાદ આ રંગને નેશનલ સ્કૂલ બસ ક્રોમથી ઓળખવામાં આવી છે.
🚌 લાલ રંગ સૌથી આકર્ષક રંગ છે અને તેને ખતરાની નિશાનીના રુપમાં જોવામાં આવે છે તેમ લાલ પછીનો આકર્ષક રંગ જો કોઇ હોય તો તે પીળો છે. આ વાતને વૈજ્ઞાનીઓએ સાબિત પણ કરી છે કે આ રંગ લાલ રંગ કરતા 1.24 ગણો વધારે સ્પષ્ટ દેખાય છે. આ રંગને ખૂબ જ દૂરથી પણ જોઇને ઓળખી શકાય છે. આ કારણથી જ સ્કૂલની બસનો રંગ લાલ રાખવામાં આવે છે. લોકોને તેનો ખ્યાલ રહે અને સાવધાની રાખે છે. તે વરસાદ, પરોઢનું ધુમમ્સ કે કોઇ ધુમાડામાં પણ જોઇ શકાય છે.
🚌 સૌથી મહત્વની વાત તો બાળકોની સલામતી માટે આ કલરને પસંદગી આપવામાં આવી છે. પીળા રંગની બસને ખૂબ જ દૂરથી જોઇને ઓળખી શકાય છે. ટ્રક જેવા ભારે વાહનો પોતાના વાહનની સ્પીડ ધટાડીને કંટ્રોલમાં આમ સ્કૂલ બસની સલામતી જળવાય રહે છે.
🚌 સ્કૂલ બસ સ્પેશિયલ બાળકો માટે જ હોય છે. તે બસને વારંવાર બાળકોને પિકઅપ અને ડ્રોપ કરવા માટે સ્ટોપ કરવાના હોય છે. આથી રસ્તા પર બસની આગળ પાછળ આવતા વાહનો અલર્ટ રહી શકે તે માટે આ કલર વધારે યોગ્ય છે. પીળો કલર હોવાથી બસ માત્ર સામે જ નહીં પરંતુ રસ્તાની સાઇડમાં પણ ઉભી હશે તો પણ સૌ કોઇનું ધ્યાન તે આકર્ષે છે. આમ દરેક રીતે સ્કૂલ બસનો આ પીળો કલર યોગ્ય અને વિદ્યાર્થી માટે સલામત છે.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.