👉 સવારમાં આપણે ઉઠીને જો કોઇ સારા વ્યક્તિનો ચહેરો જોઇએ, તો આખો દિવસ સારી રીતે પસાર થતો હોય છે. પરંતુ કોઇવાર આપણે એવી વસ્તુ જોઇ લેતા હોઇએ છીએ. જેનાથી આખો દિવસ બગડી જાય છે. વાસ્તુશાસ્ત્રમાં પણ કહેવામાં આવે છે કે સવારે ઉઠીને ભૂલથી કેટલાક કામો છે જે તમાકે ક્યારેય ન કરવા જોઇએ. શાસ્ત્રોમાં પણ આવા કામ કરવાના કેટલાક નિયમો દર્શાવ્યા છે તેના વિશે જાણીએ.
👉 જો તમારો આખો દિવસ સારો અને સકારાત્મક વિચારો સાથે પસાર થાય તેવું કરવું હોય તો સવારે ઉઠીને પહેલા ઇષ્ટ દેવના દર્શન કરવા જોઇએ. જેનાથી પોઝિટિવ ઉર્જા મળશે.બીજું કે સવારે ઉઠીને શંખ અથવા મંદિરના ઘંટનો સંભળાય તો શુભ માનવામાં આવે છે. જેમ કે નાળિયેર, ફૂલ, મોર, ફળ વગેરે જેવી વસ્તુ જોવાથી સકારાત્મક દિવસ પસાર થાય છે, પોઝિટીવ ઉર્જાનો પ્રવેશ થાય છે.
👉 સવારે નાસ્તો કરો ત્યારે કોઇ ગામ કે પશુનું નામ ન લેવું જોઇએ. તેનાથી તમારો દિવસ ખરાબ જાય છે.સવારે ઉઠીને પહેલા હથેળી ભેગી કરીને તેને જોઇ, બોલો- “કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમધ્યે સરસ્વતી, કરમૂલે તૂ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ્” આ મંત્ર બોલીને ઉઠવાથી ધન પ્રાપ્તિ થાય છે અને દિવસ સારો પસાર થાય છે. મંત્ર બોલ્યા બાદ બંને હાથ આંખ પર લગાવવા.
👉 ઘણા અણસમજુ લોકો કહેતા હોય છે કે શા માટે સવારે હાથને જોવા જોઇએ. તો તેનું કારણ છે કે હાથ જ છે જે આપણને સારુ અને ખરાબ કામ કરાવે છે. આપણા કર્મોનું ફળ હાથ જ બાંધે છે. માટે હાથ જોવાથી આખો દિવસ સારો જાય એવી ભગવાનને પ્રાર્થના કરવી જોઇએ અને સારા કામ કરવા જોઇએ.
👉 સવારે ઉઠીને આપણે બંને હાથની હથેળીને જોવી જોઇએ. જેથી આપણો દિવસ શુભ રહે અને તે આપણી રોજની આદત પડવાથી દિનચર્યાનો એક ભાગ પણ બની જશે. રોજ સવારે ઉઠીને હથેળી જોઇ પ્રાતઃસ્મરણ મંત્ર બોલવો જોઇએ. તે પછી જ હાથને ખોલવા જોઇએ અને હથેળીનો જોવી જોઇએ.
👉 મોટાભાગના લોકો બેડમાંથી ઉભા થાય એટલે તરત પહેલા તેમનો ચહેરો અરિસામાં જોતા હોય છે. પરંતુ આ કામ કરતા હોય તો આદત બદલી નાખવી જોઇએ. આ પ્રકારની ટેવ તમારા દિવસને ખરાબ કરે છે. આખો દિવસ નકારાત્મક વસ્તુઓ જ થતી હોય છે. જે તમને હંમેશા દુખી કરતી હોય છે.
👉 ચહેરો તો અરિસામાં ન જોવો જોઇએ એ રીતે બીજાનો ચહેરો પણ સવારે ઉઠીને ક્યારેય ન જોવો જોઇએ. બને તો ભગવાનનો ફોટો અથવા મંદિરમાં રાખેલી માતાજીની મૂર્તિ જોઇ લેવી જોઇએ. કેમ કે એ વ્યક્તિનો ચહેરો ક્યારે તમારા માટે અશુભ સાબિત થાય એ આપણને ખબર હોતી નથી.
જો સવારે ઊઠીને ન કરવાના કામ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.