💁♀️ આયુર્વેદમાં રોજનું ઓછામાં ઓછું 10-12 ગ્લાસ પાણી પીવાનું કહેવામાં આવ્યું છે. એકલા આયુર્વેદમાં જ નહીં ડોક્ટરો પણ આપણને દરરોજ એટલા ગ્લાસ પીવાની સલાહ આપતા હોય છે. પરંતુ તમને ખ્યાલ નહીં હોય કે પાણીને શરીરનો ક્ષાર માનવામાં આવે છે. આપણા શરીરમાં પોણો ભાગ પાણીથી ભરેલો હોય છે. પાણીએ આપણા શરીરમાંથી કચરો પરસેવા દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે.
💁♀️ આ ઉપરાંત પાણી પીવાનો પણ યોગ્ય સમય હોય છે તેને ક્યારે પીવું અને કઈ રીતે પીવું તેની પણ જાણકારી હોવી જોઈએ. જો ગમે તે સમયે પાણી પીવામાં આવે તો આપણા શરીરમાં ઘણા પ્રકારના રોગ પ્રવેશી શકે છે. તમને આજે માહિતી આપીશું કે ક્યા સમયે પાણી ન પીવું જોઇએ અને કઇ-કઇ વસ્તુ સાથે પાણી ના પીવું.
👉 જ્યારે તમે શૌચ કરવા જાવ ત્યારે ક્યારેય પાણી ન પીવું જોઇએ. તે સમયે પાણી પીવાથી શરીરને હાનિ પહોંચે છે. ઘણા લોકોને આદત હોય છે કે પેશાબ કરવા જાય તે પહેલા થોડું પાણી પીતા હોય છે. તેવી ભૂલ ક્યારેય ન કરવી જોઇએ.
👉 સૂતા પહેલા ઘણા લોકો પાણી પીતા હોય છે. તો તેનાથી જ શરીરમાં ઘણી બીમારીઓ પ્રવેશે છે. તેમજ જો તમે સૂતી વખતે વધુ પાણી પીવો તો શરીરમાં કિડની પર વધુ ભાર રહે છે. તેથી સૂતી વખતે જો તરત લાગે તો થોડું જ પાણી પીવું વધુ હિતાવહ છે.
👉 આપણે ત્યાં બહાર જવાનો ટ્રેન્ડ વધતો જાય છે. જેના કારણે બીમારીઓ પણ દિવસેને વધી રહી છે તેનું મુખ્ય કારણ છે ફાસ્ટફૂડ. જેમ કે પાણી પૂરી, પિત્ઝા, ભાજીપાઉં વગેરે તેથી ફાસ્ટફૂડ ખાધા પછી ક્યારેય પાણી ન પીવું જોઇએ. તેનાથી શરીરમાં અનેક રોગો થઇ શકે છે.
👉 ચા પીધા પછી ઘણાને આદત હોય છે. પાણી પીવાની તો તે આદત બદલવી જોઇએ. ચાના સેવન પછી પાણી પીવાથી શરીરમાં સ્ટાર્ચની માત્રાનો વધારો થાય છે જેનાથી ચરબી વધે છે. જો પાણી પીવાની ઇચ્છા હોય તો ચા પીવાના 10 મિનિટ પહેલા અડધો ગ્લાસ પાણી પીઓ.
👉 દૂધ પીધા પછી તો મોટાભાગે લોકો પાણી નથી પીતા કેમ કે તેનાથી કમળો થવાની સંભાવના વધે છે. પરંતુ સાથે બીજું પણ કારણ જવાબદાર છે દૂધ સાથે પાણી પીવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધે છે. જેથી શરીરમાં હાનિકારક બેક્ટેરિયાનો વધારો થાય છે.
👉 વહેલી સવારે જોગિંગ કરીને ઘરે પાછા આવો ત્યારે તરત પાણી ન પીવું જોઇએ. તે શરીરને હાનિ પહોંચાડે છે. જોગિંગ કર્યા બાદ 15 મિનિટ પછી અથવા થાક ઉતર્યા બાદ પાણી પીવું જોઇએ.
👉 ઘણી વખત શરીરને શ્રમ પડે તે રીતે કામ કરીએ ત્યારે પાણીની તરસ લાગતી હોય છે. પરંતુ તે વખતે પાણી ન પીવું જોઇએ કેમ કે તેનાથી પેટમાં દુખાવો થાય છે. ઘણી વખત ગેસની સમસ્યા પણ થતી હોય છે.
👉 ઘણા લોકો સાંજે ઓફિસથી ઘરે આવે તરત પાણી પીતા હોય તેવુ ના કરવું જોઇએ. થોડીવાર બેસી પછી જ પાણી પીવું જોઇએ. વ્રત કે ફાસ્ટ એટલે ઉપવાસ કરો ત્યારે બને તો ઓછું પાણી પીવું જોઇએ.
👉 ઘણા લોકોને જમ્યા બાદ તરત 1-2 ગ્લાસ પાણી પીવાની ટેવ હોય છે. તો તે ટેવ કાઢી નાખવી જોઇએ. કેમ કે જમતી વખતે શરીરમાં અગ્નિ ઉત્પન્ન થાય છે. પાણી પીવાથી અગ્નિ બેસી જાય છે. અંતે ભોજન સડવા લાગે છે, જેના કારણે એસિડિટી, ગેસ, અપચો જેવી તકલીફ થાય છે. માટે ભોજન કર્યાના અડધો કલાક બાદ પાણી પીઓ. જેથી ખોરાક પચી જાય. જો પાણી પીધા વગર ચાલતુ ન હોય તો એક ઘૂંટડો પાણી પીવું જોઇએ.
💁♀️ આ વાત ખૂબ જ મહત્વની છે આયુર્વેદમાં પણ કહ્યું છે કે, જમતાં-જમતાં ક્યારેય પાણી ન પીવું જોઇએ. મોટાભાગના લોકોને આદત હોય છે કે જમતી વખતે પાણીની જરુર પડે. પણ લાંબા સમયે આ આદત તમને અને તમારા શરીરને ખૂબ નુકશાન પહોંચાડે છે. તે યાદ રાખવું.
જો પાણી પીવાના ફાયદા અને ગેરફાયદા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.