💪 આપણાં શરીરનો બાંધો આપણાં હાડકાં પર આધારિત હોય છે. શરીરનો આકાર હાડકાંથી મળેલો હોય છે.શરીરના કુલ વજનમાં સૌથી વધુ વજન હાડકાનો હોય છે.પરંતુ ઘણી વાર હાડકાંની બીમારીઓ થઈ જતી હોય છે.હાડકાંની તકલીફની શરૂઆતમાં અમુક અવાજ આવતા હોય છે જે આપણે ઘણી વાર ધ્યાન આપતા નથી.પરંતુ જો હાડકાંના જોઇન્ટમાં જ્યારે અવાજ આવે તો સમજવું કે હડકાની સમસ્યા ઊભી થઈ રહી છે. જેમાં અવાજ સાથે દુખાવો થાય તો તરત હોસ્પિટલ જવું જોઈએ.
💪 આપણાં હાથ-પગના હાડકામાં અમુક જોઇન્ટમાં ગાદી હોય છે અને તેમાં એક ખાસ પ્રકારનું લિક્વિડ હોય છે જે હાડકાંના ઘસારાથી રક્ષણ આપે છે. પરંતુ જો તમારા હાથ પગના જોઇન્ટમાં કટ-કટ જેવો અવાજ આવે તો ચેતી જજો કારણ કે, આ આવાજ ત્યારે જ આવે જ્યારે જોઇન્ટ વચ્ચેનું લિક્વિડ ઓછું થઈ ગયું હોય.તો તરત તમારે સારા હાડકાંના ડોક્ટર પાસે જવું જોઈએ અને ઈલાજ કરાવવો જોઈએ. હાડકાં એક બીજા સાથે ઘસાઈ એટલે તેની આસપાસ પાણી ભરાવાનું શરૂ થઈ જાય છે અને તેમાં તીરડો થવા લાગે છે. તેથી આજે અમે તમને એવા 3 ઉપાયો જણાવશું જેનાથી હાડકાં મજબૂત થશે અને તેમાં આવતો અવાજ ઓછો થતો જશે.
🦴 હાડકાં માટે કરો આ ઉપાય :-
👉 દૂધ :- આપણાં શરીર માટે અને હાડકાં માટે દૂધ સૌથી બેસ્ટ ઉપાય છે. કારણ કે, દૂધમાં રહેલા તત્વો આપણાં શરીરને સ્વસ્થ રાખે છે. ઉપરાંત તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાં માટે ખૂબ ફાયદાકારક હોય છે. દૂધની સાથે હળદર મિક્સ કરવામાં આવે તો દૂધના ફાયદા ડબલ થઈ થાય છે.તેથી રોજ નિયમિત 1 ગ્લાસ દૂધ પીવાથી શરીરની ઇમ્યુનિટી વધે છે.કારણ કે, તેમાં મેગ્નેશિયમ,પોટેશિયમ,ફોસ્ફેટ,કેલ્શિયમ,પ્રોટીન ઉપરાંત અનેક વિટામીન્સ રહેલા હોય છે જેનાથી હાડકાં મજબૂત થાય છે અને તેની સમસ્યા દૂર થઈ જાય છે.
👉 મેથીના દાણા :- હાડકાંની સમસ્યા હોય અને તેમાંથી અવાજ આવતો હોય તો મેથીના દાણા અકસીર ઈલાજ છે. મેથીમાં અનેક પ્રકારના ગુણધર્મો આવેલા હોય છે.જે શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. હાડકાંની સમસ્યા દૂર કરવા માટે રોજ 10 દાણા પાણીમાં આખી રાત પલાળી રાખવા અને સવારે તેને ગરમ કર્યા બાદ ચાવી જવા અને તેનું પાણી ગાળીને પણ પીવું. આ પ્રયોગ કરવાથી હાડકાંની સમસ્યા એકદમ દૂર થઈ જાય છે. પરંતુ ધ્યાન રાખવું કે, મેથીની પ્રકૃતિ ગરમ હોય છે તેથી સગર્ભા સ્ત્રીને મેથીનું વધુ સેવન ન કરવું જોઈએ.
👉 શેકેલા ચણા :- ચણા આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે.જે લોકોને હાડકાંની સમસ્યા હોય તેને ડોક્ટર પણ રોજ ચણાના સેવનની સલાહ આપે છે.ઉપરાંત આપણા આયુર્વેદમાં પણ ચણાના ઘણા ફાયદા જણાવ્યા છે.જે લોકોને હાડકાં સબંધિત સમસ્યા હોય તે લોકોએ શેકેલા ચણા અને તેની સાથે ગોળનું સેવન કરવું જોઈએ. તેમાં કેલ્શિયમ,પ્રોટીન,વિટામીન્સ અને વિવિધ ખનીજ તત્વો રહેલા હોય છે જે હાડકાંને મજબૂત કરે છે.
👨⚕️ ઉપર આર્ટીકલમાં જણાવ્યા અનુશાર જો તમને હાડકાંની સમસ્યા હોય તો આ ઉપાય કરી શકો છો.જેનાથી તમારા હાડકાં એકદમ મજબૂત થઈ જાય છે. પરંતુ ધ્યાન રાખવું કે વધારે હાડકાની સમસ્યા હોય તો અવશ્ય ડોક્ટર પાસે જઈને ઈલાજ કરાવવો અને દવા સાથે પણ તમે આ ઉપાય લઈ શકો છો.
જો આ ઘરેલુ નુસખા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.