💁♀️ આજના સમયમાં બધાના ઘરે ફ્રીઝ હશે જ જેમાં લોકો બજારમાંથી લઈને કોઈ પણ વસ્તુ ફ્રીઝમાં રાખી દેતા હોય છે. જેમાં અમૂક વસ્તુને ફ્રીઝમાં રાખવાની જરૂર ન હોય છતાં તેને ફ્રીઝમાં રાખે છે. ફ્રીઝનો ફાયદો એ છે કે તેમાં શાકભાજી અને દૂધ બગડી જતું નથી. તેથી ઘણું કામ આવે છે પરંતુ એટલુ જ ગેરફાયદો પણ કરે છે.
🍱 થોડા સમય પહેલા આપણાં વિજ્ઞાનિકોની રિસર્ચ મુજબ જાણવા મળ્યું કે, અમુક વસ્તુ ફ્રીઝમાં રાખવામાં આવે અને તેનું સેવન કરવામાં આવે તો તેનાથી કેન્સર જેવી બીમારી થવાની શક્યતા 70% વધી જાય છે. જેથી આજે આપણે આ આર્ટીકલમાં એવી વસ્તુ વિશે જાણશું કે જેને ફ્રીઝમાં રાખવાથી નુકશાન થઈ શકે.
🍋 લીંબુ :- લોકો લીંબુને ફ્રીઝમાં રાખતા હોય છે. પરંતુ લીંબુને ફ્રીઝમાં રાખવાથી તેના ગુણ જતાં રહે છે અને તે સુકાવા લાગે છે. ઉપરાંત લીંબુની પ્રકૃતિ એસીડીક હોય છે. જેથી તે ખાટું હોય છે. તેને વધારે ઠંડા તાપમાને રાખમાં આવે તો તેની છાલ ખરાબ થઈ જાય છે. તેથી લીંબુને ફ્રીઝમાં રાખવા નહીં.
🍉 ઠળિયા અથવા બીજવાળા ફળો :- ઘણા લોકોને ખબર નથી હોતી એટલા માટે બધા ફળો ફ્રીઝમાં રાખી દેતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે, ઠળિયા અથવા બીજવાળા ફળો ક્યારેય ફ્રીઝમાં રાખવાથી ફળોમાં રહેલા ફાયદાકારક તત્વો અને વિટામીન્સ જતાં રહે છે. જેથી તેના સેવનથી તમે બીમાર પણ થઈ શકો. જો ઉનાળો હોય અને તમને ઠંડુ ફળ કરી અને ખાવાની ઈચ્છા હોય તો આવા ફળોને માત્ર 1 કલાક ફ્રીઝમાં રાખવા અને કાઢી લેવા જેથી તેની ગુણવત્તા બરકરાર રહે.
🍅 ટામેટાં :- શાકભાજીમાં પણ અમુક વસ્તુ ફ્રીઝમાં રાખવાથી તે ખરાબ થઈ જાય છે. જો તમે ફ્રીઝમાં ટામેટાને સ્ટોર કરો તો તે ખરાબ થઈ જાય છે અને તેની ગુણવત્તા ખોરવાઇ જાય છે. ટામેટાંને હંમેશા ઓરડાના તાપમાને રાખવા જોઈએ. જેથી તે ખરાબ થતાં નથી અને તેના પોષકતત્વો પણ બરકરાર રહે છે. તેથી ટામેટાને ફ્રીઝમાં ક્યારેય રાખવા નહીં
🥔 બટેટા :- બટેટાને પણ ફ્રીઝમાં ક્યારેય રાખવા ન જોઈએ. કારણ કે, બટેટામાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ માત્રામાં હોય છે. તેને ઠંડા વાતાવરણમાં રાખવામાં આવે તો તે શુગરમાં પરિવર્તિત થઈ જાય છે અને ડાયાબિટીસના દર્દી આવા બટેટાનું સેવન કરે તો લોહીમાં શુગર લેવલ વધી જાય છે. વ્યક્તિ મોટી મુશ્કેલીમાં ફસાઈ જાય છે તેથી બટેટાને ક્યારેય ફ્રીઝમાં ન રાખવા જોઈએ.
🍞 બ્રેડ અને પાઉ :- ઘણા લોકો બ્રેડ અને પાઉને પણ ફ્રીઝમાં રાખતા હોય છે અને થોડા સમય બાદ તેનું સેવન કરતાં હોય છે. પરંતુ તે ખૂબ નુકશાનકારક સાબિત થાય છે. કારણ કે, બ્રેડને બનાવવા માટે ઈસ્ટનો પ્રયોગ થાય છે જે એક પ્રકારના બેક્ટેરીયા હોય છે. જો તેને ફ્રીઝમાં રાખવામાં આવે તો બેક્ટેરિયાને ઠંડુ અને ભેજ વાળું વાતાવરણ મળી જવાથી તે પોતાની સંખ્યા વધારે છે જેથી ફ્રીઝમાં રાખેલી બ્રેડનું સેવન કરવાથી આપણા શરીરમાં ગંભીર નુકશાન થઈ શકે છે.
જો ફ્રીજમાં વસ્તુ રાખવાના ગેરફાયદા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.