🥛 આપણા શરીરને પાણીની વધારે જરૂર હોય છે. આપણા શરીરમાં લગભગ 70 ટકા પાણી હોવું જોઈએ. સવારે ઉઠીને ખાલી પેટે પાણી પીવાથી અઢળક ફાયદા થાય છે. ઘણા લોકો સવારે બ્રશ કર્યા વગર સીધું 1-2 ગ્લાસ ગરમ પાણી પીતા હોય છે. જે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે આટલું પાણી પીધા પછી 30 મિનિટ બાદ નાસ્તો કરશો તો સ્ફૂર્તિલા અને સ્વસ્થ રહેશો.
🥛 આજે અમે જણાવીશું કે સવારમાં વાસી મોંએ કેવી રીતે બેસીને અને કેવા નિયમ અનુસાર પાણી પાણી પીવું જોઈએ.. જો તે નિયમનું પાલન કરશો તો થશે આશ્વર્યજનક ફાયદા જે તમને ખુદને ચકિત કરી દેશે. તો આવો સૌપ્રથમ તેનાથ થતાં ફાયદા જાણીએ અને તેની નીચે પાણી પીવાની મેથડ અને તેનો નિયમ જાણીએ.
🥛 મગજ સક્રિય- આખી રાત આપણું મગજ શાંત હોય છે. અને આરામ કરવાના કારણે જે ઠંડું પડી ગયું હોય છે. તેને ચાલુ કરવા માટે આપણે રોજ સવારે પાણી પીવું જોઈએ. જેનાથી મગજ સક્રિય બનશે અને દિવસ દરમિયાન તે સારું કામ કરવા સક્ષમ બનશે. તેનાથી તમારો સ્ટ્રેસ અને થાક બંને ઉતરી જશે.
🥛 ઇમ્યુનિટી બુસ્ટ થશે– આપણા શરીરને સ્વસ્થ્ય રાખવા માટે પાણી જરૂરી છે. કેમ કે પાણી શરીરમાં ફ્લુઇડ બેલેન્સને જાળી રાખવામાં મદદ કરે છે. ખાલી પેટે તમે પાણી પીશો તો ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થશે. તેના કારણે તમે અનેક રોગોથી બચી શકશો. કેટલાક ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરશે.
🥛 ચહેરો ચમકાવે– સવારે ઉઠીને પાણી પીવાથી શરીરમાં રહેલી ગંદકી બહાર નીકળી જાય છે. અને આપણું લોહી એકદમ સાફ બને છે. જેના કારણે સ્કીન હેલ્દી રહે છે. જો ચહેરા પર ઓઇલી સ્કીનના કારણે ખીલ રહેતા હોય અથવા ફેસ પર દાગ પડી ગયા હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે તમારે રોજ 3થી 4 ગ્લાસ સવારે પાણી પીવું જોઈએ. તેનાથી તમારી સુંદરતામાં પણ વધારો થશે, અને ફેસ નિખરવા લાગશે.
🥛 માથાનો દુખાવો– ઘણા લોકો દિવસ દરમિયાન સૌથી ઓછું પાણી પીતા હોય છે. જેના કારણે સ્કીન અને શરીરમાં ઘણા રોગો થતા હોય છે. તેના કારણે કેટલીક વખત આપણને માથાનો દુખાવો, પણ થઈ જતો હોય છે. જો તમે રેગ્યુલર સવારે ઉઠીને પાણી પીશો તો માથાનો દુખાવો દૂર થઈ જશે. મોટાભાગે ઓછું પાણી પીવાના કારણે પણ આપણને માથું દુખવા લાગે છે.
🥛 નવી કોશિકાઓનું નિર્માણ– ખાલી પેટે પાણી પીવાથી સક્રિય રહેવાય છે. અને નવી કોશિકાઓનું પણ નિર્માણ થાય છે. માંસપેશીઓ મજબૂત થાય છે. રેડ સેલ્સ વધારવાનું કામ કરે છે પાણી. જેથી વધારે પ્રમાણમાં ઓક્સિજન મળે છે. શરીરમાં ઉર્જા મળી રહે છે.
🥛 વજન ઘટાડે- ગરમ પાણી વધતા વજનને ઘટાડવા માટે રામબાણ ઇલાજ મનાય છે. તમે દરરોજ આ પ્રયોગ કરશો તો વધતા વજનમાંથી છુટકારો મેળવી શકશો. પાણીમાં કેલરી હોતી નથી. તે સિવાય જો સવારે પાણી પીવાથી ટોક્સિન શરીરની બહાર નીકળી જાય છે, જેનાથી શરીર ફુલતું નથી. તેનાથી મેટાબોલિઝમમાં પણ વધારો થાય છે. અને કેલરી બર્ન કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આપણું વજન સરળતાથી નિયંત્રણમાં રાખી શકીશું.
🥛 ભૂખ ઉઘડે- પાણીથી આપણા આંતરડાની સફાઈ થતી હોય છે. જ્યારે પણ તમે ખાલી પેટે પાણી પીવો છો ત્યારે તેનાથી સવારે ભૂખ ઉઘડે છે. તમને નાસ્તો કરવાનું મન થાય છે. સાથે જ ગળા, માસિક ધર્મ, આંખો, પેશાબ અને કિડની સંબંધી સમસ્યાઓ દૂર રહેશે.
🥛 કબજિયાતની સમસ્યા– જે લોકોને હંમેશાં કબજિયાતની સમસ્યા રહેતી હોય તેમણે રોજ સવારે ઉઠીને ગરમ પાણી 2-3 ગ્લાસ પીવું જોઈએ. જેથી આંતરડામાં જામેલો મળ ઝડપથી છૂટો પડશે. અને મળ સૂકો ન થવાના કારણે કબજિયાતની તકલીફ ધીમેધીમે દૂર થઈ જશે.
🥛 મેટાબોલિઝમ રેટ સુધરે– નિયમિત ખાલી પેટે પાણી પાવીથી મેટાબોલિઝમ એક્ટિવ રહે છે. જે લોકો ડાયટિંગ કરતા હોય તેમણે અચૂક ખાલી પેટે પાણીનું સેવન કરવું જોઇએ. એટલા માટે કે મેટાબોલિઝમ રેટ પાણી 25 ટકા સુધી વધારવામાં મદદ કરે છે.
🥛 કેવા નિયમ અનુસાર પાણી પીવાનું છે તે જાણો- સૌ પ્રથમ તમે બે પ્રકારના પાણીપિય શકો છો, એક તો સાદું પાણી અને બીજું થોડું હુંફાળું ગરમ પાણી. જો તમે ગરમ પાણી પીવો તો વધુ ફાયદો થશે અને સાદું પાણી પીવો તો પણ તમને ફાયદો તો થશે જ. પણ તમારે ફ્રિજનું ઠંડુ પાણી પીવાનું નથી તે ખાસ યાદ રાખો.
🥛 ત્યાર બાદ, સૌ પ્રથમ તમે પથારીમાંથી ઊભા થાવ ત્યારે ઉપર ના ફોટો મુજબ ઉભડક બેસી જવાનું છે, જે રીતે આપણે ઇંડિયન સ્ટાઈલ બેઠક કહી છીએ. આ બેઠક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભકારક છે. ત્યાર બાદ તમારે આ રીતે બેઠા બેઠા 1-2 ગ્લાસ જેટલું પિય શકો તેટલું પાણી પીવાનું છે. પાણી ધીમે ધીમે નાના નાના ઘૂટડે પીવાનું છે, ફટાફટ પીવાનું નથી.
🥛 ત્યાર બાદ જોશો કે, થોડી જ મિનિટોમાં તમને પ્રેશર બનશે અને ત્યાર બાદ તમે ટોઇલેટ જશો એટલે તમને પેટ એકદમ હળવું થઈ જશે. જો તરત પ્રેશર ના બઅને તો થોડુ ચાલો. પણ તમને 5 મિનિટ જેટલા સમયમાં પ્રેશર આવી જ જશે. આ રીતે પાણી પીવાથી તમને પાણીના ફાયદા તો થશે જ સાથેસાથે શરીરની અનેક બીમારીઓ જે પેટ સાથે સંકળાયેલી છે તેનાથી પણ છુટકારો મળશે. આ રીતે ઘણા લોકોએ અપનવેલી છે. તમે પણ 15 દિવસ ટ્રાય કરો. પરિણામ તમને ખુદને જ દેખાઈ આવશે.
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટીપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. અથવા કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.