આજ સુધી તમે સરઘવા વિષે ઘણા આર્ટીકલ વાંચ્યા હશે પણ આજે આ આર્ટિકલમાં તમને સરઘવાના પાવડર વિષે જણાવીશું. આ સરઘવાનો પાવડર કેટલા રોગો માટે ઉપયોગ કરવામાં આવે છે અને તેને કેવી રીતે બનાવવામાં આવે છે. આ આર્ટીકલ પૂરો અને ધ્યાનથી સમજવો જેથી તમને કોઈ સમસ્યા કે, સવાલ ના રહે અને જો તમને કોઈ વાત કે, વસ્તુ સમજાઈ નહીં તો, કોમેન્ટ દ્વારા અમને જણાવો જેથી અમે તેનો જવાબ તમને આપી શકીએ.
તમે સરઘવા વિષે ઘણું બધુ જાણો છો અને તેને ઉપયોગ કરવાની રીત વિષે પણ જાણતા હશો. આજે તમને સરઘવાનો પાવડર બનાવી તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિષે પૂરી માહિતી આપીશું અને તેને ક્યાં રોગમાં કેટલો ઉપયોગ કરવો તેની પૂરી માહિતી આપીશું આજે આ આર્ટીકલ બિલકુલ અર્ધો વાંચીને મૂકી ના દેતા જેથી તમને આ આર્ટીકલ અને તેમાં લખેલા તમામ ઉપાય વિષે પૂરી માહિતી મળી શકે. આ માહિતીથી તમારા સગા કે, કોઈ દોસ્ત જેમને આમાં કહેલાં રોગની તકલીફ હોય તો, તે રોગનો ઈલાજ આસાનીથી કરી શકે.
આ આર્ટિકલની છેલ્લે તમને સરઘવાનો પાવડર બનાવવાની રીત વિષે માહિતી આપીશું પહેલા જાણીએ તેનાથી કેટલા રોગોમાં ઉપયોગ કરવામાં આવે છે અને કેટલી માત્રામાં તેનો ઉપયોગ કરવાનો રહેશે.
ઇમ્યુનિટી- આજના સમયમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે કેટલી વસ્તુઓનો ઉપયોગ કરવા લાગ્યા છો. કોરોના આવવાના કારણે કેટલા લોકો પોતાની ઇમ્યુનિટી ઉપર ધ્યાન આપવા લાગ્યા છે પણ લોકોને ઇમ્યુનિટી કેવી રીતે જલ્દીથી વધારી શકાય તે, ઓછા લોકો જાણે છે. આજે આ ઉપાયથી તમે પણ જલ્દીથી ઇમ્યુનિટી વધારી શકશો. સરઘવાની શીંગનો ઉપયોગ નિયમિત દિવસમાં એક વાર સેવન કરવાથી ઇમ્યુનિટિમાં આપમેળે વધારો થવા લાગે છે. સરઘવાના પાનનો રસ નિયમિત સવારે સેવન કરવામાં આવે તો, ઇમ્યુનિટિમાં 10 ગણો વધારો થાય છે.
પેટની સમસ્યા- પેટની સમસ્યા માટે પણ સરઘવો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. પાચનશક્તિ વધારવા માટે સરઘવાના પાન અને મૂળનો ઉકાળો બનાવી તેની અંદર ત્રણ ગ્રામ સૂંઠ પાવડર મિક્સ કરી સવારે અને સાંજે અર્ધો ગ્લાસ પીવાથી ભૂખ ખૂલે છે અને પાચનશક્તિમાં વધારો થાય છે. સરઘવાના મૂળ અને દેવદારના મૂળ મિક્સ કરી વાટી મિક્સ કરી પેસ્ટ બનાવી તેને થોડું ગરમ કરો પછી તેને પેટ પર લગાવો. અપચાના કારણે થતો પેટનો દુખાવો શાંત થઈ જશે.
મોટાપો- આજના સમયની અંદર મોટાપો પુરુષ અને મહિલા બંને માટે એક સમાન સમસ્યા છે. સરઘવામાં રહેલૂ ક્યોરોજેનિક એસિડ વજન ઘટાડવામાં ખૂબ જ મદદ કરે છે. આ એસિડમાં એન્ટિ એબીલીટી ગુણ ધરાવે છે. આ ગુણ મોટાપો અને ચરબી કાઢવા માટે મદદ કરે છે. જે લોકો વજન ઘટાડવા માટે ડાયેટ પ્લાનનો ઉપયોગ કરે છે તેની માટે તેને સરઘવાના સુપનું સેવન પણ કરવું જોઈએ. આ સૂપ નિયમિત દિવસમાં એક વાર સેવન કરવું વજન જલ્દીથી ઘટવા લાગશે.
ડાયાબિટીસ- સરઘવાની શીંગ, છાલ, મૂળ અને તેના પાન ડાયાબિટીસના રોગને મટાડવામાં મદદ કરે છે. સરઘવાની આ બધી વસ્તુમાં એન્ટિ ડાયાબિટીક ગુણ હોય છે. આ ગુણના કારણે શરીરમાં અને લોહીમાં રહેલી શુગર ઘટાડવામાં મદદ કરે છે. સરઘવાના પાનની ગોળીઓ બનાવી નિયમિત સવારે ખાલી પેટે સેવન કરવાથી ડાયાબિટીસમા રાહત મળે છે. સરઘવાના પાનમાં રાઈબલોકવિન વધારે માત્રામાં રહેલું હોય છે જેથી લોહીની શુગર જલ્દીથી ઘટાડવામાં મદદ કરે છે.
લીવર- ફાસ્ટફૂડના સમયમાં લોકો વધારે બહારની વસ્તુનું સેવન કરવા લાગ્યા છે. આ ખાન-પાનની વસ્તુ લિવરની અંદર ખરાબી ઊભી કરવા લાગે છે. સરઘવાના સેવનથી લીવર બિલકુલ સુરક્ષિત રહે છે. સરઘવામાં રહેલું કારસેટિન નામનું તત્વ લિવરને અંદરથી સુરક્ષિત રાખવાનું કાર્ય કરે છે. લિવરમાં થતી ગંભીર સમસ્યાને રોકવા માટે સરઘવાના પાન અને શિંગોનું સેવન નિયમિત ડાયેટમાં ઉપયોગ કરો. આ કાર્યથી લીવરને તમામ સમસ્યાથી દૂર રાખવામા મદદ મળે છે.
હાડકાં- ઉમર વધવાની સાથે હાડકામાં સમસ્યા થવા લાગે છે. હાડકાના સાંધાનો દુખાવો ઘણા લોકોને પરેશાન કરે છે. સરઘવાના સેવનથી હાડકાને બીમારીથી દૂર રાખી શકાય છે. સરઘવાની અંદર મેગ્નેશિયમ, ફૉસ્ફરસ અને કેલ્શિયમ વધારે માત્રામાં મળી રહે છે. જે લોકોને વધારે હાડકાનો કે સાંધાનો દુખાવો વધારે રહેલો છે તેને, સરઘવાનું સેવન કરવું જોઈએ. સરઘવાના પાનનું જ્યુસ અથવા સૂપ બનાવી પીવું દુખાવાથી રાહત મળવા લાગશે.
કિડની- સરઘવાના પાન, મૂળ, ફૂલ અને શિંગો સાથે સરઘવાનો ગુંદર પણ શરીર માટે એક ખૂબ જ મહત્વની ઔષધિ છે. પેશાબની તકલીફ માટે સરઘવાના 4 ગ્રામ ગુંદરને નિયમિત એક નાની વાટકી દંહી સાથે મિક્સ કરી 10 દિવસ સુધી સવારે ભૂખ્યા પેટે સેવન કરવાથી પેશાબની તમામ તકલીફ દૂર થવા લાગશે. કિડનીમાં રહેલી પથરી માટે સરઘવાના મૂળની છાલ 3 ગ્રામ જેટલી લેવી અને તેને 20ml પાણીમાં મિક્સ કરી ઉકાળો બનાવી દિવસમાં 3 વાર પીવાથી પથરીના ટુકડા થઈ પેશાબના માર્ગથી બહાર આવવા લાગે છે.
સરઘવાનો પાવડર બનાવવાની રીત- સરઘવાના પાનને ઝાડ પરથી તોડી અને સારી રીતે ધોઈ લેવા પછી તેને તડકે સુકવવા રાખી દો. પાન બિલકુલ સુકાઈ જાય અને કડક થઈ જાય પછી તેને પીસી અને પાવડર બનાવી લેવો. પીસવા માટે ઘંટીનો ઉપયોગ કરવી શકાય છે. તે બનાવેલો પાવડર એક કાંચની બોટલમાં જમા કરી લેવો અને તેનો ઉપયોગ દૂધ સાથે મિક્સ કરી અથવા પાણી સાથે મિક્સ કરી નિયમિત રૂપે સેવન કરી શકો છો. નિયમતી આ પાવડરનું સેવન પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.