🧈આજકાલ દરેક વસ્તુ ભેળસેળવાળી બજારમાં મળતી થઈ ગઈ છે. કોઈપણ વસ્તુ એવી નથી રહી કે તે શુદ્ધ મળે શાકભાજીથી માંડીને મોટી મોટી દુકાનોમાં મળતાં ફરસાણ, નમકીન, મીઠાઈઓ વગેરે વસ્તુમાં કોઈના કોઈ રીતે લોકો ભેળસેળ કરતાં જ હોય છે. તેના કારણે આપણા સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે.
🧈તેમને તો લાખો રૂપિયાની કમાણી થઈ જાતી હોય છે. તેમાં પણ ખાસ કરીને તહેવારોના દિવસોમાં મોટાભાગના દુકાનદારો મીઠાઈઓ ભેળસેળ કરતાં હોય છે. જેનું પરિણામ સામાન્ય લોકોને ભોગવવું પડે છે. તે લોકો જાણતા નથી હોતા કે તે ધીમું ઝેર આરોગી રહ્યા છે.
- 🧈માવામાં શું મિલાવટ કરે છે?
🧈તે લોકો દૂધમાંથી બનતાં માવામાં સોલિટ મિલ્ક નામનો પદાર્થ મિલાવવામાં આવે છે. જેમાં ટેલકમ પાઉડર, ચૂનો, ચોક અથવા મેંદો મિક્સ કરતાં હોય છે. તે સિવાય પણ આ પ્રકારના લોકો સફેદ કેમિકલ્સ કેટલાક પ્રમાણમાં મિક્સ કરતાં હોય છે. જેની આપણને જાણ હોતી નથી.
🧈અમુક દુકાનદારો કોઈને જલદી ખ્યાલ ન આવે તેના માટે નકલી માવામાં ખોરો થઈ ગયેલો શિંગોડાનો લોટ પણ મિક્સ કરતાં હોય છે. જે સફેદ હોવાથી ગ્રાહકને જલદી ખ્યાલ નથી આવતો કે આ અસલી માવામાંથી બની છે કે નકલી માવામાંથી. આ પ્રકારનો માવો ખાવાથી ઉલ્ટી, ઉબકાં, પોઈઝનિંગ, પેટમાં દુખાવો, ઝાડા થઈ જવા, ઇન્ફેક્શન વગેરે જેવી તકલીફ થતી હોય છે.
🧈તે સિવાય મીઠાઈમાં વજન વધે તેના માટે બટાકાનાં સ્ટાર્ચનો ઉપયોગ કરતાં હોય છે. નકલી માવાની મીઠાઈ તમે ખાશો તો કીડની અને લીવર પર ખરાબ અસર પડતી હોય છે. તેના માટે માવો અસલી છે કે નકલી તે જાણવું ખાસ જરૂરી છે. તેની ટ્રિક તમને જણાવીએ.
🧈કેવી ચકાચણી કરશો અસલી માવાની- અસલી માવાની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે. કેમ કે નકલી માવાની મીઠાઈ આપણા શરીરને નુકશાન પહોંચાડી શકે છે. જો તમે બજારમાં માવો ખરીદવા જાવ ત્યારે હાથમાં થોડો માવો લેવો તેમાં ટીંચર આયોડીન સોલ્યુશન ઉમેરો. જો તે માવાનો કલર બ્લુ થઈ જાય તો સમજવું કે આ માવામાં બટાકાનો સ્ટાર્ચ મિલાવ્યો છે.
🧈-બીજી રીત કે ફરી થોડો માવો હાથમાં લેવો તેમાં થોડું પાણી નાખી હાથમાં જ મસળી લેવો. તેના પછી માવાવાળો હાથ કોઈ પાણી ભરેલા વાસણમાં ડુબાડો. જો માવામાં તેલ મિક્સ કર્યું હશે તો પાણીમાં તેલ ઉપરની બાજુ તરવા લાગશે. જેથી ભેળસેળ માવાની જાણ ઝડપથી થઈ જશે.
🧈-થોડો માવો પાણી ભરેલા વાસણમાં નાખો અને તેને બરાબર ફેંટો જો તેના દાણા અલગ પડવા લાગે એટલે કે દાણાદાર ટુકડા દેખાય અને ચીકાશ લાગે તો સમજી જવું નકલી માવો છે. આવા માવાની સુગંધ પણ લાંબો સમય રહેતી નથી.
🧈-આ પ્રકારની બીજી રીત છે, માવામાં ખાંડ મિક્સ કરી તેને ગરમ કરો. જો માવામાંથી પાણી છુટવા લાગે સમજી જવું કે માવામાં મિક્સિંગ કર્યું છે. તે સિવાય પણ અંગુઠાના નખમાં માવો ઘસો, પછી તેની સ્મેલ લો.
🧈-જો તેમાંથી ઘીની સુગંધ આવે અને તે લાંબો સમય ટકે તો સમજવું કે માવો અસલી છે. થોડો માવો હાથમાં લઈ તેનું ગોળ લુઓ વાળવો, તે વાળતી વખતે વચ્ચે ફાટવા લાગે તો સમજી જવું કે માવો ભેળસેળ વાળો છે.
🧈-ઘણા લોકો માવાને ચાખતા હોય છે. તેનાથી તેમને ભેળસેળનો ખ્યાલ આવી જતો હોય છે. તો માવો ચાખ્યા બાદ તે મોંમાં ચોંટે તો સમજી જવું કે નકલી છે. તે સિવાય તમને તરત ગળું પકડાય જશે અને મોંમાં ચોંટવા લાગશે. આ રીતે માવાની પરખ કરીને શુદ્ધ માવાની મીઠાઈ ઘરમાં લાવો જેથી તમારાં સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચે.
જો આ માવામાં મિલાવટ વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.