સદીઓથી સ્ત્રીઓ કાન વીંધીને વિવિધ પ્રકારની બુટ્ટી અને ઝુમખા પહેરતી હોય છે. પરંતુ અત્યારની જે ફેશન ગણાય છે. તે આપણી વર્ષો જૂની પરંપરા માનવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવી છે. પ્રાચીન સમયમાં તો ફક્ત સ્ત્રીઓ જ નહીં, પુરુષો પણ કાન વીંધાવીને કુંડળ પહેરતા હતા. હિન્દુ ધર્મમાં આ પરંપરા એક વારસા તરીકે જોવા મળે છે.
છોકરી જન્મે એટલે તેને થોડા સમયમાં કાન વીંધાવી દેતા હોતા હોય છે.કાન વીંધવા એ પુરુષો માટે પણ જાણે એક ફેશન થઈ ગઈ છે. તો આ ફેશન નથી પહેલાના સમયમાં પુરુષો પણ કાન વીંધાવતા હતા. તેમના શરીરને પણ કાન વીંધવાથી ઘણા લાભ થતા હોય છે.
અત્યારે કાન વીંધાવાની ફેશન ગણાતી, પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક કારણ જવાબદાર હોય છે. તે આરોગ્ય માટે ઘણું ફાયદાકારક છે. સોળ સંસ્કારમાં એક સંસ્કાર છે કર્ણ છેદન એટલે કે કાન વીંધવાનો. ગરૂડ પુરાણમાં પણ કહેવાયું છેકે જેને કાન ન વીંધાવ્યા હોય તે શ્રાદ્ધ કાર્ય કરી શકતો નથી. તેના શરીર માટે પણ કેટલાક લાભ છે. તો ચાલો જોઈએ તે લાભ વિશે.
પાચન સાથે સંબંધ- કાન વીંધવાથી માણસની પાચનતંત્ર ક્રિયામાં સુધારો થાય છે. તેની પણ ઉંડી અસર જોવા મળે છે. પાચનતંત્ર સ્વસ્થ રહે છે. કાન વીંધવાથી બિંદુને હંગર પોઈન્ટ કહેવામાં આવે છે. તો તેના પર વીંધાવાથી સ્થૂળતાની સમસ્યા પણ દૂર થઈ જાય છે.
આંખોની રોશની- કાનના કેન્દ્રમાં જે બિંદુ હોય છે. તે એક્યુપ્રેશરનું કામ કરે છે. તેનો સીધો સંબંધ દ્રષ્ટિ સાથે હોય છે. તો જ્યારે કાન વીંધવાના હોય ત્યારે તે જગ્યા પર દબાણ કરવામાં આવે છે, તેનાથી આંખોની રોશની પર અસર પડે છે. એટલે કે રોશની તેજ બને છે.
પ્રજનનમાં ફાયદો- આ એક એવો ભાગ હોય છે જેનાથી પ્રજનન સંબંધિત સ્વાસ્થ્ય માટે સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. સ્ત્રી અને પુરુષ બંનેને ફાયદો થાય છે. કાનના વચ્ચે જે પોઈન્ટ આવતો હોય છે. તેના માટે પ્રજનન જવાબદાર હોય છે. જેથી પુરુષોને ઘણો લાભ થાય છે.
પીરિયડ્સ માટે- મહિલાઓની માસિક સાયકલને વ્યવસ્થિત રાખવાનું કામ કરે છે. આયુર્વેદ અનુસાર કાનના બહારના ભાગનો મધ્ય ભાગ સૌથી મહત્વનો હોય છે. તેનાથી મહિલાનો માસિક સમય સારો અને આરોગ્યપ્રદ સાબિત રહે છે.
બ્લડ સર્ક્યુલેશન- કાન વીંધાવાથી લોહીનું સર્ક્યુલેશન સારું થાય છે. જેનાથી શરીર સ્વસ્થ રહે છે.
મગજનો વિકાસ- નાની છોકરીને કાન વીંધવામાં આવે તો તેના મગજનો વિકાસ જલદી થાય છે. કાનના લોબ્સમાં કેન્દ્રમાં એક બિંદુ હોય છે. જે મગજના ડાબા ગોળાર્ધના જમણા ગોળાર્ધ સાથે જોડવાનું કામ કરે છે. આ રીતે મગજના ભાગો સક્રિય થાય છે. તેને એક્યુપ્રેશન થેરાપી પણ કહેવાય છે. જેથી મગજ સારી રીતે વિકસીત થાય છે.
સાંભળવાની શક્તિ વધે– એક્યુપ્રેશર થેરપી કહે છે કે કાનનો ભાગ વીંધી નાખવામાં આવે છે, ત્યાં મુખ્ય સંવેદનાત્મક અને માસ્ટર સેલેબ્રલ કેન્દ્રો છે. આ કેન્દ્રોની મદદથી બાળકની સાંભળવાની ક્ષમતા વિકસે છે.
પુરુષો માટે છે આ એક ખાસ ફાયદો- ઘણી જગ્યા પર પુરુષોને પણ કાન વીંધવાની પરંપરા છે. આનું કારણ એ છે કે ત્યાંના લોકો એવું માને છે કે કાન વીંધવાથી છોકરાના શુક્રાણુઓમાં વધારો થાય છે. એટલું જ નહીં ડોક્ટરો એવું પણ જણાવે છે કે પુરુષો કાન વીંધે તો લકવો થવાની સંભાવના ઓછી રહે છે. સાથે જ હર્નિયા અને હાઈડ્રોસેલ જેવી બીમારીઓથી દૂર રહી શકે છે. તે સિવાય પણ તાણ, ચિંતા, ડિપ્રેશન જેવી સમસ્યા દૂર કરવા માટે પણ ઉપયોગી છે.
ઘણી છોકરીઓને કાન વીંધાવ્યા બાદ ફોલડી થતી હોય છે. તો તમારે કાન વીંધાવી ડાયરેક્ટ ચાંદીની, સોનાની અથવા ડાયમંડની બુટ્ટી પહેરવી જોઈએ જેથી નુકશાન ન થાય. આયુર્વેદમાં પણ કાન વીંધવાનું ઘણું મહત્ત્વ દર્શાવ્યું છે.
શબ્દો વિષેની બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.