👉પહેલા કોરોનાની મહામારી અને ત્યાર બાદ રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ અને હવે મંદીના કારણે રોજગારી પર ગંભીર અસર પડવા લાગી છે. અમુક લોકોને તો ઘરે બેસવાનો વારો આવી ગયો છે. ધંધા બંધ થવા આવ્યા છે. ત્યારે મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને પોતાનું ગુજરાન ચલાવવું ભારે પડી રહ્યું છે.
👉આ પરિસ્થિતિમાં જો તમે કોઈ નવો વિકલ્પ શોધી રહ્યા હોવ છો? તો તમને આજે એક બિઝનેસ વિશે માહિતી આપીશું. જેમાં તમારે માત્ર સામાન્ય મૂડીનું રોકાણ કરવાનું રહેશે અને મહત્તમ નફો મેળવી શકશો. આ ખેતીમાં તમે કરોડો રૂપિયાની કમાણી કરી શકશો. નવા બિઝનેસનું નામ છે એલોવેરાની ખેતી. એલોવેરાની બજારમાં દિવસેને દિવસે માંગ વધી રહી છે. તો તેની ખેતી સરળતાથી કરી શકો છો.
👉કંપનીમાં કેવી રીતે માંગ વધી- આજકાલ દરેક કોસ્મેટિક વસ્તુમાં એલોવેરાનો ઉપયોગ વધી રહ્યો છે. તેથી કોઈપણ હર્બલ કે કોસ્મેટીક કંપનીમાં તેનો વપરાશ વધતાં માંગ વધી રહી છે. કોઈ સામાન્ય સૌંદર્યને લગતી પ્રોડક્ટ બનાવવા માટે પણ એલોવેરા જેલનો ઉપયોગ થતો હોય છે. તેથી મોટી મોટી કંપનીઓ ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ કરીને તેની ખેતી કરાવતી હોય છે. જેમાં આ ખેતીથી વર્ષે 8-10 લાખ રૂપિયા કમાઈ શકો છો. હવે તેનાથી પણ વધારે કમાણી કરવી હોય તો વિગત મેળવીએ.
👉MBA કરેલ વ્યક્તિ વધારે કરે છે ખેતી- એલોવેરાની વધતી જતી માંગને જોતા આજકાલ એન્જિયનિયર પણ તેની ખેતી પ્રત્યે આકર્ષાય રહ્યા છે. ઘણા ખરાં તો એલોવેરાના પ્લાન્ટેશન કરવાનું વિચારી રહ્યા છે. તેઓ પ્રોસેસિંગ યુનિટ બનાવે છે. થોડા સમય પહેલા એક ધંધાદારી જે યુનિટ નાખવાનો વિચાર કરી રહ્યા હતા, તે જણાવે છે કે અત્યાર સુધી ઘરમાં અનાજ, બટાકાની ખેતી થતી હતી. પણ મને લાગ્યું કે કંઈક અલગ કરવું જોઈએ. જેનાથી વધુ નફો મળે. તો રાજસ્થાનથી એલોવેરાના છોડ મંગાવીને મેં આ ખેતી કરવાની શરૂ કરી. હવે મને આમાં લાખો રૂપિયા મળી રહ્યા છે.
👉યુનિટ લગાવવા માટે ટ્રેનિંગ આ રીતે કરવી- જો પ્રોસેસિંગ યુનિટ કરવાનું વિચારી રહ્યા હોવ તો કેન્દ્રીય ઔષધિય સંસ્થા થોડા થોડા મહિનાના અંતરે આ ટ્રેનિંગ આપે છે. જેનું રજિસ્ટ્રેશન ઓનલાઈન અને નક્કી કરેલી ફી પછી લઈ શકાતું હોય છે.
👉એલોવેરાની ખેતી ક્યારે અને કેવી રીતે કરશો- આ ખેતી સામાન્ય રીતે શુષ્ક વિસ્તારમાં વર્ષા અને ગર્મ વિસ્તારમાં સારી રીતે કરી શકાય છે. ઠંડીમાં આ છોડ વધારે સંવેદનશીલ હોય છે. તેના માટે ભૂમિની ખેતી રેતીલીથી લઈ દોમટ સુધીની અલગ-અલગ પ્રકારની માટી લઈ શકાય છે.
👉રેતીલી માટી આ ખેતી માટે ખૂબ જ સારી છે. ભૂમિ ચયન કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે ખેતી માટે જે જમીન હોય તેનું સ્તર જમીન પર હોય અને ખેતરમાં પાણીનો નિકાસ સારી રીતે થઈ શકે તેવી સગવડ હોય કેમ કે એલોવેરામાં પાણી રહેવું ન જોઈએ. એલોવેરાના છોડ જુલાઈ ઓગસ્ટમાં લગાવવા સારા રહેશે.
👉ખેતીમાં થશે આટલો ખર્ચ- ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ અનુસાર એક હેક્ટરમાં પ્લાન્ટેશનનો ખર્ચ ઓછામાં ઓછો 27,500 રૂપિયા થશે. પછી તેમાં ખેતરની તૈયારી, મજૂરી, ખાદ્ય વગેરેને ઉમેરીએ તો વર્ષે આ ખર્ચ 50,000 જેટલો પહોંચી જાય. એલોવેરાની ખેતીમાં એક હેક્ટરમાં લગભગ 40થી 45 ટન મોટા પાન પ્રાપ્ત થાય છે.
👉તેને તમે આયુર્વેદિક દવા બનાવતી કંપની અથવા પ્રસાધન સામગ્રી નિર્માતાઓને વેચી શકશો. આ પાનથી મુરબ્બર અથવા એલોવાસર બનાવીને પણ વેચી શકાતું હોય છે. એલોવેરાના જે મોટા પાન હોય છે. તેની દેશના બજારોમાં કિંમત 15,000 અને 25,000 રૂપિયા પ્રતિ ટન હોય છે. આ હિસાબથી તમે આરામથી 8થી 10 લાખ રૂપિયા કમાઈ શકો છો.
જો આ માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.