જો તમે સ્પેર ટાઈમમાં કાનમાં એરફોન લગાવી લાંબો સમય ગીતો સાંભળી રહ્યા છો. પરંતુ તમારી આ આદત તમને બીમાર બનાવી શકે છે. એરફોનની દીવાનગી માત્ર કાન બહેરા કરે છે એટલું જ નહિ પરંતુ આપણા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. તો ચાલો જાણીએ એરફોન કઈ રીતે તમને બીમાર બનાવી શકે છે.
બહેરાપણું
એક સ્ટડી અનુસાર જો કોઈ વ્યક્તિ બે કલાકથી વધારે માટે 90 ડેસીમલથી વધારે અવાજમાં સોંગ સાંભળો છો તો તમે બહેરાપણાનો શિકાર બની શકો છો. કાનોની સાંભળવાની ક્ષમતા માત્ર 90 ડેસીમલ હોય છે સતત સોંગ સાંભળવાથી 40 થી 50 ડેસીમલ સુધી ઘટી જાય છે. એવામાં તમે 90 ડેસીમલથી વધારે અવાજમાં સોંગ સાંભળો છો તેના કારણે દુરનો અવાજ સાંભળવામાં મુશ્કેલીઓ આવે છે.
હાલમાં એક શોધ અનુસાર એક વાતનો ખુલાસો કરે છે કે લાંબા સમય સુધી તેજ ધ્વની સાંભળવાના કારણે સાંભળવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. કારણ કે તેજ અવાજના કારણે એર ડ્રમને ક્ષતિ પહોંચાડી તેને પાતળી બનાવે છે. સામાન્ય રીતે 50 વર્ષની ઉંમરે સાંભળવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. પરંતુ આ સમસ્યા હવે યુવાઓમાં પણ જોવા મળે છે અને તેનું મુખ્ય કારણ છે એરફોનમાં લાંબા સમય સુધી તેજ અવાજમાં ગીતો સાંભળવા.
તેજ અવાજમાં સોંગ સાંભળવાથી શરૂઆતમાં કાનની રોમ કોશિકાઓને અસ્થાયી રૂપે ક્ષતિ પહોંચે છે. જેના કારણે એક કાનમાં સાંભળવામાં તકલીફ થવાની સમસ્યા થઇ શકે છે. પરંતુ ઘણી વખત તે આપમેળે ઠીક થઇ જાય છે તો ક્યારેક તેનો ઈલાજ કરવો ખુબ જરૂરી છે.
શરૂઆતમાં તો તે કાનની રોમ કોશિકાઓને નુકશાન પહોંચાડે છે ત્યારે તે કાનને વધારે પ્રભાવિત નથી કરતા. પરંતુ વધારે પડતી ક્ષતિ પહોંચે ત્યારે તે કોશિકાઓનો ઈલાજ વ્યવસ્થિત રીતે નથી થઇ શકતો. અને પરિણામે બહેરાપણું હંમેશા માટેની સમસ્યા બની જાય છે.
આ ઉપરાંત ઊંચા અવાજે સોંગ સાંભળ્યા બાદ ધીમો અવાજ સંભળાતો નથી. એટલું જ નહિ પરંતુ કોઈ જોરથી બોલે છે તેમ છતાં પણ ક્લીયર્લી સંભળાતું નથી. અધ્યયન કર્તાઓનું કહેવું છે કે કોઈ વ્યક્તિ રોજે એક કલાકથી વધારે સમય સુધી 80 ડેસીમલથી વધારે તેજ અવાજમાં સોંગ સાંભળે છે તો ઓછામાં ઓછા 5 વર્ષમાં સાંભળવા સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અથવા તો સ્થાયી રૂપે બહેરા થવાની સમસ્યા પણ થઇ શકે છે.
હૃદય સંબંધી બીમારી
તેજ અવાજમાં સોંગ સાંભળવાથી માત્ર કાનોને જ નહિ પરંતુ દિલને પણ નુકશાન પહોંચે છે. તેજ અવાજમાં સોંગ સાંભળવાથી હાર્ટ બીટ તેજીથી વધે છે અને તે નોર્મલ સ્પીડની તુલનામાં હૃદય તેજીથી ધડકવા લાગે છે. જેના કારણે હૃદયને નુકશાન પહોંચે છે.
માથાનો દુઃખાવો અને કાનમાં સંક્રમણ
એરફોનમાંથી નીકળતી વિદ્યુત ચુંબકીય તરંગો નીકળે છે જે વ્યક્તિના મગજ પર ખરાબ અસર પાડે છે. જેના કારણે ઊંઘ ન આવવાની તેમજ માથાના દુખાવાની સમસ્યા થવા લાગે છે. જ્યારે પણ તમે ઓફિસે અથવા ઘરે સોંગ સાંભળતી વખતે એક બીજા સાથે એરફોન શેર કરો છો તેવું કરવાથી બચવું જોઈએ. એવું કરવાથી કાનમાં ઇન્ફેકશનનો ખતરો વધી શકે છે.
કાન સુન્ન થવા
લાંબા સમય સુધી એરફોનમાં સોંગ સાંભળવાથી વ્યક્તિના કાન સુન્ન પડી જાય છે. જેના કારણે લાંબા સમય પછી સાંભળવાની ક્ષમતા કમજોર થવા લાગે છે. તેજ અવાજમાં સોંગ સાંભળવાથી માત્ર સાંભળવાની ક્ષમતા જ નહિ પરંતુ ઘણી માનસિક સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. ડોકટરોનું માનીએ તો એરફોનના વધારે પડતો ઉપયોગ કરવાથી ,છન છનનો અવાજ આવવો,ચક્કર આવવા,ઊંઘ ન આવવી, માથા અને કાનનો દુઃખાવો વગેરે જેવી સમસ્યા થઇ શકે છે.
જો તમે કાન સંબંધી સમસ્યાઓથી બચવા માંગો છો તો જરૂરત પડે ત્યારે જ એરફોનનો ઉપયોગ કરવો. આ માહિતી કેવી લાગી? આવા બીજા સુંદર આર્ટીકલ માટે નીચેનું બ્લુ કલરનું LIKE નું બટન દબાવી દેજો. જેથી આવા બીજા સુંદર આર્ટીકલ તમે વાંચી શકો. – ધન્યવાદ. નીચે એક કોમેન્ટ પણ કરી દેજો કે આર્ટીકલ કેવો લાગ્યો.