👉આજકાલ 100 લોકોમાંથી 90%ને કમરનો દુખાવો સાંભળવા મળતો હોય છે. જેને પણ જોઈએ કમરનો બેલ્ટ પહેરીને ફરતાં હોય છે. તેમાં ખાસ કરીને મહિલાઓને કમરનો દુખાવો સામાન્ય થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. નાની ઉંમરની સ્ત્રીઓ કમરના દુખાવાની બૂમો પાડતી હોય છે. જેના કારણે ઘરના કેટલાક કામ કરવામાં તેમને તકલીફ પડતી હોય છે.
👉તેનું મુખ્ય કારણ છે અત્યારની લાઈફસ્ટાઈલ, ઉજાગરા, ભેળસેળ વાળો ખોરાક, ઓફિસમાં કામ કરવા માટે એક જગ્યા પર વધુ સમય બેસી રહેવું, વજનવાળો સામાન ઉચકવો, વધુ વજન, માંસપેશિયોમાં તણાવ, શારીરિક સ્ટ્રેસ વગેરેને કારણે કમરનો દુખાવો થઈ શકે છે. તો જ્યારે અને જેને પણ કમરનો દુખાવો રહેતો હોય તેમણે દુખાવાની ગોળી ન લેવી જોઈએ.
🧂હંમેશાં ઘરેલુ ઉપચાર કરીને કમરનો દુખાવો મટે તેવા પ્રયત્નો કરવા જોઈએ. તેમાં ખાસ કરીને આસન દ્વારા પણ તમે કમરના દુખાવાને દૂર કરી શકો છો. તો સૌથી પહેલા ભુજંગાસન કરવાની રીત જાણીએ. તેનાથી કમરનો દુખાવો તો દૂર થશે સાથે પેટ પર વજન આવતું હોવાથી પાચન સંબંધિત જે પણ બીમારી હશે તેનાથી બચશો.
🧘♀️આ રીતે કરવું ભુજંગાસન
🧘♀️-પહેલા પેટના બળે ઉંધા સૂઈ જવું. હવે જલદી શ્વાસ ભરો અન કમરથી ઉપરનો ભાગ આગળની તરફ ઉઠાવો. પગ એકબીજાને અડે નહીં તેનું ધ્યાન રાખવું. ગરદનને પાછળની તરફ વાળવી અને થોડો સમય એ જ સ્થિતિમાં રહેવું.
🧘♀️-શ્વાસ છોડતાં ધીમેધીમે પાછું એ સ્થિતિમાં આવી જવું. ગરદન પાછળ રાખવી પહેલાં છાતી અને માથાને જમીન પર અડાવવું. આમ ભુજંગાસન જો તમે રોજ કરશો તો કમરનો દુખાવો ગાયબ થઈ જશે. સાથે તમારું શરીર પણ પરફેક્ટ બનશે.
🧊ગરમ પાણી અને બરફ- જો તમને કમરના નીચેના ભાગમાં દુખાવો રહેતો હોય તો ગરમ પાણીની કોથળી મૂકી શેક કરવો. અથવા બરફથી શેક કરવો હોય તો આઇસ બેગનો ઉપયોગ કરી શકો છો. જો તે ન હોય તો બરફના ટુકડાં કોટનના મોટા કપડાંમાં લઈ તે કપડું કમર પર મૂકી શેક કરો.
👉મીઠાનો શેક- ઘણાને અતિશય કમરનો દુખાવો રહેતો હોય છે. તો કાળા મીઠાનો શેક કરી શકો છો. કાળા મીઠાને તવા પર ગરમ કરવું, પછી આ મીઠાને એક કપડાંમાં બાંધીને પાછળના ભાગ પર રાખવું. જે ભાગ પર દુખાવો થતો હોય, ત્યાં શેક કરવાથી માંસપેશિયોને રાહત મળશે અને ધીમેધીમે મટવા લાગશે.
👉આ તેલથી કરો માલિશ- જો તમે તેલની માલિશ કરશો તો અચૂક કમરના દુખાવામાં રાહત મળશે. તેના માટે તેલ ઘરે તૈયાર કરી શકાય છે.
👉સરસવનું તેલ- આ તેલમાં થોડા લવિંગ, અજમો અને લસણ ભેગા કરીને ઉકાળવું. પછી તે ઠંડું થાય એટલે એક બોટલમાં ગાળીને ભરી દેવું. દુખાવો થતો હોય ત્યાં લગાવવું.
👉તલનું તેલ- તલના તેલનું સેવન શરીરને ગરમાવો આપવાનું કામ કરે છે તો તલના તેલની માલિશ કરવાથી માંસપેશિયોને આરામ મળતો હોય છે. જેથી આ તેલની માલિશ ફાયદો આપશે.
👉મેથીનો ઉપયોગ- મેથીનો ઉપયોગ પણ કમરના દુખાવાથી છુટકારો મેળવવા માટે કરી શકો છો. સરસવના તેલમાં તમે મેથીના દાણા નાખો. તેને ગેસ પર કાળું થાય ત્યાં સુધી ઉકાળો. તેલ ઠંડું થાય એટલે કાચની બોટલમાં ભરી દો. આ તેલની માલિશ પણ તમને કમરનો દુખાવો મટાડી શકે છે.
👉તે સિવાય અજમાનો પણ ઉપાય કરી શકો છો. અજમાને તવા પર થોડો ગરમ કરો અને ચાવીને ખાઈ જવો. ધીમેધીમે કમરનો દુખાવો મટી જશે.
જો આ કમરના દુખાવાને દૂર કરવા વિષેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.