🧈મિત્રો આજે આપણે સવારના નાસ્તામાં લેવામાં આવતી એવી વસ્તુનો ઉલ્લેખ કરીશું. જેનો આયુર્વેદ અનુસાર જો તમે નિયમિત સવારે નાસ્તાની સાથે સેવન કરશો તો શરીરમાં ઘણા રોગોને થતાં અટકાવશે. મિત્રો અમે વાત કરી રહ્યા છીએ માખણની જે બધાને પ્રિય હોય છે. પરંતુ અમુક લોકો અને ડોકટરો માખણને ખાવાની મનાઈ કરતાં હોય છે.
🧈માખણનું નિયમિત સેવન કરવું જોઈએ. જે લોકોને લો બ્લડ પ્રેશરની તકલીફ હોય છે. તેમના માટે માખણ અકસીર ઈલાજ છે. બજારમાં અલગ અલગ કંપનીના માખણ ઉપલબ્ધ હોય છે. પરંતુ તેમાં થોડી-ઘણી ભેળસેળ થયેલી જ હોય છે. જેથી આપણે ઘરે માખણ બનાવવું અને નિયમિત સવારે નાસ્તામાં માખણનું સેવન કરવું જોઈએ.
🧈માખણ બનાવવું સરળ છે. તમે પણ સરળ રીતે માખણ બનાવી શકો છો રાત્રે દહી મેળવી અને સવારે તેને હલાવીને તેમાંથી જે માખણ નિકળે તેનું સેવન નાસ્તામાં અથવા મીશ્રી બનાવીને તમે બોપોરના ભોજન સાથે લઈ શકો છો. આ બંનેને ખાવાથી તમારી પાચનશક્તિ એકદમ મજબૂત થઈ જશે. અને તેમાં રહેલા વિટામિન શરીરમાં ઘણી અલગ અલગ રીતે ફાયદો કરે છે.
🧈માખણ અને મિશ્રી બંનેને આપણે જરા પણ અચકાયા વગર ખાવું જોઈએ. કારણ કે, માખણ આપણા શરીરને અંશ માત્ર પણ નુકશાન નથી પહોંચાડતું. તેમાં રહેલા વિટામીન્સ તમારા શરીરને રોગો સામે રક્ષણ આપે છે અને તમારી ઇમ્યુનિટીને પણ વધારે છે.
🧈માખણ અને મિશ્રી બંને વસ્તુ ખાવાથી તમારા શરીરમાં રહેલી ગંદકી દૂર થાય છે. કબજિયાત, ગેસ, એસિડિટી જેવી પેટની તકલીફો દૂર કરે છે. ઉપરાંત વધારાની ચરબી પણ ઓછી કરે છે. માખણને એક સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. કરણ કે, દૂધમાં રહેલા બધા તત્વો દહીમાં આવે છે અને દહીમાંથી માખણ બને છે. તેથી બધા તત્વો માખણમાં હોય છે. જે શરીરમાં ઘણો ફાયદો કરે છે.
🧈માખણ અને મિશ્રી ખાવાથી તમારું પેટ તો સારું થાય જ છે. પરંતુ માખણનું સેવન કરવાથી તમારી આંખો પણ સારી થાય છે. કારણ કે, માખણમાં વિટામિન A વધુ માત્રામાં રહેલું હોવાથી તમારી આંખોની રોશની વધશે અને આંખોની પ્રોબ્લેમ થતી અટકાવશે. ઉપરાંત માખણમાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં હોવાથી હાડકાં અને દાંતને પણ મજબૂત કરે છે.
🧈આ બધી ગુણવત્તાને હિસાબે જો તમે રોજ માખણ અને મિશ્રીનું સેવન કરો તો તમને અમુક રોગોથી જીવનભર છુટકારો મળી જાય છે. ઉપરાંત જો તમે માખણ અને મિશ્રી બંને મીક્ષ કરીને સેવન કરો તો તમારી ચામડી માટે પણ ઘણું ફાયદાકારક ગણાય છે. તેમાં રહેલા ગુણ ચામડી પર કરચલી થવા દેતા નથી અને ચામડીને અંદરથી મોઈશ્ચયૂરાઇઝ રાખે છે.
🧈માખણ,મિશ્રી અને તલ આ 3 વસ્તુ મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આ વસ્તુનું બાળકો અને યુવાનો નિયમિત સેવન કરે તો તેના હાડકાંનો વિકાસ જડપથી થાય છે અને માનસિક શક્તિ પણ સારી થાય છે.
🧈માખણ અને મિશ્રી રોજ ખાવામાં આવે તો તમારે કોઈ પણ બીમારીમાં દવાનો સહારો લેવો નહીં પડે. જેથી તમારું શરીર એકદમ તંદુરસ્ત અને નિરોગી રહેશે.
જો આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.