💁♀️ કોઈ પણ વ્યક્તિને વધતી ઉંમરે વૃદ્ધત્વ નજીક આવતું જાય છે, તેમાં જો પૂરતું ધ્યાન ન આપવામાં આવે તો ઘણી સમસ્યાઓ થાય છે. જેમાં મહિલાઓને ખાસ 50 વર્ષ પછીની ઉંમરે ધ્યાન રાખવું પડે છે. કારણ કે, મહિલાઓની વધતી ઉંમરે કુદરતી કારણોસર તેમને અમુક વિટામીન્સની કમી સર્જાય છે અને શરીરમાં અનેક સમસ્યાઓ ઉદભવે છે.
💁♀️ મહિલાઓમાં વિટામીન્સની કમી સર્જાવાનું મોટું કારણ માસિક ધર્મ છે. જેમાં લોહીની સાથે શરીરના અમુક જરૂરી તત્વો પણ સાથે બહાર નીકળી જતાં હોય છે. તેથી મહિલાઓને 50ની ઉંમર બાદ અમુક તત્વોની ખામી સર્જાય છે. તેથી આજે અમે તમને આ આર્ટીકલમાં એવા વિટામીન્સ વિશે જણાવશું કે, 50 વર્ષની ઉંમર બાદ મહિલાઓ જો આ વિટામીન્સનું સેવન કરે તો ઘણી સમસ્યાથી બચાવી શકાય છે.
👉 વિટામિન D :- આ વિટામિનનું વૈજ્ઞાનિક નામ કોલકેલ્સિફેરોલ છે. મહિલાઓમાં ઘણી વાર આ વિટામિનની કમી સર્જાતી હોય છે. વિટામિન D ચરબી દ્રાવ્ય વિટામિન છે તેથી ચામડી સુર્યપ્રકાશમાં આવતા તેમાં વિટામિન D બનવા લાગે છે. પરંતુ તેના માટે વિટામિન Dથી સમૃદ્ધ ખોરાકનું સેવન કરવું જરૂરી બને છે.
💁♀️ વિટામિન D થી આપણા શરીરમાં ઘણા ફાયદા થાય છે. તેથી તેનું પ્રમાણ જાળવી રાખવું ખૂબ જરૂરી છે. કારણ કે, વિટામિન D આપણા શરીરમાં ઘણા ફાયદા કરે છે. જે હદય રોગની શક્યતા ઘટાડે છે. ઉપરાંત હાડકાના રોગોની સમસ્યાને દૂર કરે છે. ઇમ્યુનિટને પણ વધારે છે. ઉપરાંત વિટામિન D ચયાપચઇની ક્રિયામાં પણ મદદ રૂપ થાય છે.
👉 વિટામિન B12 :- આ વિટામિનનું બીજું વૈજ્ઞાનિક નામ સાઈનોકોબાલામીન છે. જો તમને નખમાં કુપોષણ અને ચિંતા વધારે થવી અથવા શરીરમાં થાક લાગવો કે નબળાઈ આવી જવી વગેરે સમસ્યા થાય તો વિટામિન B12ના લેવલની તપાસ કરવી જોઈએ. મહિલાઓને આ સમસ્યા વધુ જોવા મળે છે.
💁♀️ આ વિટામિન લીલા વનસ્પતિમાં મળતું નથી. તેથી તમારે પ્રાણી જન્ય આહાર લેવો પડે છે, અર્થાત તમારે દૂધ અને દૂધની બનાવટોનું સેવન કરવું જોઈએ.. ઉપરાંત આ વિટામિન માછલી, ઈંડા, માંસ વગેરે વસ્તુમાં વિટામિન B12 ની પ્રાપ્તિ થાય છે. તેથી મહિલાઓએ આ વિટામિનની ઉણપની સારવાર કરવા આવા ખોરાકનું સેવન વધુ કરવુ જોઈએ.
👉 કેલ્શિયમ અને મેગ્નેશિયમ :- આ બંને પોષક તત્વો આપણા શરીર માટે ખૂબ મહત્વના છે. કારણ કે, આપણા હાડકાં એ આપણા શરીરનો બાંધો કહેવાય છે. તે પણ કેલ્શિયમના બનેલા હોય છે. ઉપરાંત મેગ્નેશિયમથી આપણા રક્તકણને પોષણ પૂરું પાડે છે.
💁♀️ મહિલાઓમાં કેલ્શિયમની ઉણપ વધારે જોવા મળે છે. જેના લીધે મહિલાઓને હાડકાંના રોગો થાય છે.. જેમાં ઓસ્ટીઓપોરોસીસ જેવી સમસ્યા થાય છે. આ રોગમાં હડકામાં નાના છિદ્રો થઈ જાય છે, જેના પરિણામે હાડકું નબળું થઈ જાય છે અને હાડકું ભાંગી જાય છે. ઉપરાંત કરોડરજ્જુ પણ નબળી થઈ જાય છે. મહિલાઓએ આ બધી સમસ્યાઓથી બચવા માટે કેલ્શિયમયુક્ત ખોરાકનું સેવન ફરજિયાત કરવું જોઈએ. તેથી હવે આપણે જાણીશું કેલ્શિયમ અને મેગ્નેશિયમના સ્ત્રોત.
💁♀️ કેલ્શિયમ અને મેગ્નેશિયમ તમને કઠોળ, લીલા શાકભાજી, દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓમાં, ઈંડા, માછલી અને માંસમાં આ પોષક તત્વો મળી રહે છે. જેથી જો તમને કેલ્શિયમ અથવા મેગ્નેશિયમની ખામી હોય તો તમારે આવી વસ્તુનું વધારે સેવન કરવું જોઈએ તેથી તમારું શરીર એકદમ તંદુરસ્ત અને રોગ મુક્ત રહે.
👉 વિટામિન C :- આ વિટામિનનું વૈજ્ઞાનિક નામ એસ્કોરબીક એસિડ છે. આ વિટામિનની આપણા શરીરમાં સૌથી વધારે માત્રામાં જરૂર હોય છે. આ વિટામિન આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ઉપરાંત આ વિટામિન આપણી ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. જે ત્વચાને લગતા રોગોને દૂર કરે છે. આ વિટામિન તમારા શરીરની શક્તિને બરકરાર રાખે છે. ઉપરાંત આ વિટામિન હદય સબંધિત બીમારીઓ થવાની શક્યતા પણ ઘટાડે છે. હવે આપણે જાણીશું વિટામિન C ના સ્ત્રોત વિશે.
💁♀️ વિટામિન C નો સૌથી મોટો સ્ત્રોત લીંબુ અને સંતરા છે. જેમાં ભરપૂર માત્રામાં વિટામિન C રહેલું હોય છે. ઉપરાંત લીલા શાકભાજીમાં પણ આ વિટામિન રહેલુ હોય છે. જો તમને ચામડીની તકલીફો, માથાનો દુખાવો જેવી સમસ્યા થાય છે અને હાથ પગમાં સોજા થઈ જવા. આવી સમસ્યામાં તમારે વિટામિન C યુક્ત આહારનું સેવન કરો તો તમને ઘણી રાહત મળશે.
જો વિટામિનના સેવન વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.