👉 એક સુંદર અને સુડોળ શરીર દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. જરૂરિયાત કરતાં જાડું કે પાતળું શરીર એટલું સુંદર લાગતું નથી. જો શરીર એકદમ દૂબળું પાતળું હોય તો તે સુંદર લાગતું નથી અને અમુક પ્રકારના કપડાં પણ તે શરીરને સુટ થતાં નથી. આવા દુબળા શરીરવાળા લોકો પોતાના શરીરને યોગ્ય બનાવવા માટે થોડા પ્રયત્ન કરી શકે છે.
👉 અતિ દુબળા શરીરને જો હુષ્ટપુષ્ટ બનાવવું છે તો થોડી પોષ્ટીક વસ્તુઓને ભોજનમાં સમાવી શકાય. હેલ્થ એક્સપર્ટ પણ આવા દુબળા શરીરને વધારવા માટે ડ્રાયફ્રુટ ખાવાની સલાહ આપતા હોય છે. મોટાભાગના ડ્રાયફ્રુટ પોષક તત્વોથી ભરપૂર હોય છે. ડ્રાયફ્રુટમાં વિટામિન- એ, બી, ડી, ઇ, આયર્ન, મેગ્નેશિયમ, ફૉસ્ફરસ, સેલેનિયમ, કોપર, પ્રોટીન, મિનરલ્સ, ઝીંક વગેરે જેવા ઘણા પોષક તત્વો હોય છે.
👉 ડ્રાયફ્રુટ શરીરને ઉર્જા અને ચરબી આપે છે. પાતળા લોકો જો શરીર બનાવવા માંગે છે તો તેઓએ પોતાના ડાયેટમાં ડ્રાયફ્રુટનો સમાવેશ કરવો જોઈએ. શરીરને વધારવા માટે બદામ, કાજુ, કિસમિસ, પિસ્તા, અંજીરને ડાયેટમાં સમાવી શકાય છે. જે લોકો પોતાનું વજન વધારવા માંગે છે તે લોકો ડ્રાયફ્રુટનું સેવન આ ચાર રીતે કરે તો તેને ઘણો ફાયદો થઈ શકે છે.
👉 દૂધ અને ડ્રાયફ્રુટ : વજન વધારવા માટેનો આ એક બેસ્ટ ઉપાય છે કે તમે દૂધમાં ડ્રાયફ્રુટને લો. તેના માટે તમે એક ગ્લાસ દૂધમાં કાજુ, બદામ, કિસમિસ વગેરે જેવા ડ્રાયફ્રુટ ઉમેરીને તેને ગ્રાઈન્ડ કરીને આ દૂધને સવારના નાસ્તામાં નિયમિત લેવા લાગો. દૂધ અને ડ્રાયફ્રુટ બંનેમાં પ્રચુર માત્રામાં પ્રોટીન સમાયેલું છે આ દૂધનું નિયમિત સેવન તમારા દુબળા-પાતળા શરીરને હુષ્ટપુષ્ટ બનાવશે.
👉 ડ્રાયફ્રુટ હલવો : જે લોકો મીઠું ખાવાના શોખીન છે તેઓ માટે આ ઉપાય ખૂબ જ સારો છે અને આમ પણ મીઠું ખાવાથી વજનમાં પણ વધારો થાય છે તેના માટે બદામ, કાજુ, પિસ્તા, અખરોટ, અંજીર જેવા ડ્રાયફ્રુટને મિક્સરમાં ક્રશ કરીને દૂધમાં બાફીને દૂધ બળી જાય તે પછી ઘી ઉમેરીને સારી રીતે શેકી લેવો ત્યારબાદ ખાંડ નાખીને હલાવી કાજુ, બદામના નાના ટુકડાઓથી ગાર્નિશ કરો અને હલવાની લિજ્જત માણો.
👉 સ્મુધી : ઘણા લોકોને ખાવાની ચીજો કરતાં ડ્રિંક વિશેષ પસંદ કરતાં હોય છે. તે લોકોને માટે આ સ્મુધી સારો આઇડિયા છે. ઉનાળાની ગરમીમાં આ વધારે અસરકારક પરિણામ આપી શકે છે. તમે મેંગો, બનાના કે અન્ય ફ્રૂટ અને ડ્રાયફ્રુટ બંને લઈ શકો છો. સ્મુધીથી તમને ત્રણ ગણો ફાયદો થઇ શકે છે કેમ કે સ્મુધીમાં ફળ, સૂકો મેવો અને દૂધ ત્રણેય ચીજોના તમામ પોષક તત્વો તમને મળે છે જે તમને બનાવે છે હેલ્ધી અને ફિટ.
👉 માત્ર પલાળેલા ડ્રાયફ્રુટ : જે તમને ઉપર બતાવેલા એક પણ આઇડિયા પસંદ નથી કે તેના માટે સમય નથી પરંતુ વજન વધારવો જ છે તો તેના માટે તમે ડ્રાયફ્રુટને માત્ર પલાળીને પણ લઈ શકો છો. તેમાં તમને જે પણ ડ્રાયફ્રુટ પસંદ છે જેમ કે બદામ, કાજુ, અંજીર, પિસ્તા, કિસમિસ વગેરેને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળીને સવારે તમારે એ ડ્રાયફ્રુટને બહાર કાઢીને બદામ અને અખરોટની છાલ કાઢી નાસ્તા પહેલા જ તેને ખાવા બાદ જે પાણીમાં તમે ડ્રાયફ્રુટને પલાળેલું છે તે પાણી પણ પીવું કેમ કે તે પાણીમાં પણ ઘણા પોષક તત્વો છે. આ રીતે તમે શરીરને મજબૂત બનાવી શકો છો.
જો આ વજન વધારવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.