👉 આપણે સૌ મોટાભાગે વિવિધ ભાજીનું સેવન કરતાં જ હોઈએ છીએ. ભાજીમાં અન્ય શાકની સરખામણીમાં વિશેષ પ્રમાણમાં પોષક ગુણો સમાયેલ હોય છે. પાલક, મેથી, તાંદળજો, પોઈ જેવી અનેક ભાજીઓ આપણે આપણા ખોરાકમાં સમાવતા હોઈએ છીએ. પરંતુ મેથી આ સર્વમાં ઉત્તમ મનાય છે.
👉 લીલા પાનવાળા શાકભાજી મોટા લોકો તો ખાવા પસંદ કરે છે પરંતુ નાના બાળકો તેને પસંદ કરતાં નથી. જ્યારે લીલા પાન વાળા શાકમાં પોષક તત્વો વધારે હોવાના કારણે માતાઓ પોતાના બાળકને ભાવે તે મુજબ તેને તે પોષણ આપવાના વિકલ્પો વિચારે છે. જો નાના બાળકોને તેની રૂચીને અનુરૂપ કોઈ ડિશિસ આપવામાં આવે તો તે હોંશે-હોંશે તેને ફિનિશ કરે છે.
👉 મેથી એક એવી ભાજી છે કે તેના સ્વાદને કારણે બાળકો તેને પસંદ કરતાં નથી પરંતુ મેથીના ગુણ ખૂબ જ છે માટે તે ગુણથી બાળકો વંચિત ના રહી જાય તે માટે બાળકોને તેમાંથી પરોઠા એટલે કે થેપલા બનાવીને આપી શકાય. મેથીના થેપલાને જો ગોળની સાથે ખાવામાં આવે તો તેના ગુણમાં વધારો થાય છે. જો સવારમાં આ મેથીના થેપલા ખાવામાં આવે તો સૌથી ઉત્તમ છે તો ચાલો જોઈએ તેના ફાયદા.
👉 પુરુષોમાં શારીરિક ક્ષમતા વધારે છે : પુરુષ વર્ગ જો સવારના સમયે મેથીના થેપલા ડાયેટમાં સમાવે તો તેનામાં ટેસ્ટોસ્ટેરોન નામક હોર્મોન્સમાં વધારો થાય છે. આ જે હોર્મોન્સ છે તે પુરુષની શારીરિક ક્ષમતામાં વધારો કરે છે. અને શરીરમાં એક પ્રકારની એનર્જી પૂરી પાડે છે. આ સાથે જ પુરુષની યૌન શક્તિમાં પણ વધારો થાય છે.
👉 બ્રેસ્ટ ફીડ માટે ફાયદાકારક : જે મહિલા પોતાના નાના શિશુને પોતાનું દૂધ આપે છે તેને માટે આ મેથીના થેપલા ખૂબ જ સારા છે કેમ કે આ થેપલા તેના દૂધમાં વધારો કરે છે. માત્ર મેથીના થેપલા જ નહિ પરંતુ મેથીની તમામ બનાવટ તેને માટે ઉત્તમ છે.
👉 વજન ઘટાડવા માટે બેસ્ટ ઉપાય : મેથીના થેપલા તમે અન્ય કોઈ પણ ચીજ વિના પણ માત્ર દહીં, અથાણું, મરચાં, ગોળ કે ચા વગેરેની સાથે ખાઈ શકો છો. આ એક એવું ફૂડ છે કે તે ખાધા પછી તમને લોંગ ટાઈમ સુધી ભૂખ પણ લગતી નથી. તો કેલેરીને કંટ્રોલ કરવા માટે પણ આ મેથીના થેપલાનો વિકલ્પ એકદમ યોગ્ય છે. તે ચરબીનું સંચય થવા દેતા નથી માટે વજન ઘટાડવા માટે પણ સારો વિકલ્પ છે.
👉 પચવામાં સરળ અને પેટની તકલીફને દૂર કરે છે : મેથીમાં રહેલા નાઇટ્રોજન અને પોટેશિયમ આપણી પાચનશક્તિને વધારે છે અને મેથીના પાનમાં રહેલા ગુણ પેટની તકલીફને દૂર કરે છે.
👉 કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે : જે લોકોને કોલેસ્ટ્રોલનું લેવલ હાઈ છે તેમને ડૉક્ટર ઘી તેલ કે ચરબીયુક્ત ખોરાક લેવાની મનાય કરે છે. તેવા સમયે તમે મેથીના પરોઠાને માત્ર શેકીને પણ લઈ શકો છો. આ મેથી તમારા કોલેસ્ટ્રોલ લેવલને બરાબર કરે છે સાથે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે.
👉 ડાયાબિટીસ કંટ્રોલ કરે છે : જે લોકોને ડાયાબિટીસ જેવી બીમારી રહે છે તે લોકોને માટે આ મેથીના થેપલાનું સવારે કરેલું સેવન ખૂબ જ સારું છે. ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. શુગર લેવલ ઘટે છે અને ઇન્સ્યુલીનના ઉત્પાદનમાં વધારો થાય છે.
જો આ મેથીના થેપલાના સેવન વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.