🍈 જામફળને અમૃત ફળ પણ કહે છે. જામફળ એક એવું ફ્રૂટ છે કે જે અબાલ વૃધ્ધ સૌને ભાવતું હોય છે. જામફળ બે જાતના આવે છે એક સફેદ અને બીજા ગુલાબી. ગુલાબી જામફળ સ્વાદમાં વધારે મીઠા હોય છે. ચોમાસામાં અને શિયાળામાં એમ વર્ષમાં બે વાર જામફળની સિઝન આવે છે. જામફળ ખાવાથી તમે પાચનસંબંધી બીમારી દૂર કરી શકો છો, માનસિક તણાવ દૂર થાય છે, હાર્ટ માટે પણ ઉત્તમ ફળ છે આમ બીજા અનેક દર્દને તમારાથી દૂર ભગાડી શકો છો.
🍈 જામફળમાં ફાયબર, વિટામિન એ, સી, કે, બી1, બી2, બી3, બી5, બી6, બી9, થિયામીન, રીબોફલેવિન, બીટા કેરેટિન, કેલ્શ્યમ તેમજ ફૉસ્ફરસ જેવા અનેક તત્વો આ જામફળમાં સમયેલા હોય છે. જે સ્કીન અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. જામફળનું ફળ પોલિફેનોલિકથી ભરપૂર હોય છે. તે એન્ટિમાઈક્રોબલ ગુણ ધરાવે છે. માત્ર એટલું જ નહિ પરંતુ જામફળના પાન પણ એન્ટિ ફન્ગલ અને એન્ટિ બેક્ટેરિયલ ગુણ ધરાવે છે. આ તમામ ગુણ સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી છે.
🍈 જામફળ સ્કિનને સુંદર બનાવવાનું કામ કરે છે. માત્ર જામફળ જ નહિ પરંતુ તેના પાન પણ સ્કીન માટે બેસ્ટ ઔષધ છે તેના પાનનો અર્ક લગાવવાથી સ્કીન પર પડતી કરચલી તેમજ પીંપલ્સ દૂર થાય છે અને સ્કીન એકદમ ગ્લોઇંગ બને છે.
🍈 જામફળના સેવનના ફાયદા
🍈 ત્વચામાં ચમક વધારવા માટે : ત્વચામાં ચમક અને ગ્લો જાળવવા માટે જામફળનું સેવન ખૂબ જ ઉત્તમ છે. જામફળમાં એન્ટિઓક્સિડેન્ટનું પ્રમાણ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે સાથે વિટામીન્સ ત્વચાને જોઈતા અન્ય પોષક તત્વો પૂરા પાડે છે. સ્કિનને મળતા તમામ વિટામીન્સ સ્કિનને ચમકની સાથે લચીલા પણું બક્ષે છે. તેનાથી સ્કીન ટાઈટ અને ગ્લોઇંગ બને છે. યુવાન કહી શકાય તેવી સ્કીન આ જામફળના સેવનથી બની શકે છે.
🍈 વધતી ઉંમરને રોકવા માટે : જામફળમાં રહેલ એન્ટિ ઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ કે જે શરીરની ઓક્સિડેશનની પ્રોસેસને અટકાવે છે તેથી સ્કીન પર વધતી ઉંમરની કોઈ અસર જણાતી નથી. આમ તમે જામફળના સેવનથી વર્ષો સુધી તમારી યુવાનીને બરકરાર રાખી શકો છો.
🍈 પિરિયડને લગતી તકલીફ દૂર થાય : મહિલાઓ માટે જામફળ ખૂબ જ ઉત્તમ છે કેમ કે આ જામફળનું સેવન મહિલાને પિરિયડને લગતી તમામ તકલીફમાં રાહત અપાવે છે. મહિલાઓએ જામફળનું સેવન પિરિયડ દરમ્યાન ના કરવું જોઈએ અહી કહેવાનો મતલબ એ છે કે પિરિયડના દિવસો દરમ્યાન જામફળ ના ખાવું જોઈએ. કેમ કે જામફળને પચાવવું થોડું કઠિન હોય છે અને પિરિયડના દિવસોમાં પાચનતંત્ર થોડું મંદ હોય છે તેથી પિરિયડ દરમ્યાન જામફળ ના ખાવું જોઈએ. બાકીના દિવસોમાં તમે નિયમિત રૂપે જામફળનું સેવન કરી શકો છો. જેના લીધે પિરિયડમાં થતી તકલીફોમાં રાહત મળે છે.
🍈 જામફળ ખાવાનો યોગ્ય સમય : જામફળ ખાવા માટે તમારે ખાસ સમય જોવો જરૂરી છે. સવારના સમયે તમારે જો જામફળ ખાવા છે તો તમે 9 થી 11 ની વચ્ચે ગમે તે સમયે ખાઈ શકો છો. અને જો બપોર પછીના સમયમાં જો ખાવા છે તો 3 થી 5 ની વચ્ચે તે ખાઈ શકાય છે.
🍈 આ મુજબ જો જામફળ ખાવામાં આવે તો તેનો પૂરો ફાયદો તમારા શરીરને મળે છે. જામફળનો જે ગર્ભ છે તે તો એકદમ સરળતાથી પચી જાય છે પરંતુ જામફળના બીજ સખત હોવાના કારણે તેને પચવામાં ખાસ્સો સમય લાગે છે. માટે તેને બતાવેલા ટાઈમે જો ખાવામાં આવે તો પેટના દુખાવા જેવી તકલીફ ક્યારેય ઊભી થતી નથી.
🍈 જામફળ કેવી રીતે ખાઈ શકાય : જામફળ ખાવા માટે જો તેની રીતને અનુસરવામાં આવે તો સ્વાદની સાથે તેના ગુણ બંને જળવાય રહે છે. જામફળને હંમેશા નાના પીસમાં કાપીને તેના પર થોડું સંચળ અને મરી પાઉડર ઉમેરીને ખાવું જોઈએ. જ્યારે તમે જામફળને સમારો છો તો ખાસ જુઓ કે ચપ્પુ સ્ટીલની જ લેવી જોઈએ. જો લોખંડની ચપ્પુ વાપરવામાં આવે તો જામફળમાં રહેલી ખટાશને કારણે તે કાળાશ પડતું થઇ જાય છે અને આવા જામફળના ગુણ નષ્ટ પામે છે.
🍈 જામફળના પાનમાં રહેલા ફાયદા : જામફળ તો અમૃતફળ છે જ પરંતુ તેના પાન પણ ગુણનો ભંડાર છે તે સ્કિનને નિખારવા માટે ખૂબ જ ઉત્તમ એવો ઉપાય છે. જામફળના પાનનો લેપ ફેસ પેકનું કામ કરે છે. જામફળના પાનનો લેપ બનાવીને જો ત્વચા પર લગાવવામાં આવે તો તે ત્વચાને અંદરથી ક્લીન બનાવે છે. અકાળે પડતી કરચલીઓ કે રેશિસ જેવી સમસ્યામાંથી મુક્તિ અપાવે છે. જો આ પેકને ફેસ પર નિયમિત લગાવવામાં આવે તો તે સ્કિનને એકદમ નિખાર આપે છે અને ચમક આપે છે.
જો આ જામફળ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.