🌿 આજ-કાલ લોકોને બહારનું ભોજન વધારે ભાવે છે અને અમૂકને તો ઘરનું ભોજન ભાવતું નથી જેના લીધે શરીરમાં ઘણા નુકશાન થાય છે. બહારના ભોજનમાં વધુ પ્રમાણમાં કેમિકલનો ઉપયોગ થયેલો હોય છે. જે શરીર માટે ખૂબ નુકશાનકારક હોય છે. ખરાબ લાઈફ સ્ટાઈલ અને બહારના ભોજનને કારણે લોકોને સૌથી મોટી પરેશાન કરતી સમસ્યા મોટાપો છે. જે ખૂબ જટિલ હોય છે. તે જલ્દીથી જતો નથી તેથી આજે અમે આ આર્ટીકલમાં તમને જણાવીશું એવો ઉપાય કે મોટાપાની જટિલ સમસ્યાથી મળશે છુટકારો.
🌿 લોકો શરીરમાં વધી ગયેલ ચરબીને ઓછી કરવા અનેક પ્રયાસો કરતાં હોય છે. કસરત, જિમ, ડાયટિંગ જેવા અનેક પ્રયાસોથી પણ આ સમસ્યા દૂર નથી થતી.
🌿 અમુક લોકો ચરબીને ઘટાડવા કસરત કરતાં હોય છે અને થોડા સમય બાદ આ કસરત મુકી દેતા હોય છે. આવું કરવાથી ચરબી ઘટતી નથી. તેથી ચરબી દૂર કરવાનો એક વાર પ્રયાસ શરૂ કરી દો તો તેને બંધ ન કરવો જોઈએ. આજે અમે આ આર્ટીકલમાં તમને એવો ઉપાય જણાવીશું કે, જે લોકો ચરબી ઓછી કરવા મહેનત કરે છે. તેમના માટે ખૂબ ઉપયોગી છે અને ઝડપથી પરિણામ પણ મળે છે.
🌿 આજે અમે તમને ચરબી ઉતારવાનો આયુર્વેદિક ઉપાય જણાવીશું. શિયાળાની ઋતુ આવે એટલે બધાને પ્રિય વસ્તુ એટલે કે, બોર બજારમાં મળવા લાગે છે. તે બધાને ભાવતી વસ્તુની સાથે-સાથે સ્વાસ્થ્યને ફાયદાકારક પણ હોય છે. પરંતુ બોરડીના પાનનો ઉપયોગ કરવામાં આવે તો તે શરીરમાં રહેલી વધારાની ચરબી ઓછી કરવામાં ખૂબ મદદ કરે છે.
🌿 બોરડીના પાનનો પ્રયોગ કરવા માટે સૌપ્રથમ એક પાત્રમાં 2 ગ્લાસ પાણી નાખી અને તેમાં 20-25 બોરડીના પાન નાખવા અને તેને આખી રાત પલાળી રાખવા હવે સવારે ઉઠી અને ભૂખ્યા પેટે 2 પાનનું સેવન કરવું અને 1 કલાક બાદ નાસ્તો કરવો જોઈએ. ઉપરાંત જ્યારે પણ કસરત કરવાની શરૂઆત કરો ત્યારે પણ 3-4 પાનનું સેવન કરવું જોઈએ. આ પ્રયોગ નિયમિત કરવાથી ચરબીમાં ઘટાડો થતો જોવા મળશે.
🌿 જે લોકોને પેટની સમસ્યા હોય છે. તેમના માટે પણ બોરડીના પાન ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. રોજ સવારે ભૂખ્યા પેટે બોરડીના 3 પાનનું સેવન કરવામાં આવે તો પાચનશક્તિ વધી જાય છે અને ગેસ, અપચો, કબજિયાત જેવી સમસ્યાથી છુટકારો મળે છે. ઉપરાંત પાચનશક્તિ વધારવા માટે બોરડીના પાનનું પાણી રોજ રાત્રે 1 કપ પીવાથી પાચનશક્તિ સારી થાય છે અને ગેસ, અપચો જેવી સમસ્યાથી છુટકારો મળે છે.
🌿 નિસર્ગોપચારમાં પણ બોરડીના પાનના ફાયદા કહેવામાં આવ્યા છે. તેમાં એવી વાત જણાવી છે કે, બોરડીના પાનનું સેવન કરવામાં આવે તો શરીરમાં સિરમ ગ્લુકોઝમાં ઘટાડો થાય છે. ઉપરાંત શરીરમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ ઘટાડે છે. જેથી ચરબીનું પ્રમાણ આગળ વધતું અટકી જાય છે.જે બોરડીના પાનના પ્રયોગની સાથે કસરત કરવાનું પણ ચાલુ રાખવું જોઈએ તેથી ચરબી ઝડપથી ઓછી થવા લાગે છે.
🌿 જે લોકોને વજન વધવાની સમસ્યા હોય છે. તે લોકોએ રોજિંદા જીવનમાં લેવાતા ખોરાકમાં ફેરબદલી કરવી જોઈએ. પીઝા, બર્ગર, બ્રેડ, ચીઝ, જેવા ખોરાક શરીરમાં ખૂબ નુકશાન કરે છે. એક રિસર્ચ અનુસાર જ્યારે પણ આપણે એક પીઝાનું સેવન કરીએ તો, આ પીઝાને પાચન કરતાં શરીરને 3 દિવસ જેટલો સમય લાગે છે. જેનાથી તમારી પાચન શક્તિમાં ખૂબ નુકશાન પહોંચે છે જેના કારણે મોટાપો વધે છે.
🌿 મોટાપાની સમસ્યા દૂર કરવા કસરતની સાથે બોરડીના પાનનું સેવન તો ખૂબ ફાયદાકારક છે જ પરંતુ તમારે ખોરાકમાં પણ ઓછા ફેટ વાળો ખોરાક ખાવો જોઈએ. બાજરાનો રોટલો અને લીલા શાકભાજી વધારે ખાવા જોઈએ. બાજરાંનું સેવન ખૂબ સારું માનવામાં આવે છે. બધા ખોરાકમાં જે સૌથી ઝડપથી પાચન થતો ખોરાક હોય તો બાજરો છે. તેનું પાચન થતાં સૌથી ઓછો સમય લાગે છે અને પાચન શક્તિમાં પણ કોઈ નુકશાન થતું નથી. તેમાં રહેલ ફાઈબર આંતરડાને કાચ જેવા ક્લીન કરી નાખે છે. તેથી ચરબી જમા થતી નથી.
જો બોરડીના પાનનું સેવન વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.