🍝 તમે જાણતા હશો કે, આપણા દાદા-દાદી ભોજનની બાબતમાં એકદમ કડક હોય છે અને તેમને સમયસર ભોજન કરવાની ટેવ હોય છે. ઉપરાંત ગામડાના લોકોનો પણ રાત્રિનુ ભોજન કરવાનો સમય 7-8 વાગ્યા વચ્ચેનો હોય છે. આપણા આયુર્વેદ અનુસાર આપણે 7-8 વાગ્યા સુધીમાં રાત્રિ ભોજન કરી લેવું જોઈએ. પરંતુ આજના સમયમાં લોકો એટલા પોતાના કાર્યમાં ગૂંચવાઈ ગયા છે જેનાથી આ સમયે ભોજન કરવું શક્ય બનતું નથી.
🍝 આયુર્વેદ મુજબ જો રાત્રે સમયસર ભોજન લેવામાં ન આવે તો ગંભીર નુકશાન થઈ શકે છે. પૂરા દિવસ દરમિયાન આપણુ શરીર કાર્ય કરતું હોય છે જેથી બધા અંગોને રાત્રે આરામ જોઈએ. જો આપણે રાત્રે 7-8 વાગ્યા સુધીમાં ભોજન કરીએ તો ભોજન આસાનીથી પચી જાય છે. પરંતુ જો 9 વાગ્યા બાદ ભોજન કરીએ તો ખોરાકનું પાચન સરખી રીતે થઈ શકતું નથી. પરિણામે અપચો, ગેસ, એસિડિટી, કબજિયાત જેવી પેટની સમસ્યાઓ થાય છે
👉 તમે ઘણા લોકો પાસે સાંભળ્યુ હશે કે, તેમને સવારે નાસ્તો કરવો ગમતો નથી કે ભાવતો નથી તેનું કારણ હોય છે કે, રાત્રે મોડું જમવાનું થાય. જેથી ખોરાક સરખી રીતે પચતો નથી પછી સવારે ભૂખ લાગતી નથી. પરંતુ સવારે નાસ્તો કરવો ખૂબ જરૂરી છે.ખોરાકને સરખી રીતે પચાવવા માટે 1/2 ચમચી હરડેનો પાવડર, 1/2 ચમચી સિંધાલનૂ મીઠું અને 1/2 ચમચી સૂંઠનો પાવડર આટલી વસ્તુ મિક્સ કરી સવારે એક ગ્લાસ પાણી સાથે પીવાથી તમારી પાચનશક્તિ પ્રબળ બને છે અને પેટની સમસ્યા પણ દૂર થઈ જાય છે.
👉 મોડી રાત્રે ભોજન કરવાથી શરીરના ઘણા અંગોમાં નુકશાન થાય છે. કારણ કે લોકો રાત્રે ભરપેટ ભોજન કરતાં હોય છે જેથી પાચનતંત્ર ખરાબ થઈ જાય છે. કિડની અને લીવરમાં પણ સમસ્યા ઊભી થાય છે. આજના સમયમાં બધા કાર્યો કરવામાં મોડી રાત થઈ જાય છે. તેથી ભોજન પણ મોડું લેવાય છે. જેનાથી થતી સમસ્યાને દૂર કરવા પણ એક ઉપાય છે. જેમાં તમારે કોઈ દવા લેવાની જરૂર નથી. આ સમસ્યાને દવા વગર પણ સોલ્વ કરી શકાય છે. તો જાણીએ શું છે આ ઉપાય.
👉 આ ઉપાય કરવા માટે તમારે ધ્યાન રાખવું કે, જ્યારે પણ તમને ભૂખ લાગે અને મોડી રાત્રે ભોજન કરવાનું થાય તો ક્યારેય ભરપેટ ભોજન ન કરવું જોઈએ હંમેશા 20% ઓછું ભોજન ખાવું જોઈએ. તેથી ખોરાકનું પાચન વ્યવસ્થિત થઈ શકે અને ભોજન સાથે છાશ પીવાની ટેવ રાખવી જોઈએ. કારણ કે, છાશમાં રહેલા ગુણ ખોરાકના પાચનમાં મદદ કરે છે.
🚶♀️ જમવામાં કાચી વસ્તુ ન ખાવી જોઈએ. ચોખા, દાળ, કઠોળને શેકી અથવા બાફીને ખાવું જોઈએ જેથી પચવામાં સહેલાઈ રહે. ઉપરાંત જમ્યા બાદ તરત સૂઈ જવું ન જોઈએ. કારણ કે, તેનાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેથી જમ્યા બાદ થોડા કદમ ચાલવું જોઈએ. તેથી ખોરાક સરખી રીતે પચી જાય છે.
જો રાત્રે મોડા જમવાથી થતાં નુકશાન વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.