🌿ચૈત્ર મહિનો આવે ત્યારે મોટાભાગના લોકો તેનો મોર પીતા હોય છે. એટલું જ નહીં કડવા લીમડાના પાનનો રસ કાઢીને પણ રોજ સવારે પીતા હોય છે. આખો ચૈત્ર મહિનો લીમડાનો રસ કાઢી તેનું સેવન કરે તો આખું વર્ષ નિરોગી બની રહેવાય છે. તેવી જ રીતે મીઠો લીમડો પણ ઘણી બીમારીઓમાં રામબાણ ઇલાજ સાબિત થાય છે.
🌿મીઠા લીમડાનો ઉપયોગ આપણે રોજ રસોઈમાં ઉપયોગ કરતાં હોઈએ છીએ. હિન્દીમાં તેને કડી પત્તા કહીએ છીએ. તે રસોઈનો ટેસ્ટ ડબલ કરી નાખે છે.
🌿ઘણી મહિલાને એટલી જ ખબર હશે કે મીઠો લીમડો રસોઈનો સ્વાદ વધારે છે. પરંતુ તેનાથી ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન-બી 12 જેવા ઘણી વિટામિન્સ રહેલા હોય છે. જે શરીરને સ્વાસ્થ રાખે છે. તો ચાલો જોઈએ તેના ગુણ.
🌿ડાયાબિટીસ- ડાયાબિટીસ સામાન્ય બીમારી થઈ ગઈ છે. તેને દૂર કરવા કે કંટ્રોલ કરવા માટે લીમડાના પાનનું સેવન કરવું જોઈએ. પાનમાં એન્ટીડાયાબિટીક એજન્ટ હોય છે. જે ફાયબર અને ઇન્સુલન્સનું પ્રમાણ નિયંત્રિત રાખે છે. જેથી શુગરનો વધારો થતો નથી. જેને પણ ડાયાબિટીસ હોય તે 3 મહિના સુધી રોજ સવારે ખાલી પેટે મીઠા પાનના 4થી 5 પાનનું સેવન કરે તો લાભ થશે.
🌿સફેદ વાળ- આજકાલ લોકોના અકાળે વાળ સફેદ આવવા લાગતા હોય છે. જેથી તે લોકો નાની ઉંમરમાં પણ વૃદ્ધ દેખાવા લાગતા હોય છે. તો તમારે કાળા વાળ કરવા હોય તો મીઠા લીમડાના 10 પાન રાત્રે પલાળવા, 7 બદામ પલાળવી અને સવારે આ બંને વસ્તુ મિક્સ કરી તેની પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટ અઠવાડિયામાં એક વખત માથામાં લગાવવી. થોડા દિવસમાં વાળ કાળા થઈ જશે.
🌿પેટની સમસ્યા- ઘણી વખત ઝાડા થઈ ગયા હોય ત્યારે મીઠા લીમડાના પાનની પેસ્ટ છાશમાં ભેળવી દિવસમાં બે કે ત્રણ વખત પીવાથી રાહત મળશે. એટલું જ નહીં તેમાં કાર્બાજોલ એલ્કાલોયેડ્સ પણ હોય છે. જેનાથી પેટને લગતી કોઈપણ સમસ્યા હોય તો તે દૂર થાય છે. પેટમાં જમા થતાં પિત્તને પણ દૂર કરે છે.
🌿પીરિયડ્સમાં- ઘણી મહિલાને પીરિયડ્સ દરમિયાન અસહ્ય દુખાવો થતો હોય છે. તો મીઠા લીમડાના પાનનું સેવન કરવું જોઈએ. જેનાથી રાહત મળશે. રોજ સવાર-સાંજ હુફાળું પાણી કરી તેમાં આ લીમડાનો પાઉડર મિક્સ કરી પી જવું.
🌿હૃદય- જંકફુડ અને મેંદાવાળી વસ્તુના વધારે પડતા સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે. જેના લીધે હૃદયની બીમારી થતી હોય છે. તેનાથી બચવા માટે મીઠા લીમડાના પાનનું સેવન કરવું જોઈએ. કેમ કે તેમાં એન્ટીઓક્સીડેન્ટનું પ્રમાણ વધારે હોય છે. તેથી બને તો હૃદયની બીમારી હોય તેમણે કાચા પણ રોજ સવારે મીઠા લીમડાના પાન ખાવા જોઈએ.
જો આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.