🎃 દરેક ફળનું સેવન આપણા માટે ફાયદાકારક ગણાતું હોય છે. ડૉક્ટર પણ તેનું સેવન કરવાની સલાહ આપતાં હોય છે. પરંતુ શું તમે જાણો છો અમુક ફળો એવા પણ હોય છે જેમાં બીજ રહેલા હોય છે. તેનું સેવન કરીએ ત્યારે આપણે બી બહાર કાઢી ફળનું સેવન કરવા લાગતા હોઈએ છીએ.
🎃 તમારે આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ, કેમ કે ફળ કે અમુક શાકભાજી જેટલા જ જરૂરી હોય છે તેના બીજ. જેમ કે કોળાના બીજ કોળું એક આરોગ્યપ્રદ શાકભાજી છે. તેના બીજ સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી સાબિત થાય છે. તેના બીજ ફેંકી દેવા ન જોઈએ. જો તેનું રોજ સેવન કરવામાં આવે તો ઘણી ખરી બીમારીઓથી બચી શકાય છે. અને તેમાં ખાસ કરીને પુરુષો તેનું સેવન કરે તો શરીરમાં ઉર્જા લાવવાનું કામ કરે છે.
🎃 કોળામાં રહેલા છે આટલા પોષક તત્વો- કોળામાં અનેક પોષક તત્વો રહેલા છે, વિટામિન-બી-6, ફાઈબર, ફોલેટ, વિટામિન-એ, વિટામિન-સી, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક, કોપર વગેરે પોષક તત્વો રહેલા છે. કોળાને ઘણા લોકો ઇમ્યુનિટી બુસ્ટર પણ કહે છે. તે સ્કીનને સુંદર બનાવે છે. સાથે અનેક રીતે લાભદાયી સાબિત થાય છે. જાણીએ તેના સેવનથી શું લાભ થાય છે….
🎃 પ્રોસ્ટેટ કેન્સર સામે રક્ષણ- આજની ફાસ્ટ લાઇફના કારણે શરીર પર જોઇએ તેટલું ધ્યાન અપાતું હોતું નથી. જેના કારણે ઘણા પુરુષોને પ્રોસ્ટેટની તકલીફ થવા લાગે છે. તેમાં મુખ્ય કારણ છે ખોરાકનો અભાવ. જેના લીધે પ્રોસ્ટેટનું કેન્સર ઝડપથી ફેલાય રહ્યું છે. તેનાથી બચવું હોય તો નિયમિત કોળાના બીજનું સેવન કરવું જોઈએ. તેમાં પ્રોટીન, થાયમિન, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક રહેલા છે. જે આ બીમારીથી રક્ષણ આપે છે.
🎃 પુરુષો માટે સેવન- એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે કોળાના બીજનું સેવન દરેક પુરુષ કરે તો હેલ્થ સારી રહે છે. પુરુષોની જે પ્રોસ્ટેટ ગ્રંથિ હોય છે તે મજબૂત બનાવવાનું કામ કરે છે. બીજું કે હોર્મોન્સ પણ હેલ્ધી બનાવે છે. એટલું જ નહીં કોળાના બીજમાં ઝિંકની માત્રા સારી હોય છે, જે શુક્રાણુઓની ગુણવત્તા સુધારે છે.
🎃 રોગ પ્રતિકારક શક્તિ- તેમાં રહેલું ઝિંક ઇમ્યુનિટી મજબૂત કરે છે. જો કોઈને શરદી, તાવ, ઉધરસની તકલીફ રહેતી હોય તો કોળાના બીજનું સેવન ખૂબ જ જરૂરી છે. તે ગમે તેવા વાયરલ સામે રક્ષણ આપવાનું કામ કરે છે.
🎃 હૃદય માટે- દરરોજ એક ચમચી કોળાના બીજનું સેવન ખરાબ કોલેસ્ટ્રોલમાં ઘટાડો કરે છે. અને સારું કોલેસ્ટ્રોલ વધારે છે. તેનાથી હૃદય સાથે જોડાયેલી ઘણી બધી સમસ્યા દૂર થાય છે.
🎃 હાડકા મજબૂત- કોળાના બીજમાં ભરપૂર માત્રામાં કેલ્શ્યિમ રહેલું હોય છે. જે શરીરમાં કેલ્શ્યિમની કમીને પૂરી કરે છે અને હાડકાં મજબૂત બનાવે છે.
🎃 ક્યારે કરવું સેવન- કોળાના બીજ તમે રોજ સવારે નાસ્તામાં લઈ શકો છો. તે સિવાય રોજ રાત્રે સૂતી વખતે સેવન કરશો તો પણ લાભદાયી રહેશે. પરંતુ સૂવા જાય તેના થોડા સમય પહેલા સેવન કરવું. આ બીજના સેવનથી સ્ટ્રેસ ઓછો થાય છે. ડાયાબિટીસના દર્દી માટે આશીર્વાદ સમાન ગણાય છે.
🎃 તે સિવાય આંખો માટે, પથરી માટે, સ્ત્રીમાં સ્તન કેન્સર માટે, ઉંઘ સારી લાવવામાં વગેરે રીતે કોળાના બીજ ફાયદાકારક ગણાય છે. તમે કોળાનું શાક ન ખાતા હોવ તો વાંધો નહીં, પણ તેના બીજનું સેવન અચૂક કરો. જે શરીરને આપશે અનેક રીતે ગુણ.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.